પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે કૃષિ અને મત્સ્ય ક્ષેત્રમાં ભારત અને કોલંબિયા વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપી છે.
આ એમઓયુ કૃષિ અને મત્સ્ય ક્ષેત્રોનાં નીચેનાં ક્ષેત્રોમાં સહકાર સ્થાપિત કરવાની જોગવાઈ ધરાવે છેઃ
1. કૃષિની નવીન પદ્ધતિઓ/અભિગમો
2. કૃષિમાં નવું યાંત્રિકીકરણ,
• કૃષિ ઉત્પાદનોનાં માર્કેટિંગનાં સફળ મોડલો,
1. બિયારણનાં ઉત્પાદન માટે કૃષિ ક્ષેત્રમાં કાર્યરત કંપનીઓ સાથે જોડાણમાં વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા,
2. બાગાયતી ખેતીમાં નવીન ઉત્પાદન મોડલ અને મૂલ્ય સર્જન પ્રક્રિયાઓ (શાકભાજી, ફળફળાદિ અને ફૂલો),
3. માહિતીનું આદાનપ્રદાન/એસપીએસ નિષ્ણાતોની એકબીજાનાં દેશોની મુલાકાતો,
• જેટ્રોફા અને કરાયા,
• તેલીબિયા અને તાડનાં તેલમાં સંશોધનમાં સહકાર,
1. દરિયાઈ ઔદ્યોગિક માછીમારી, એક્વા-કલ્ચર અને મત્સ્યનાં ક્ષેત્રમાં સંશોધન અને તાલીમ,
2. નાનાં અને મોટા પશુઓ (ગાય, ઘેટા, બકરાં) અને ડુક્કરની ઉત્પાદકતા, રોગો અને નિદાન તથા
3. પોર્ક પ્રોસેસિંગ અને મૂલ્ય સંવર્ધન.
આ એમઓયુ અંતર્ગત આગામી બે વર્ષ માટે કાર્યયોજના તૈયાર કરવા/તેને અંતિમ ઓપ આપવા સંયુક્ત કાર્યકારી જૂથ (જેબ્લ્યુજી) રચવામાં આવશે, ત્યારે એ ગાળા દરમિયાન વિશેષ કામગીરી/પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ એમઓયુ શરૂઆતમાં પાંચ વર્ષનાં ગાળા માટે માન્ય હશે અને બંને પક્ષો તેને રદ કરવાની ઇચ્છા/ઇરાદો વ્યક્ત ન કરે ત્યાં સુધી પછીનાં પાંચ વર્ષનાં ગાળા માટે ઓટોમેટિક રિન્યૂ થશે.
GP