પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કન્દ્રીય મંત્રીમંડળે બાળકોના નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણના અધિકારના (આરટીઇ) ધારા, 2009માં સુધારાને મંજૂરી આપી છે. આ સુનિશ્ચિત કરશે કે 31 માર્ચ, 2015ના રોજ તમામ શિક્ષકોને 31 માર્ચ, 2019 સુધી ચાર વર્ષ માટે આ પ્રકારની તાલીમ માટે વિસ્તૃત સમયગાળા સુધી શૈક્ષણિક સત્તામંડળ દ્વારા સૂચિત લઘુતમ લાયકાત મેળવવી પડશે.
આ તાલીમ ન મેળવેલા પ્રાથમિક શિક્ષકોને તેમની તાલીમ પૂર્ણ કરવા સક્ષમ બનાવશે તથા સુનિશ્ચિત કરશે કે દેશમાં પ્રાથમિક સ્તરે તમામ શિક્ષકો લાયકાતના લઘુતમ ધારાધોરણો ધરાવે છે. આ સુનિશ્ચિત પણ કરશે કે તમામ શિક્ષકોએ શિક્ષણની જરૂરી લાયકાતના ધારાધોરણો તરીકે લઘુતમ લાયકાત હાંસલ કરવી પડશે. આ શિક્ષકો, શૈક્ષણિક પ્રક્રિયાઓ અને બાળકોના અભ્યાસના પરિણામોની સંપૂર્ણ ગુણવત્તામાં પરિણમશે. આ પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં સુધારા પર સરકારના મહત્વને પ્રતિપાદિત કરશે.
પૃષ્ઠભૂમિઃ
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકાર (આરટીઇ)નો કાયદો, 2009 1 એપ્રિલ, 2010થી લાગુ પડશે. તેમાં 6થી 14 વર્ષની વયજૂથમાં દરેક બાળકને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો માર્ગ પ્રશસ્ત કરવામાં આવ્યો છે. આ કાયદાની જોગવાઈ 23(2)ના પ્રાવધાન ચોક્કસ કરે છે કે આ કાયદાની શરૂઆત સમયે આરટીઇ કાયદા હેઠળ સૂચિત લઘુતમ ધારાધોરણો ન ધરાવતા તમામ શિક્ષકોને 31 માર્ચ, 2015થી પાંચ વર્ષના ગાળાની અંદર આ લાયકાત સંપાદિત કરવાની જરૂર છે. જોકે કેટલીક રાજ્ય સરકારોએ જણાવ્યું છે કે પ્રાથમિક સ્તરે 66.41 લાખ શિક્ષકોમાંથી 11.00 લાખ શિક્ષકોએ હજુ પણ તાલીમ મેળવેલી નથી (તેમાંથી 5.2 લાખ શિક્ષકો સરકારી અને સહાય મેળવતી શાળાઓના છે તથા 5.98 લાખ શિક્ષકો ખાનગી શાળાના છે). તમામ શિક્ષકો શૈક્ષણિક સત્તામંડળ દ્વારા સૂચિત લઘુતમ લાયકાત મેળવે એ સુનિશ્ચિત કરવા આરટીઇ ધારા, 2009માં યોગ્ય સુધારો કરવાની જરૂર છે, જેથી આ પ્રકારની તાલીમનો ગાળો ચાર વર્ષ સુધી એટલે કે 31 માર્ચ, 2019 સુધી લંબાય.
TR