પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે પ્રવાસનના ક્ષેત્રમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થયેલા સમજૂતીકરાર (એમઓયુ)ને પૂર્વવતી અસર સાથે મંજૂરી આપી છે. આ એમઓયુ 08.07.2016ના રોજ થઈ હતી.
આ એમઓયુના મુખ્ય ઉદ્દેશો છેઃ
1) પ્રવાસન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહકાર વધારવો;
2) પ્રવાસન સાથે સંબંધિત માહિતી અને ડેટાનું આદાનપ્રદાન;
3) હોટેલ્સ અને ટૂર ઓપરેટર્સ સહિત પ્રવાસન ક્ષેત્રના સહભાગીઓ વચ્ચે સહકારને પ્રોત્સાહન આપવું;
4) માનવ સંસાધન વિભાગમાં સહકાર માટે આદાનપ્રદાન કાર્યક્રમો સ્થાપિત કરવા;
5) પ્રવાસન અને હોસ્પિટાલિટી સેક્ટરમાં રોકાણ કરવું;
6) બંને દેશો વચ્ચે દ્વિમાર્ગીય પ્રવાસનને પ્રોત્સાહન આપવા ટૂર ઓપરેટર્સ/મીડિયા/અભિપ્રાય ઊભો કરતા લોકોની મુલાકાતોને વધારવી;
7) પ્રમોશન, શિક્ષણ, માર્કેટિંગ, સ્થળના વિકાસ અને મેનેજમેન્ટના ક્ષેત્રોમાં અનુભવોનું આદાનપ્રદાન કરવું;
8) એકબીજાના દેશમાં ટ્રાવેલ ફેર/એક્ઝિબિશનમાં સહભાગી થવું; અને
9) સુરક્ષિત, સન્માનજનક અને સ્થાયી પ્રવાસનને પ્રોત્સાહન આપવું.
ષૃષ્ઠભૂમિ:
ભારત અને દક્ષિણ આફ્રિકા મૈત્રીપૂર્ણ દ્વિપક્ષીય સંબંધો ધરાવે છે. દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે અને તે ભારત માટે પ્રવાસન વ્યવસાય મેળવવાનું બજાર બન્યું છે (2015માં દક્ષિણ આફ્રિકામાંથી ભારતમાં અંદાજે 51922 પ્રવાસીઓ આવ્યા હતા). ભારતે દક્ષિણ આફ્રિકાના નાગરિકો માટે ઇલેક્ટ્રોનિક ટૂરિસ્ટ વિઝા (ઇટીવી) સુવિધા શરૂ કરી છે, જેને બંને દેશોના પ્રવાસન વેપારમાંથી સારો પ્રતિસાદ મળ્યો છે. એમઓયુ આ વિકસતા સ્ત્રોત બજારમાંથી પ્રવાસીઓની સંખ્યા વધારવામાં મહત્ત્વપૂર્ણ માધ્યમ બનશે.
TR