પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં અક્ષય ઊર્જા માટે રૂ. 2360ના બોન્ડ્સ ઊભા કરવાની મંજૂરી આપી છે.
બોન્ડ્સ વર્ષ 2017-18 દરમિયાન ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (આઇઆરઇડીએ) મારફતે નવી અને અક્ષય ઊર્જા (એમએનઆરઇ) મંત્રાલય દ્વારા ઊભા કરવામાં આવશે. એમએનઆરઇ આ ફંડનો ઉપયોગ સૌર પાર્ક, ગ્રીન એનર્જી કોરિડોર, પવન ઊર્જા માટે ઉત્પાદન-આધારિત પ્રોત્સાહનો, સીપીએસયુ અને સંરક્ષણ સૌર પ્રોજેક્ટ, સૌર પ્રોજેક્ટ માટે વાયાબિલિટી ગેપ ફંન્ડિંગ, રુફ-ટોપ સોલર, ઓફ-ગ્રિડ/ગ્રિડ-વિતરણ અને વિકેન્દ્રીતકૃત અક્ષય ઊર્જા, કોર્પોરેશન અને સ્વાયત્ત સંસ્થાઓમાં રોકાણ માટે મંજૂર કાર્યક્રમો/યોજનાઓમાં કરશે. આ પ્રકારનું સમયસર રોકાણ અક્ષય ઊર્જાના ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓ વધારશે અને અક્ષય ઊર્જા ક્ષેત્ર માટે મહત્વાકાંક્ષી લક્ષ્યાંકોની પ્રગતિ સુલભ કરશે. ઊભા કરવામાં આવેલા સંસાધનોનો ઉપયોગ અક્ષય ઊર્જા ક્ષેત્રમાં વધારાની ક્ષમતા વિકસાવવા માટે કરવામાં આવશે, જેના પરિણામે વધારે રોજગારીનું સર્જન થશે.
પૃષ્ઠભૂમિ
સરકારે નાણાકીય વર્ષ 2016-17ના બજેટમાં એનએચએઆઈ, પીએફસી, આરઇસી, આઇઆરઇડીએ અને આઇડબલ્યુએઆઈ મારફતે રૂ. 31,300 કરોડના બોન્ડનું વધારાનું ધિરાણ ઊભું કરવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે સરકારે નાણાકીય વર્ષ 2016-17 દરમિયાન એમએનઆરઇ વતી “ભારત સરકારના સંપૂર્ણ સર્વિસ કરવેરાને પાત્ર બોન્ડ્સ” ઊભા કરવા આઇઆરઇડીએને રૂ. 4,000 કરોડની ફાળવણી કરી હતી. આ ફાળવણીમાંથી આઇઆરઇડીએએ એમએનઆરઇની જરૂરિયાત મુજબ રૂ. 1640 કરોડ ઊભા કર્યા હતા. ત્યારબાદ એમએનઆરઇએ મંત્રીમંડળ પાસે વર્ષ 2016-17માં બાકીનું રૂ. 2360 કરોડનું ભંડોળ ઊભું કરવાની મંજૂરી માગી હતી.
TR