પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિકમ્યુનિકેશન એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસીસ (આઇપીએન્ડટીએએફએસ)ની પ્રથમ કેડેર સમીક્ષાને મંજૂરી આપવામાં આવી છે, જે નીચે મુજબ કેટલીક વિશેષતાઓ ધરાવે છેઃ
(ક) કેડરની કુલ સંખ્યા 420થી ઘટાડીને 376 કરવી.
(ખ) કન્ટ્રોલર જનરલ ઓફ કમ્યુનિકેશન એકાઉન્ટ્સ (સીજીસીએ)ના એક સર્વોચ્ચ સ્તરના પદની રચના કરવી.
(ગ) એચએજી+ સ્તરનું વધુ એક પદ ઊભું કરવાથી ગ્રેડની સંખ્યા 2 થશે.
(ઘ) એચએજી સ્તરના બે વધુ પદો ઊભા કરવાથી ગ્રેડની સંખ્યા 6થી 8 થશે.
(ચ) એસએજી સ્તરના 18 વધુ પદોનું સર્જન થવાથી ગ્રેડની સંખ્યા 37થી વધીને 55 થશે.
(છ) જેએજી સ્તરના પદ 111થી ઘટાડીને 90 કરવામાં આવશે.
(જ) એસટીએસ સ્તરના પદ 198થી ઘટાડીને 86 કરવામાં આવશે.
(ઝ) જેટીએસ સ્તરના 21 પદની રચનાથી ગ્રેડની સંખ્યા 67થી 88 થશે.
(ટ) 46 પદની રચના અનામત તરીકે સંચાલિત કરવામાં આવશે.
પૃષ્ઠભૂમિ:
ઇન્ડિયન પોસ્ટ એન્ડ ટેલિકમ્યુનિકેશન એકાઉન્ટ્સ એન્ડ ફાઇનાન્સ સર્વિસીસ ગ્રૂપ “એ”ની રચના 1972માં થઈ હતી, જે ટેલિકમ્યુનિકેશન વિભાગ (ડીઓટી) અને પોસ્ટ વિભાગ (ડીઓપી)ને સેવા કેડર પ્રદાન કરે છે.
ટેલિકમ્યુનિકેશન વિભાગમાં આઇપીએન્ડટીએએફએસ લાઇસન્સ ફીની આકારણી અને કલેક્શન/સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જીસ, સ્પેક્ટ્રમની હરાજી, યુએસઓ સ્કીમ નિરીક્ષણ અને સબસિડી મેનેજમેન્ટ, સરકારી ખજાનાનું નિયંત્રણ, બજેટિંગ, હિસાબ, પેન્શનની વહેંચણી, આંતરિક હિસાબ અને ધિરાણ સલાહની કામગીરીઓ અદા કરે છે. પોસ્ટ વિભાગમાં આઇપીએન્ડટીએએફએસને નાણાકીય સલાહ, બજેટિંગ, ભાડાના દર અને ખર્ચ, હિસાબ અને આંતરિક હિસાબની કામગીરી સુપરત કરવામાં આવી છે.
છેલ્લા થોડા વર્ષો દરમિયાન ટેલિકમ્યુનિકેશન વિભાગ અને પોસ્ટ વિભાગની ભૂમિકામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. ટેલિકોમ ક્ષેત્રમાં ટેલિકમ્યુનિકેશન વિભાગની ભૂમિકા સેવા પ્રદાતામાંથી વર્તમાન માળખામાં નિયમનકાર અને નીતનિર્માતાની બની છે, જેમાં વિભાગ મુખ્યત્વે નીતિનિર્માણ, લાઇસન્સિંગ અને યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન માટે જવાબદાર છે. ટેલિકમ્યુનિકેશન પાસેથી પ્રાપ્ત રસીદોમાં મુખ્યત્વે લાઇસન્સ ફી, સ્પેક્ટ્રમ વપરાશ ચાર્જીસ અને સ્પેક્ટ્રમ હરાજીનું મૂલ્ય સામેલ છે, જે ભારત સરકાર માટે કરવેરા સિવાયની આવકનો મોટો સ્ત્રોત છે.
તે જ રીતે પોસ્ટ વિભાગ દ્વારા ઓફર થતી અનેક સેવાઓમાં સંખ્યા અને ગુણવત્તાની દ્રષ્ટિ ફેરફાર થયો છે તથા વિભાગે રિટેલિંગ, બેંકિંગ, વીમો, ડિજિટાઇઝિંગ કામગીરી વગેરે ક્ષેત્રોમાં પ્રવેશ કર્યો છે. ઉપરાંત બંને વિભાગોમાં હિસાબની વ્યવસ્થાને પણ મજબૂત કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
આ હકીકતો અને સેવાના વિવિધ ગ્રેડમાં ગતિહીનતા સાથે આઇપીએન્ડટીએએફએસના માળખાની સમીક્ષા કરવાની જરૂરિયાત હતી.
AP/JKhunt/TR