પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને રવાન્ડા વચ્ચે વ્યાપારી સહયોગ સાધવા અંગેના માળખા માટે પૂર્વવર્તી મંજૂરી આપી દીધી છે. વ્યાપારી સહયોગ માળખા પર 23 જુલાઈ, 2018ના રોજ હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ વ્યાપારી સહયોગ માળખું બંને દેશોની વચ્ચે વ્યાપાર અને આર્થિક સંબંધોને વધુ ગાઢ બનાવવામાં મદદ કરશે.
***
NP/J.Khunt/GP/RP