પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રી મંડળની બેઠકે ઇલેક્ટ્રોનિક્સ અને સૂચનાપ્રૌદ્યોગિકીના ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટેના સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી.
આ સમજૂતી કરારનો ઉદ્દેશ ઈ-ગવર્નન્સ, આઈટી પ્રશિક્ષણ માટે માનવ સંસાધન, સૂચના સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર નિર્વાણ, આઈટી એમ્બેડેડ સોફ્ટવેર ઇન્ડસ્ટ્રી, ટેલીમેડીસીન વગેરે જેવા ક્ષેત્રોમાં નજીકના સહયોગને પ્રોત્સાહન આપવાનો છે.
પૂર્વભૂમિકા:
ઇલેક્ટ્રોનિક્સ અનેસૂચનાપ્રૌદ્યોગિકી મંત્રાલય (એમઈઆઈટીવાય) માટે સહયોગના દ્વિપક્ષીય અને પ્રાદેશિક માળખા અંતર્ગત ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી (આઈસીટી)ના ઉભરતા અને પ્રાથમિક ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવાનું અનિવાર્ય બનાવવામાં આવ્યું હતું. એમઈઆઈટીવાય એ આઈસીટીના ક્ષેત્રમાં માહિતીના આદાન-પ્રદાન અને નજીકના સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિવિધ દેશોના સાથી સંસ્થાનો/ સંસ્થાઓ સાથે સમજૂતી કરારો/સંધિઓ કરી છે. વિવિધ દેશો સાથે આ સહયોગને આગળ વધારવા માટે, ખાસ કરીને “ડિજિટલ ઇન્ડિયા”, “મેક ઇન ઇન્ડિયા” જેવી ભારત સરકારની વિવિધ નવી પહેલોને ધ્યાનમાં રાખીને હિતને લગતા ટેકનોલોજી ક્ષેત્રમાં વ્યવસાયની તકોને શોધવાની તાતી જરૂરિયાત ઉભી થઇ છે.
એમઈઆઈટીવાય એ ઈ-ગવર્નન્સ, આઈટી પ્રશિક્ષણ માટે માનવ સંસાધન, સૂચના સુરક્ષા, ઇલેક્ટ્રોનિક્સ હાર્ડવેર નિર્માણ, આઈટી સંલગ્ન સોફ્ટવેર ઉદ્યોગ, ટેલીમેડીસીન વગેરે જેવા આઈસીટી ક્ષેત્રોમાં કેન્દ્રીયકૃત સહયોગ માટે એક વ્યાપક સમજૂતી કરારોની વાટાઘાટો કરી હતી. વાટાઘાટો થયા બાદ સમજૂતી કરારના કાચા મુસદ્દાને આખરી રૂપ આપવામાં આવ્યું હતું અને ભારત સરકાર તરફથી વિદેશી બાબતોના આદરણીય રાજ્યમંત્રી શ્રી એમ. જે. અકબર તથા અંગોલા સરકારનાંદૂરસંચાર અને સૂચનાપ્રૌદ્યોગિકી મંત્રાલય તરફથી આંતરરાષ્ટ્રીય સહયોગ અને અંગોલન સમુદાય માટેના રાજ્યમંત્રી શ્રી ડોમિંગોજ કસ્ચોડોઓ વીયેરા લોપ્સ દ્વારા આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
RP