પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ (ટીડીબી), ભારત સરકારપના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ અને ફ્રાન્સની પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ બેંક બીપીઆઇ ફ્રાન્સ વચ્ચે સહકાર પર થયેલા સમજૂતી કરાર (એમઓયુ)ને મંજૂરી આપવામાં આવી હતી.
આ સમજૂતી શ્રેષ્ઠ કામગીરીના આદાન-પ્રદાનને તથા ભારત અને ફ્રાન્સ વચ્ચે કંપનીઓ, સમૂહો અને સંસ્થાઓ વચ્ચે જોડાણ મારફતે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં ટેકનોલોજીકલ આદાન-પ્રદાનને વેગ આપવા સંકલિત પગલાં સ્થાપિત કરશે.
આ સમજૂતીનો ઉદ્દેશ ટેકનોલોજી ડેવલપમેન્ટ બોર્ડ અને બીપીઆઇ ફ્રાન્સ મારફતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરીઓના આદાન-પ્રદાન સાથે સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવાનો છે.