Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે દ્વારા નાવિકોની યોગ્યતાના પ્રમાણપત્રોની એક પક્ષીય – દ્વિપક્ષીય માન્યતા માટે વિદેશી દેશો સાથેના મોડેલ સમજૂતી કરારને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે તાલીમ પ્રમાણપત્ર અને ધોરણો અંગે આંતરરાષ્ટ્રીય સંમેલનના 1-10 ના નિયમનને અનુલક્ષીને પ્રમાણપત્રોની એક પક્ષીય – દ્વિપક્ષીય માન્યતા માટેના મોડેલ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (એમઓયુ)ને મંજૂરી આપી દીધી છે. નાવિકો માટે વોચ કિપીંગ (એસટીસીડબલ્યુ), 1978માં શિપિંગ ડિરેક્ટર જનરલ, ભારત સરકાર અને તેમના વિદેશી સમકક્ષો વચ્ચે શિપિંગ પ્રભારી મંત્રી અને વિદેશી બાબતોના પ્રધાનની મંજૂરીથી સુધારણા કરવામાં આવશે.

લાભો:

એક તરફી એમઓયુ તે દેશ દ્વારા રજૂ કરાયેલા પ્રમાણપત્રોને ભારત દ્વારા સમાન માન્યતા પ્રાપ્ત કર્યા વગર, ભારતીય સમુદ્રી નાવિકોને ડારયેક્ટર જનરલ ઓફ શિપિંગ દ્વારા ઈસ્યુ કરાયેલા પ્રમાણપત્રોને બીજા દેશો દ્વારા એક તરફી માન્યતાની સુવિધા પ્રદાન કરશે.

તેથી ભારતીય નાવિકો રોજગાર માટે તે દેશના વડપણ હેઠળ વહાણો પર બેસવા માટે પાત્ર બનશે. આથી રોજગારીની તકો વધશે. સંબંધિત દેશો એસટીસીડબલ્યુ સંમેલનના નિયમન 1-10 ની જોગવાઈ અનુસાર પ્રસ્તાવિક દ્વિપક્ષીય એમઓયુ ભારત અન્ય દેશ સાથે કરશે. જેની સાથે એવું એમઓયુ કરી શકાય છે જેમાં સમુદ્રી શિક્ષણ, તાલીમની યોગ્યતાનું પ્રમાણપત્ર, સમર્થન, તાલીમના દસ્તાવેજી પુરાવા અને તબીબી તંદુરસ્તી પ્રમાણપત્રો પ્રમાણીક રૂપે માન્યતા પ્રાપ્ત જે તે દેશના નાગરિકોને ઈસ્યુ કરાશે.

તેથી દ્વિપક્ષીય એમઓયુ બંને દેશના નાવિકો માટે માન્યતા પ્રમાણપત્રોને આધારે બંને પક્ષાના જહાજો ઉપર રોજગાર માટે પાત્ર બનશે. પ્રશિક્ષિત સમુદ્રી નાવિકોના મોટા પુલની સાથે સમુદ્રી પુરવઠો પૂરો પાડતા દેશ ભારતને ફાયદો થશે.

NP/RP/DS