પીએમઇન્ડિયા
ધ રાઈટ ઓનરેબલ પ્રધાનમંત્રી માર્ક કાર્ની, બંને દેશોના બિઝનેસ લીડર્સ, દેવીઓ અને સજ્જનો, નમસ્કાર!
ભારત-કેનેડા CEO ફોરમમાં આપ સૌની સાથે જોડાવા બદલ મને અત્યંત આનંદ થઈ રહ્યો છે. પોતાના સકારાત્મક વિચારો શેર કરવા બદલ હું પ્રધાનમંત્રી કાર્નીનો વિશેષ રૂપે આભાર વ્યક્ત કરું છું.
મિત્રો,
આજે આપણે ભારત-કેનેડા સંબંધોમાં એક નવો અધ્યાય લખવા જઈ રહ્યા છીએ. પ્રધાનમંત્રી કાર્નીનું એક વર્ષ પણ પૂર્ણ થયું નથી, પરંતુ આપણા સંબંધોએ એક પ્રકાશ વર્ષ (લાઈટ યર) જેટલી છલાંગ લગાવી છે. છેલ્લા કેટલાક મહિનાઓમાં વિશ્વાસ વધ્યો છે, સ્પષ્ટતા આવી છે, અને નવો મોમેન્ટમ (વેગ) બન્યો છે. અને આ એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે વિશ્વ આર્થિક અનિત્ચિતતાના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે, ગ્લોબલ ઇકોનોમિક ઓર્ડર દબાણમાં છે. આવા સમયે ભારત અને કેનેડાના બિઝનેસ લીડર્સનું આ મંથન આપણી ભાગીદારીનો નવો બ્લુપ્રિન્ટ તૈયાર કરશે. હું આપ સૌના વિઝન અને કમિટમેન્ટ (પ્રતિબદ્ધતા) નું અભિનંદન કરું છું.
મિત્રો,
ભારત અને કેનેડા વાઇબ્રન્ટ ડેમોક્રસીઝ (ગતિશીલ લોકશાહીઓ) છે, વિશ્વની બે મોટી ઇકોનોમીઝ (અર્થવ્યવસ્થાઓ) છે, સહિયારા મૂલ્યો પર આધારિત સોસાયટીઝ (સમાજો) છે. ડેમોક્રસી, ડાયવર્સિટી અને ડેવલપમેન્ટ આપણને નેચરલ પાર્ટનર (કુદરતી ભાગીદાર) તરીકે આગળ વધવાની પ્રેરણા આપે છે. આજે પ્રધાનમંત્રી કાર્ની અને મેં, આપણા સહિયારા વિઝનને આગળ વધારવા માટે મહત્વના નિર્ણયો લીધા. આપણે દ્વિપક્ષીય વેપારને 50 બિલિયન ડોલરના સ્તરે લઈ જવા માટે નિરંતર આગળ વધી રહ્યા છીએ. આપણે વહેલામાં વહેલી તકે કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (વ્યાપક આર્થિક ભાગીદારી કરાર) ને ફાઇનલાઇઝ કરીશું.
પરંતુ સાથીઓ,
સરકારો ફ્રેમવર્ક બનાવી શકે છે, પોલિસી ડિરેક્શન આપી શકે છે, પરંતુ તે વિઝનને વાસ્તવિકતામાં બદલવાની શક્તિ આપ સૌ સાથીઓ પાસે છે.
મિત્રો,
આજે ભારત દુનિયાની ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ મેજર ઇકોનોમી (સૌથી ઝડપથી વિકસતી મોટી અર્થવ્યવસ્થા) માં છે. આ ટ્રાન્સફોર્મેશન પાછળ મજબૂત ડોમેસ્ટિક ડિમાન્ડ (સ્થાનિક માંગ), યુવા પોપ્યુલેશન (વસ્તી), લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ (મોટા પાયે રોકાણ) અને ડિજિટલ ટેકનોલોજીની શક્તિ છે. આ આપણી સતત દોડતી રિફોર્મ એક્સપ્રેસનું પરિણામ છે. નીતિના સરળીકરણથી પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ્સ સુધી, લોજિસ્ટિક મોડર્નાઇઝેશનથી લઈને ટેક્સ અને બેન્કરપ્સી (Bankruptcy) રિફોર્મ સુધી, દરેક ક્ષેત્રમાં આપણે ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને મજબૂત કરી રહ્યા છીએ.
મિત્રો,
જ્યારે ભારત અને કેનેડા સાથે ઊભા હોય છે, ત્યારે આપણે માત્ર બે ઇકોનોમીઝ નથી જોડતા, આપણે કેપિટલ (મૂડી) અને કેપેબિલિટી (ક્ષમતા)નું એક ઇકોનોમિક ફોર્સ (આર્થિક બળ) બનાવીએ છીએ. આપણી કમ્બાઈન્ડ જીડીપી (GDP) 6 ટ્રિલિયન ડોલરથી વધુ છે. પરંતુ આપણી અસલી શક્તિ આપણા એમ્બિશન્સ (મહત્વાકાંક્ષાઓ) માં છે. આ સહિયારા એમ્બિશન્સને આગળ વધારવા માટે હું કેટલાક સૂચનો તમારી સામે રાખીશ. પહેલું- ક્લીન એનર્જી (સ્વચ્છ ઊર્જા). આ બંને દેશોની પ્રાથમિકતા છે. આજે આપણે ન્યુક્લિયરના ક્ષેત્રમાં સહયોગ વધારવાનો, યુરેનિયમના લોંગ ટર્મ સપ્લાય માટે કોન્ટ્રાક્ટ કર્યો છે. થોડીવાર પહેલા આપણને કેમેકો (Cameco)ના CEOs ના સકારાત્મક વિચારો સાંભળવાની તક મળી. આપણે સ્મોલ મોડ્યુલર રિએક્ટર્સ, એડવાન્સ રિએક્ટર્સ અને ન્યુક્લિયર વેલ્યુ ચેઇનમાં મળીને આગળ વધવું જોઈએ. ક્રિટિકલ મિનરલ્સ (મહત્વપૂર્ણ ખનિજો)માં આજે આપણે રેઝિલિયન્ટ (સ્થિતિસ્થાપક) સપ્લાય ચેઇન બનાવવા માટે પગલાં લીધાં છે. આપણે બેટરીઝ અને એનર્જી સ્ટોરેજમાં કેનેડાની ઇનોવેશન અને ભારતની સ્કેલિંગ કેપેબિલિટીને જોડીને આગળ વધી શકીએ છીએ. બીજું ક્ષેત્ર છે- ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ કેપિટલ પાર્ટનરશિપ. આ વર્ષના બજેટમાં આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 130 બિલિયન ડોલરનું રેકોર્ડ એલોકેશન (ફાળવણી) કર્યું છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન હેઠળ 1.3 ટ્રિલિયન ડોલરનું રોકાણ થઈ રહ્યું છે. કેનેડાના પેન્શન ફંડ્સે ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. આ ઊંડા વિશ્વાસને દર્શાવે છે. હું તમને ભારતની ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ સ્ટોરીનો ભાગ બનવા માટે આમંત્રિત કરું છું. ત્રીજું- એઆઈ (AI). આપણે મળીને જોઈન્ટ એઆઈ કોમ્પ્યુટ કોરિડોર્સ બનાવી શકીએ છીએ. સ્ટાર્ટઅપ્સ માટે એઆઈ ઇનોવેશન સેન્ડ બોક્સીસ બનાવી શકીએ છીએ. ચોથું- મેન્યુફેક્ચરિંગ એન્ડ ટેકનોલોજી. ઇલેક્ટ્રોનિક્સ, એરોસ્પેસ અને એન્જિનિયરિંગમાં કેનેડાની ટેકનોલોજી અને ભારતના સ્કેલને જોડીને આપણે ગ્લોબલ વેલ્યુ ચેઇન્સને સશક્ત બનાવી શકીએ છીએ. પાંચમું- ફૂડ પ્રોસેસિંગ. આજે ભારતમાં મેગા ફૂડ પાર્ક્સ, કોલ્ડ ચેઇન્સ, ફૂડ ટેસ્ટિંગ લેબ્સ ઝડપથી બની રહ્યા છે. આ પણ આપણા વિન-વિન (win-win) સહયોગનું એક વધુ સશક્ત ઉદાહરણ બની શકે છે.
મિત્રો,
આપણી ભાગીદારી માત્ર નેશનલ કેપિટલ્સ (રાષ્ટ્રીય રાજધાનીઓ) સુધી મર્યાદિત ન રહેવી જોઈએ, આપણે તેને સ્ટેટ્સ (રાજ્યો) અને પ્રોવિન્સીસ (પ્રાંતો) સુધી લઈ જવી પડશે. આલ્બર્ટાના નેચરલ રિસોર્સીસ (કુદરતી સંસાધનો) ને ગુજરાત અને રાજસ્થાનના રિન્યુએબલ એમ્બિશન્સ સાથે જોડવા પડશે. ઓન્ટારિયોની મેન્યુફેક્ચરિંગ સ્ટ્રેન્થ (ઉત્પાદન શક્તિ) ને તમિલનાડુ અને મહારાષ્ટ્રના ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સની સાથે મેળવવી પડશે. મોન્ટ્રિયલના ટેક ઇકોસિસ્ટમને બેંગલુરુ અને હૈદરાબાદના ઇનોવેશન હબ્સની સાથે ઇન્ટિગ્રેટ (સંકલિત) કરવું પડશે. ત્યારે જ આપણે આ ભાગીદારીને પોલિસીથી પ્રોસ્પેરિટી (સમૃદ્ધિ) માં બદલી શકીશું.
મિત્રો,
તમારામાંથી કેટલાક લોકો ક્રિકેટ ચોક્કસ જોતા હશે. ભારતમાં ચાલી રહેલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં કેનેડાને રમતા જોઈને આપણા સૌનું મન પ્રસન્ન થયું. “ઝડપી નિર્ણયો, નિર્ભય સ્ટ્રોક્સ અને મેચ વિનિંગ ભાગીદારી સાથેના T20 ક્રિકેટની જેમ જ, ભારત અને કેનેડા સાથે મળીને ભવિષ્યને આકાર આપશે”. આ જ સંકલ્પ સાથે હું આપ સૌને ભારતની વિકાસ યાત્રામાં સામેલ થવા માટે આમંત્રિત કરું છું.
ખૂબ ખૂબ ધન્યવાદ.
SM/JY/GP/JD
Sharing my remarks during the India-Canada CEOs Forum. https://t.co/dAtRq5byeZ
— Narendra Modi (@narendramodi) March 2, 2026
भारत और कैनेडा vibrant democracies हैं, विश्व की दो बड़ी economies हैं, साझा मूल्यों पर आधारित societies हैं।
— PMO India (@PMOIndia) March 2, 2026
Democracy, diversity और development हमें natural partners के रूप में आगे बढ़ने की प्रेरणा देते हैं: PM @narendramodi
आज भारत दुनिया की fastest-growing major economy है।
— PMO India (@PMOIndia) March 2, 2026
इस transformation के पीछे मजबूत domestic demand, युवा population, large-scale investment और digital technology की शक्ति है।
यह हमारी लगातार दौड़ती reform express का परिणाम है: PM @narendramodi