પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જમ્મુ અને કાશ્મીરમાં લાગુ કરવા) વટહુકમ, 2017ની જાહેરાતને અને ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારણા) બિલ, 2017ને બદલે આ વટહુકમને સ્થાન આપવા કાર્યોત્તર મંજૂરી આપી છે.
આ વટહુકમથી ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાયદો, 2017, જેનો સંદર્ભ (આઇજીએસટી કાયદા) તરીકે કરવામાં આવે છે, એની જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીર રાજ્યને લાગુ થઈ ગઈ છે.
આ વટહુકમ 8 જુલાઈ, 2017ના રોજ બહાર પાડવામાં આવ્યો હતો અને હવે ઇન્ટિગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારણા) બિલ, 2017 સંસદના ચાલુ સત્રમાં રજૂ કરવામાં આવશે.
TR