પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે ફ્રેન્ચ નેશનલ રિસર્ચ એજન્સી (એએનઆર) સાથે કુલ 40,000 યુરોનાં અંદાજિત ખર્ચે બેલ્મોન્ટ ફોરમ સેક્રેટરિએટને જાન્યુઆરી, 2015થી ડિસેમ્બર, 2017ને સહયોગ સ્થાપિત કરવા માટે થયેલી સમજૂતીને મંજૂરી આપી હતી. મંત્રીમંડળે બેલ્મોન્ટ ફોરમ સેક્રેટરિએટને વર્ષ 2017થી આગળ નાણાકીય સહકાર આપવાની પણ સંમતિ આપી હતી.
બેલ્મોન્ટ ફોરમની રચના વર્ષ 2009માં થઈ હતી, જે વૈશ્વિક પર્યાવરણીય ફેરફારના સંશોધન અને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન પરિષદોના વિશ્વનાં મુખ્ય અને વિકાસશીલ ફંડર્સનું ઉચ્ચ સ્તરીય જૂથ છે. તે સમાજ માટે આંતરરાષ્ટ્રીય સ્તરના પર્યાવરણીય સંશોધનની પ્રાથમિકતા ઓળખવા અને ડિલિવર કરવાની તક પૂરી પાડે છે, જે કુદરતી અને સામાજિક વિજ્ઞાનીઓ અને આંતરરાષ્ટ્રીય સંસાધનો વચ્ચે બહુરાષ્ટ્રીય સંશોધન જોડાણ મારફતે મળે છે.
ભારત બેલ્મોન્ટ ફોરમનો સભ્ય છે અને તેના સિવાય ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, યુરોપિયન કમિશન, ફ્રાંસ, જર્મની, જાપાન, નેધરલેન્ડ, દક્ષિણ આફ્રિકા, બ્રિટન અને અમેરિકા વગેરે પણ તેમાં સામેલ છે. અર્થ સાયન્સ મંત્રાલય (એમઓઇએસ) વર્ષ 2012થી બેલ્મોન્ટ ફોરમમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે.
બેલ્મોન્ટની પ્રવૃત્તિઓનું સંકલન કરવા સેક્રેટરિએટનું યજમાન રોટેશનલ આધારે બેલ્મોન્ટ ફોરમના સભ્યમાંથી કોઈ પણ એક સભ્ય રાષ્ટ્ર બને છે. જાન્યુઆરી, 2015થી ડિસેમ્બર, 2017 વચ્ચે સેક્રેટરિએટ એએનઆર, ફ્રાંસમાં બેસે છે. સેક્રેટરિએટની કામગીરી માટેનો ખર્ચ રોકડ કે અન્ય સ્વરૂપે બેલ્મોન્ટ ફોરમના સભ્ય રાષ્ટ્રો દ્વારા વહન કરવામાં આવશે.
અસર:
સમજૂતીથી ફોરમની કામગીરીમાં કેટલીક હદે સાતત્યતા જાળવી રાખવામાં મદદ મળશે અને બેલ્મોન્ટ ફોરમની પ્રવૃત્તિઓનું સંકલન સરળ બનાવવામાં પણ મદદ મળશે. ભારત 4 કોલાબોરેટિવ રિસર્ચ એક્શન્સ (સીઆરએ)માં સહભાગી હોવાથી અને સેક્રેટરિઅટ બેલ્મોન્ટ ફોરમની પ્રવૃત્તિઓનું સંકલન કરશે એટલે ભારતીય વિજ્ઞાનીઓના સમુદાયને આ સમજૂતીમાંથી લાભ મળશે.
પૃષ્ઠભૂમિ:
વર્ષ 2009માં બેલ્મોન્ટ ફોરમની શરૂઆત થઈ ત્યારથી તેની કામગીરીનું સંચાલન બેલ્મોન્ટ ફોરમની સંબંધિત ચેર્સ સાથે સંકળાયેલા પાર્ટ-ટાઇમ સેક્રેટરિએટ કરે છે. કો-ચેર્સ રોટેશનલ (ફરતી) હોવાથી સેક્રેટરિએટ પણ ફરે છે અને કેટલીક વખત કો-ચેર્સ અલગ ટાઇમ ઝોન સાથે જુદાં જુદાં ખંડોમાંથી હોય છે. ફોરમની કામગીરીમાં ચોક્કસ ડિગ્રીની સાતત્યતા જાળવવા રોટેશનલ આધારે ફૂલ-ટાઇમ સેક્રેટરિએટની સ્થાપના પર બેલ્મોન્ટ ફોરમના સભ્યો સંમત થયા હતાં. એએનઆર, ફ્રાંસ જાન્યુઆરી, 2015થી ડિસેમ્બર, 2017 સુધી સેક્રેટરિએટનું યજમાન બનવા સંમત થયું છે.
AP/J.Khunt/GP