પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને મોરોક્કો વચ્ચે આવાસ અને માનવીય વસાહતનાં ક્ષેત્રમાં માહિતીનાં આદાન-પ્રદાનને અને ટેકનિકલ સાથસહકારને પ્રોત્સાહન આપવા ફેબ્રુઆરી, 2019માં થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ એમઓયુનો અમલ બંને દેશો વચ્ચે આવાસ અને માનવીય વસાહતોનાં ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સાથસહકારનાં સંબંધોને વધારે ગાઢ બનાવશે. બંને દેશો શહેરો દ્વારા ઊભા થયેલા વિવિધ પડકારોનું સમાધાન કરવા એકબીજાને સહકાર આપશે, જેનો ઉદ્દેશ સ્થાયી તથા સમાવેશી શહેરી વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની સાથે બંને દેશો વચ્ચે વાણિજ્યિક અને વેપારી સંબંધોને સુધારવાનો છે. આ સમજૂતી કરાર મર્યાદિત નથી, તેમાં મુખ્યત્વે ઓછો ખર્ચ અને મોટા પાયે પરવડે તેવા આવાસો, પાણી પુરવઠો અને સ્વચ્છતા, શહેરી પરિવહન અને સ્માર્ટ સિટીના વિકાસ જેવી બાબતો સામેલ છે.
J.Khunt/RP