પીએમઇન્ડિયા
• ભારતીય રેલવે વિસ્તૃત ટેકનિક અને માળખાગત પ્રગતિનાં માધ્યમ થકી આધુનિકીકરણનાં માર્ગે અગ્રેસર
• ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્કિલ ઇન્ડિયા’માં પ્રદાન તથા મોટા પાયે રોજગારીનાં સર્જનમાં સહાયક બનશે
• નવીન ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન અને સ્ટાર્ટ અપ ઇન્ડિયાની પહેલને સમર્થન
• અભ્યાસની નવીન રીતો અને ટેકનોલોજીકલ એપ્લિકેશનોનો ઉપયોગઃ નવીન રીતોનાં ઉપયોગથી ઉચ્ચ સ્તરીય શિક્ષણ અને તાલીમ ઉપલબ્ધ કરાવી શકાશે
• ભારત અત્યાધુનિક ટેકનોલોજી અને કુશળ માનવ શક્તિનાં બળે વૈશ્વિક નેતા સ્વરૂપે બહાર આવશે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે માનવ સંસાધનોમાં કુશળતા અને ક્ષમતા સર્જન કરવા માટે વડોદરામાં દેશની પ્રથમ રાષ્ટ્રીય રેલવે અને પરિવહન વિશ્વવિદ્યાલય (એનઆરટીયુ) સ્થાપિત કરવાની મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનાનો પ્રસ્તુત નવીન વિચાર નવા ભારતની દિશામાં રેલવે અને પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન લાવવામાં મોખરે રહેશે.
આ વિશ્વવિદ્યાલય યુજીસીની નોવો શ્રેણી (વિશ્વવિદ્યાલય તરીકે માન્ય સંસ્થા) ધારા, 2016 અંતર્ગત માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય સ્વરૂપે સ્થાપિત થશે. સરકાર એપ્રિલ, 2018 સુધી તમામ મંજૂરીઓ આપવા તથા જુલાઈ, 2018માં પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.
રેલવે મંત્રાલય કંપની ધારા, 2013ની કલમ 8 અંતર્ગત નફો ન કરતી કંપની બનાવવામાં આવશે, જે પ્રસ્તાવિત વિશ્વવિદ્યાલયની મેનેજમેન્ટ કંપની હશે. કંપની વિશ્વવિદ્યાલયને નાણાકીય અને માળખાગત સંબંધિત પીઠબળ પ્રદાન કરશે તથા વિશ્વવિદ્યાલયનાં કુલપતિ (ચાન્સેલર) અને ઉપકુલાધિપતિ (પ્રો-ચાન્સેલર)ની નિમણૂક કરશે. વ્યાવસાયિક લોકો અને શિક્ષાવિદો ધરાવતું મેનેજમેન્ટ બોર્ડ મેનેજમેન્ટ કંપનીથી સ્વતંત્ર હશે તથા તેને પોતાની તમામ અકાદમિક અને વહીવટી જવાબદારીઓ અદા કરવાની સ્વાયતત્તા હશે.
વડોદરા સ્થિત ભારતીય રેલવેની રાષ્ટ્રીય અકાદમી (એનએઆઈઆર)ની હાલની જમીન અને માળખાનો ઉપયોગ કરવામાં આવશે તથા વિશ્વવિદ્યાલયનાં ઉદ્દેશ માટે તેમાં જરૂરી સંશોધન કરવામાં આવશે. આ પૂર્ણકાલિન સંસ્થા હશે અને તેમાં 3,000 પૂર્ણકાલિન વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. નવા વિશ્વવિદ્યાલય/નવી સંસ્થાનું ફંડિંગ સંપૂર્ણપણે રેલવે મંત્રાલય કરશે.
આ વિશ્વવિદ્યાલય ભારતીય રેલવેને આધુનિકીકરણનાં માર્ગે લઈ જશે તથા ઉત્પાદકતા વધારી અને ‘મેક ઇન ઇન્ડિયા’ને પ્રોત્સાહન આપીને પરિવહન ક્ષેત્રમાં ભારતને વૈશ્વિક લીડર બનાવવામાં સહાયક બનશે. વિશ્વવિદ્યાલય કુશળ માનવ શક્તિ સંસાધન પૂરું પાડશે અને ભારતીય રેલવેમાં શ્રેષ્ઠ સુરક્ષા, ગતિ અને સેવા પ્રદાન કરવા માટે અત્યાધુનિક ટેકનોલોજીનો લાભ ઉઠાવશે. વિશ્વવિદ્યાલય ટેકનોલોજીને સક્રિય કરીને તથા ટેકનોલોજી પ્રદાન કરીને ‘સ્ટાર્ટ અપ ઇન્ડિયા’ તથા ‘સ્કિલ ઇન્ડિયા’ને સમર્થન આપશે તેમજ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપવાની સાથે સાથે મોટા પાયે રોજગારીની તકો પ્રદાન કરશે. તેનાથી રેલવે અને પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન થશે તથા લોકો અને વસ્તુઓની અવરજવર ઝડપથી થશે. ભારત વૈશ્વિક ભાગીદારી અને અત્યાધુનિક ટેકનોલોજીનાં માધ્યમથી કુશળતાનું વૈશ્વિક કેન્દ્ર ઝડપથી બનશે.
વિશ્વવિદ્યાલયની યોજના અભ્યાસની નવી રીતો અને ટેકનોલોજી એપ્લિકેશન્સ (સેટેલાઇટ આધારિત ટ્રેકિંગ, રેડિયો ફ્રીક્વન્સીની ઓળખ તથા કૃત્રિમ જાસૂસ) અપનાવવાની છે, જેથી ઓન-જોબ કામગીરીનું પ્રદર્શન અને ઉત્પાદકતામાં સુધારો થઈ શકશે. ભારતીય રેલવેની સાથે ગાઢ સહયોગ સાથે હિતધારકોની રેલવે સુવિધાઓ સુધી પહોંચ સુનિશ્ચિત થશે. આ ‘લાઇવ લેબ’ સ્વરૂપે કામ કરશે અને વાસ્તવિક જીવનની સમસ્યાઓનું સમાધાન કરવામાં સક્ષમ બનશે. વિશ્વવિદ્યાલયની અત્યાધુનિક નવીન ટેકનોલોજીની ઉચ્ચ ગતિ ટ્રેન પ્રદર્શિત કરનાર ‘ઉત્કૃષ્ટતા કેન્દ્ર’ બનશે.
પૃષ્ઠભૂમિ
માનનીય પ્રધાનમંત્રીએ ઓક્ટોબર, 2016માં વડોદરામાં રેલવે વિશ્વવિદ્યાલયની સ્થાપના અંગે કહ્યું હતું કે, ભારત સરકારે અતિ મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેની અસર આગામી સદી સુધી અનુભવાશે અને આ નિર્ણય વડોદરામાં ભારતની પ્રથમ રેલવે વિશ્વવિદ્યાલય બનાવવાનો છે.
ભારતીય રેલવે ઊંચી ઝડપ ધરાવતી ટ્રેનો (બુલેટ ટ્રેન), માળખાગત સુવિધાનું વિસ્તૃત આધુનિકીકરણ, ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર, સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરવા જેવી મહત્ત્વાકાંક્ષી યોજનાઓને પૂર્ણ કરવાની દિશામાં દોટ મૂકવા તૈયાર છે. ભારતમાં પરિવહન ક્ષેત્રમાં અનપેક્ષિત વૃદ્ધિ, યોગ્ય માનવ શક્તિમાં વધતી જરૂરિયાત અને કૌશલ્ય તથા ક્ષમતા જેવા પ્રેરક ઉપાયોથી વિશ્વ સ્તરનાં તાલીમ કેન્દ્રની જરૂરિયાત અનુભવવામાં આવી છે.
GP