Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે આંધ્રપ્રદેશ અને તેલંગાણાને લાગુ અન્ય પછાત વર્ગની કેન્દ્રીય યાદીમાં સુધારાને મંજૂરી આપી


વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે રાષ્ટ્રીય પછાત વર્ગ પંચ (એનસીબીસી)માંથી પ્રાપ્ત થયેલી સલાહ મુજબ આંધ્રપ્રદેશ અને નવરચિત તેલંગાણાને લાગુ પડતી જ્ઞાતિઓ/સમુદાયોના સમાવેશ/સુધારા/નાબૂદી દ્વારા અન્ય પછાત વર્ગ (ઓબીસી)ની કેન્દ્રીય યાદીમાં અનુકૂળ ફેરફારો કરવાની મંજૂરી આપી દીધી છે.

આંધ્રપ્રદેશના સંબંધમાં એનસીબીસી દ્વારા સૂચિત કુલ 35 ફેરફારો અને તેલંગાણા રાજ્યના સંબંધમાં 86 નવી એન્ટ્રી નોટિફાઇડ થશે. આ ફેરફારો આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આ જ્ઞાતિઓ/સમુદાયો સાથે સંબંધિત વ્યક્તિઓને પ્રચલિત નીતિ મુજબ સરકારી નોકરીઓ અને હોદ્દાઓ તથા કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપશે. આ જ્ઞાતિઓ/સમુદાયો કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત વિવિધ કલ્યાણકારક યોજનાઓ, શિષ્યાવૃત્તિઓ વગેરે હેઠળ લાભ મેળવવાને લાયક બનશે, જે અત્યારે અન્ય પછાત વર્ગોની વ્યક્તિઓને મળે છે.

પૃષ્ઠભૂમિ:

પંચની ભલામણ પર 24 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશોમાં અન્ય પછાત વર્ગોની કેન્દ્રીય યાદીમાં સમાવેશ માટે 2401 એન્ટ્રીઓને નોટિફાઇડ કરવામાં આવી છે, જેમાં તેની પેટા-જ્ઞાતિઓ, પર્યાય સામેલ છે. આ પ્રકારનું છેલ્લું જાહેરનામું 26.5.2016ના રોજ ઇશ્યૂ થયું હતું. ત્યારથી અત્યાર સુધી એનસીબીસી પાસેથી આંધ્રપ્રદેશ અને નવરચિત તેલંગાણા રાજ્ય માટે ઓબીસીની વર્તમાન યાદીમાં જ્ઞાતિઓ/સમુદાયોના સમાવેશ માટે તથા તેમાં સુધારાવધારા કરવા માટેની કેટલીક વધારે ભલામણો મળી છે.

એનસીબીસી કાયદા, 1993ની કલમ 9 (“પંચની કામગીરીઓ”) હેઠળ, પંચ યાદીમાં પછાત વર્ગ તરીકે કોઈ પણ વર્ગના નાગરિકોના સમાવેશ માટેની અરજીઓ ચકાસે છે અને આ પ્રકારની યાદીઓમાં કોઈ પણ પછાત વર્ગના વધુ સમાવેશ કે ઓછા સમાવેશની ફરિયાદો સાંભળે છે તથા કેન્દ્ર સરકારને આ પ્રકારની સલાહ આપે છે. આ કાયદો નિયત કરે છે કે પંચની સલાહ સામાન્ય રીતે કેન્દ્ર સરકાર માટે બાધ્ય રહેશે.

TR