Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘ભારત – જર્મની ઉચ્ચ શિક્ષા સહભાગિતા’ કાર્યક્રમના અમલીકરણ સંબંધી પૂર્વવર્તી સમજૂતી-દસ્તાવેજમાં મામૂલી સંશોધનો માટે ભારત અને જર્મની વચ્ચે અભિપ્રાયના સંયુક્ત ઘોષણા-પત્ર પર હસ્તાંક્ષર


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ‘ભારત – જર્મની ઉચ્ચ શિક્ષા સહભાગિતા’ કાર્યક્રમના અમલીકરણ સંબંધી પૂર્વવર્તી સમજૂતી-દસ્તાવેજમાં મામૂલી સંશોધનો માટે ભારત અને જર્મની વચ્ચે અભિપ્રાયના સંયુક્ત ઘોષણા-પત્ર (જેડીઆઈ) પર હસ્તાંક્ષર કરવાને મંજૂરી આપી દીધી છે.

જેડીઆઈ પર હસ્તાક્ષર થવાની સાથે કાર્યક્રમના શીર્ષકથી ‘સ્ટ્રેટેજિક’ શબ્દ હટાવી દેવાશે અને એની જગ્યા પર ‘ઈન્ડો –જર્મન પાર્ટનરશિપ ઈન હાયર એજ્યુકેશન’ કરી દેવાશે. આ ઉપરાંત કાર્યક્રમની વિત્તપોષણ અવધિ પણ 2015-19 થી બદલીને 2016-20 (1 જુલાઈ, 2016 થી 30 જૂન, 2020 સુધી) કરાશે.

સંયુક્ત ઘોષણા-પત્ર દ્વારા ભારત અને જર્મની વચ્ચે ઉચ્ચ શિક્ષણ સંસ્થાનોમાં આંતરીક સંબંધો મજબૂત થશે અને શિક્ષણ, અનુસંધાન અને કૌશલ્ય વિકાસ જેવા ક્ષેત્રોમાં ખૂબ ઉન્નતિ થશે. સમજૂતિથી ફેકલ્ટી વિકાસને પણ ફાયદો થશે અને ભારત માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં અનુસંધાન કાર્યમાં વૃદ્ધિ થશે.

AP/J.Khunt/GP