પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઈરાન વચ્ચે કૃષિ અને સંબંધિત ક્ષેત્રોમાં સહયોગ સ્થાપિત કરવા માટે અગાઉથી થયેલાં સમજૂતીકરાર (એમઓયુ)નાં પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. એમઓયુ પર ઈરાનનાં રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન 17 ફેબ્રુઆરી, 2018નાં રોજ હસ્તાક્ષર થયાં હતાં.
એમઓયુમાં ખેતીવાડીનાં વિવિધ પાક, કૃષિ વિસ્તરણ, બાગાયતી ખેતી, મશીનરી, વાવેતર પછી ટેકનોલોજી, પ્લાન્ટ ક્વોરેન્ટાઇન પગલાં, લોન અને સહકારિતાનાં ક્ષેત્રોમાં સહયોગની જોગવાઈ છે. તેમાં માટીનું સંરક્ષણ અને જળ વ્યવસ્થાપન, સંપૂર્ણ પોષણ વ્યવસ્થાપન, બીજ ટેકનોલોજી, કૃષિ માર્કેટિંગની પણ વ્યવસ્થા છે. આ સમજૂતીનાં ક્ષેત્રમાં પારસ્પરિક સંમતિથી નિર્ધારિત અન્ય ક્ષેત્રોમાં પશુદન સુધાર, ડેરી વિકાસ, પશુ સ્વાસ્થ્ય પણ સામેલ છે. આ સહયોગ નિષ્ણાતો, સામગ્રી અને સૂચનાનું આદાન-પ્રદાન, અભ્યાસ, પ્રવાસ/તાલીમ કાર્યક્રમો પર તાલીમાર્થીઓ અને વિજ્ઞાનીઓનું આદાન-પ્રદાન, ઉચિત સંમેલનો અને કાર્યશાળાઓની સુવિધા અને પારસ્પરિક સંમતિ જેવા અન્ય ઉપાયો મારફતે સ્થાપિત કરવામાં આવશે.
સમજૂતીકરાર અંતર્ગત તેને પૂર્ણ કરવા માટે થનારી કાર્યવાહી પર નજર રાખવા માટે એક સંયુક્ત કાર્યદળ રચવામાં આવશે. આ દળની બેઠક દર બે વર્ષમાં એક વખત ઇરાન અને ભારતમાં વારાફરતી યોજવામાં આવશે. સમજૂતીકરાર પ્રથમ પાંચ વર્ષ માટે માન્ય રહેશે અને જ્યાં સુધી બેમાંથી એક પક્ષ તેને સમાપ્ત કરવાની ઇચ્છા ન જાહેર કરે, ત્યાં સુધી આગામી પાંચ વર્ષ માટે આપમેળે રિન્યૂ થશે.