પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિrય મંત્રીમંડળની બેઠકમાં નવી દિલ્હીની નેશનલ ડિફેન્સ કોલેજ અને બાંગ્લાદેશના ઢાકાની નેશનલ ડિફેન્સ કોલેજ વચ્ચે થયેલી ફેકલ્ટી આદાનપ્રદાન સમજૂતીને કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી હતી.
આ સમજૂતીનો ઉદ્દેશ નિયમિત આદાનપ્રદાન કાર્યક્રમોને સંસ્થાગત બનાવવાનો તથા બંને નેશનલ ડિફેન્સ કોલેજ વચ્ચે સ્થાયી વ્યવસ્થા સ્થાપિત કરવાનો છે, જેનો હેતુ રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને વ્યૂહાત્મક અભ્યાસોના ક્ષેત્રમાં પારસ્પરિક સહકાર વધારવાનો છે.
બંને દેશો વચ્ચે ભૌગોલિક અને સાંસ્કૃતિક સામ્યતાને ધ્યાનમાં રાખીએ તો આતંકવાદનો સામનો કરવા જેવા ઘણા સામાન્ય પડકારો માટે સંયુક્ત કાર્યવાહી કરવાની જરૂર છે. એટલે સશસ્ત્ર દળો વચ્ચે શ્રેષ્ઠ સંકલન અને સહકારની જરૂર છે. આ બંને ટોચની સંસ્થાઓના ફેકલ્ટી સભ્યોના આદાનપ્રદાનથી સશસ્ત્ર દળોની ક્ષમતામાં વધારો કરવામાં અને પડકારોને વધુ સારી રીતે ઝીલવામાં મદદ મળશે.
આ સમજૂતી વ્યૂહાત્મક અને કાર્યકારી અભ્યાસ સાથે સંબંધિત મિલિટરી એજ્યુકેશનના ક્ષેત્રમાં સહકાર વધારવા માળખું સ્થાપિત કરે છે.
AP/J.Khunt/TR/GP