Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને ઇરાન વચ્ચે દ્વિપક્ષીય એમઓયુને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે સીક્યોરિટી બજારો સાથે સંબંધિત બાબતો પર પારસ્પરિક સહકારનાં સંબંધમાં ભારતનાં સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) અને ઇરાનનાં સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ ઓર્ગેનાઇઝેશન (એસઇઓ) વચ્ચે થયેલાં દ્વિપક્ષીય સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી હતી.

એમઓયુ બંને નિયમનકારો વચ્ચે આર્થિક જોડાણ અને સહકારનાં વધુ વિકાસને પ્રોત્સાહન આપશે તેવી શક્યતા છે તથા તેનો ઉદ્દેશ બંને દેશોમાં સીક્યોરિટીઝ બજારોનાં અસરકારક વિકાસ માટે શરતો ઊભી કરવાનો છે. તે બંને દેશો વચ્ચે માહિતી વહેંચણી માળખું મજબૂત કરવામાં પણ પ્રદાન કરશે. સેબી અને ઇરાનનાં એસઇઓનો વિદેશી પારસ્પરિક સહકાર અને નિયમનકારી પ્રવૃત્તિઓનાં મૂલ્યમાં સંવર્ધન કરશે તેવી અપેક્ષા છે.

એમઓયુ સેબી અને ઇરાનનાં એસઇઓ વચ્ચે માહિતી વહેંચણીનું માળખું મજબૂત કરવામાં પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.