પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે નીચેની ચાર દરખાસ્તોને મંજૂરી આપી છેઃ
i. કસ્ટમ્સ ધારામાં સુધારો, 1962;
ii. કસ્ટમ્સ ટેરિફ ધારા, 1975માં સુધારો;
iii. સેન્ટ્રલ એક્સાઇઝ કાયદામાં સુધારો, 1944;
iv. સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ કાયદાની નાબૂદી, 1985; અને
v. સેસ લાદવામાં આવે છે એ કાયદા સાથે સંબંધિત જોગવાઈઓમાં સુધારો કે તેની નાબૂદી.
ઉપરોક્ત દરખાસ્તોથી નીચેના લાભ થશે:
i. કસ્ટમ્સ ધારા, 1962માં કલમ 108એ અને 108બીનો ઉમેરો, જે આયાત અને નિકાસમાં ઓછા/વધારે મૂલ્યાંકનના વિશ્લેષણ અને ઓળખમાં સક્ષમ બનાવવા ચોક્કસ વ્યક્તિઓ દ્વારા ચીજવસ્તુઓની આયાત/નિકાસ સાથે સંબંધિત માહિતી પૂરી પાડવા, ડ્રોબેક સ્કીમ સહિત નિકાસ પ્રોત્સાહન યોજનાઓનો દૂરુપયોગ ટાળવા અને કસ્ટમ્સ ધારા અને અન્ય વિવિધ કાયદાઓની જોગવાઈઓનું ઉલ્લંઘન ટાળવા ઇચ્છે છે, જેનો કસ્ટમ અધિકારીઓ અસરકારક અમલ કરે છે; અને
ii. અન્ય કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં સુધારો કરવો કે નાબૂદ કરવો, જે જીએસટીના અમલ પછી લાંબા સમય સુધી પ્રસ્તુત નહીં રહે. જીએસટીના પરિણામે કાયદાના પુસ્તકમાં અપ્રસ્તુત ભાગો દૂર થશે અને વિવિધ પ્રકારના કરવેરા ઘટશે.
TR