પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે નવી દિલ્હીમાં ફીજી હાઈ કમિશનને ચાણક્યપૂરીમાં રાજદ્વારી વિસ્તારમાં ફાળવેલા 2800 ચો.મી.ના પ્લોટ નં. 31-બીને હસ્તગત કરતી વેળાએ વ્યાવસાયિક દર લાગુ નહીં કરવાનો નિર્ણય કર્યો છે અને સુવા, ફીજી ખાતે ભારતના હાઈકમિશનને જે શરતો અને નિયમોથી જમીન આપવામાં આવી છે તે મુજબની શરતો અને નિયમોથી જ જમીન ફાળવવાના નિર્ણયને બહાલી આપી છે.
પૂર્વભૂમિકા:
ઓગસ્ટ 2,000માં ફીજીની સરકારે ફીજીમાં સુવા ખાતે 6695 ચો.મી. માપનો પ્લોટ 99 વર્ષના વિશેષ ભાડા પટ્ટે ફીજીના વાર્ષિક 100 ડોલરના ભાડાથી અને અને દર પાંચ વર્ષે તેનું આકલન કરવાની શરતથી હાઈ કમિશનનાં બાંધકામ માટે ફાળવ્યો હતો અને એ જ પ્રકારે પરસ્પર જમીન ફાળવવામાં આવે તેવી દરખાસ્ત કરી હતી. ફીજી સાથેના દ્વિપક્ષીય સંબંધોની ખાસ સ્થિતિને ધ્યાનમાં રાખીને સમાન ધોરણે હાઈ કમિશનને ફાળવેલા પ્લોટને વ્યાવસાયિક દરમાંથી મુક્તિ આપીને તેમની દરખાસ્તને સકારાત્મક પ્રતિભાવ આપવામાં આવ્યો છે.
NP/J.Khunt/GP/RP