Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ચાર ફાર્માસ્યુટિકલ્સ સરકારી સાહસોની વધારાની જમીનનું વેચાણ જરૂરિયાતને આધારે કરવાની મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે હિંદુસ્તાન એન્ટિબાયોટિક્સ લિમિટેડ (એચએએલ), ઇન્ડિયન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (આઇડીપીએલ), રાજસ્થાન ડ્રગ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (આરડીપીએલ) અને બેંગાલ કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ (બીસીપીએલ)ની વધારાની જમીનનું જ્યારે જરૂર જણાય ત્યારે વેચાણ કરવાની મંજૂરી આપી છે, જેથી આ કંપનીઓની બાકી નીકળતી જવાબદારીઓ અદા કરી શકાય. આ રીતે શ્રેષ્ઠ રાષ્ટ્રીય હિતમાં રાષ્ટ્રીય અસ્કયામતોનો ઉપયોગ થશે.

આ વેચાણ સરકારી સંસ્થાઓને ખુલ્લી સ્પર્ધાત્મક બિડ મારફતે થશે અને બાકીની જવાબદારીઓ વેચાણની આવકમાંથી પૂરી કરવામાં આવશે. સરકારી ક્ષેત્રના આ સાહસોમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ)/સ્વૈચ્છિક વિચ્છેદક યોજના (વીએસએસ)નો અમલ પણ થશે.

જમીનના બાકીના ભાગનું વ્યવસ્થાપન રોકાણ અને સરકારી અસ્કયામત વ્યવસ્થાપન વિભાગ (ડીઆઇપીએએમ) અને સરકારી ઉદ્યોગસાહસ વિભાગ (ડીપીઇ)ની માર્ગદર્શિકા મુજબ થશે.

જવાબદારીઓ પૂર્ણ કર્યા પછી આઇડીપીએલ અને આરડીપીએલ બંધ કરવાના પગલાં લેવામાં આવશે. એચએએલ અને બીસીપીએલ માટે વ્યૂહાત્મક વેચાણનો વિકલ્પ ચકાસવામાં આવશે. આ સાહસો માટે વહીવટી વિભાગ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ નિશ્ચિત સમયમર્યાદામાં ફોલો-અપ કામગીરી હાથ ધરશે.

AP/J.Khunt/TR/GP