Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે ભારત અને પોર્ટુગલ વચ્ચે પુનઃ પ્રાપ્ય ઊર્જા પર સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેદ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ભારત અને પોર્ટુગલ વચ્ચે પુનઃ પ્રાપ્ય ઊર્જા પર થયેલા સમજૂતીકરાર (એમઓયુ) માટે કાર્યોત્તર મંજૂરી આપવામાં આવી હતી. આ એમઓયુ પર 6 જાન્યુઆરી, 2017ના રોજ નવી દિલ્હીમાં હસ્તાક્ષર થયા હતા.

આ એમઓયુ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સહકારને મજબૂત કરવામાં મદદરૂપ થશે.

બંને પક્ષનો ઉદ્દેશ પારસ્પરિક લાભદાયક સમાનતા અને આદાનપ્રદાનના આધારે નવી અને પુનઃ પ્રાપ્ય ઊર્જાના મુદ્દે ટેકનિકલ દ્વિપક્ષીય સહકારને પ્રોત્સાહન આપવા સહકારી સંસ્થાકીય સંબંધ સ્થાપિત કરવાનો છે. આ એમઓયુમાં સંયુક્ત કાર્યકારી જૂથની રચનાનો વિચાર કરવામાં આવ્યો છે, જેમાં જ્યારે જરૂર જણાય ત્યારે વૈજ્ઞાનિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો, યુનિવર્સિટીઓ કે અન્ય કોઈ સંસ્થામાંથી સભ્યોને સામેલ કરી શકાય છે.

TR