Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સરકારી વહીવટ અને શાસન સુધારાના ક્ષેત્રમાં સહકાર પર ભારત અને પોર્ટુગલ વચ્ચે સમજૂતીકરાર (એમઓયુ)ને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે ભારત સરકારના કર્મચારી, સરકારી ફરિયાદો અને પેન્શન મંત્રાલયના વહીવટી સુધારા અને સરકારી ફરિયાદોના વિભાગ અને પ્રજાસત્તાક પોર્ટુગલની સરકારના પ્રેસિડેન્સી અને એડમિનિસ્ટ્રેટિવ મોડર્નાઇઝેશન મંત્રાલય વચ્ચે ‘જાહેર વહીવટ અને સરકારી સુધારા’ના ક્ષેત્ર માટે થયેલા સમજૂતીકરાર (એમઓયુ) પર થયેલા હસ્તાક્ષરને મંજૂરી આપી છે.

 

આ એમઓયુ સરકારી સેવાના વ્યવસ્થાપનના ક્ષેત્રમાં કાર્યશૈલી ઝડપથી બદલવા તથા ભારતીય સરકારી સેવા પ્રદાન વ્યવસ્થામાં કેટલીક શ્રેષ્ઠ પદ્ધતિઓ અને પ્રક્રિયાઓ પુનરાવર્તિત કરવા, સ્વીકારવા અને નવીનતા લાવવા પોર્ટુગલ સાથે ગ્રાહકલક્ષી સરકારી સેવાના પ્રદાનની વ્યવસ્થાને સમજવામાં મદદરૂપ થશે, જે ભારતમાં સરકારી સેવા પ્રદાન કરવામાં સુધારા તરફ દોરી જશે.

 

આ એમઓયુ હેઠળ સહકારના ક્ષેત્રોમાં નીચેની બાબતો સામેલ હોઈ શકે છે, પણ મર્યાદિત નહીં હોયઃ

(a) સરકારની ડિજિટલ કાયાપલટ

(b) વહીવટી વ્યવસ્થાનું સરળીકરણ અને પ્રક્રિયાનું રિ-એન્જિનીયરિંગ

(c) સરકારી સેવાની ડિલિવરી

(d) કર્મચારીની ક્ષમતાનું નિર્માણ અને વિકાસ

(e) સરકારી વહીવટમાં સુશાસનની પદ્ધતિઓની વહેંચણી

(f) સરકારી ફરિયાદ નિવારણ વ્યવસ્થા

 

એમઓયુના સહકારના સ્વરૂપમાં નીચેની બાબતો સામેલ હશે: 

(a) સહકાર અને જોડાણના સંબંધમાં ચાલુ ચર્ચા માટે વરિષ્ઠ સલાહકાર સંસ્થાની રચના અને કાર્યસત્રોનું આયોજન ; 

(b) જાણકારી અને અનુભવોનું આદાનપ્રદાન તથા ઉપરોક્ત ઉલ્લેખિત ક્ષેત્રોમાં ચર્ચાવિચારણાનું આયોજન, મૂળ સ્થાને અને ઓનલાઇન; 

(c) સરકારી વહીવટ અને શાસન સુધારણા સાથે સંબંધિત ઇવેન્ટમાં આમંત્રણોનું આદાનપ્રદાન તથા આ ક્ષેત્રમાં નિષ્ણાતોનું આદાનપ્રદાન; 

(d) સરકારી વહીવટ અને શાસન સંબંધિત સુધારા સાથે સંબંધિત પ્રકાશનો, અહેવાલો અને વિવિધ સરકારી સામગ્રીઓનું આદાનપ્રદાન, જે બંને પક્ષો દ્વારા પ્રકાશિત થાય છે; 

(e) કાર્યશાળાઓ, સેમિનાર અને સમારંભો મારફતે અભ્યાસ મુલાકાતો અને માહિતીની વહેંચણીની સુવિધા; 

(f) સરકારી વહીવટ અને શાસન સુધારણાના ક્ષેત્રમાં પારસ્પરિક હિતના સરકાર અને જોડાણના અન્ય કોઈ પણ સ્વરૂપો તથા હસ્તાક્ષરકર્તાઓ દ્વારા સંયુક્તપણે લેવાયેલા નિર્ણયો.

સરકારી વહીવટ અને શાસન સુધારણા પર સંયુક્ત કાર્યકારી જૂથ એમઓયુના અમલીકરણ માટે જવાબદાર હશે.

પૃષ્ઠભૂમિ

નાગરિક-કેન્દ્રીત સેવાઓની જોગવાઈ અસરકારક સરકારી વહીવટી વ્યવસ્થાનો પાયો છે. તે શાસનમાં પારદર્શકતા અને જવાબદારી તરફ દોરી જાય છે તથા સમાન વૃદ્ધિને વેગ આપે છે.

 

ભારત સરકારે સમગ્ર દેશમાં સરકારી સેવાઓની ઓનલાઇન ડિલિવરીમાં ઝડપથી આગેકૂચ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. તેનો ઉદ્દેશ સરકારી વહીવટી વ્યવસ્થા, સરકારી ફરિયાદ નિવારણ વ્યવસ્થા, ઇ-ગવર્નન્સમાં પ્રગતિ, ડિજિટલ ઇન્ડિયા વગેરેમાં સુધારાના સરકારના પ્રયાસોને સઘન બનાવવાનો છે, જેથી ઇ-ગવર્નન્સ આધારિત નાગરિક કેન્દ્રીત એન્ડ-ટૂ-એન્ડ ઓનલાઇન સેવાઓ મારફતે ‘લઘુતમ સરકાર, મહત્તમ શાસન’ના લક્ષ્યાંક ઝડપથી હાંસલ થઈ શકે.

 

સુશાસન અને વહીવટી સુધારામાં પહેલો માટે આંતરરાષ્ટ્રીય જોડાણો કરવાના પોતાના પ્રયાસોના ભાગરૂપે ડીએઆરપીજીએ અત્યાર સુધી ચીન, મલેશિયા, સિંગાપોર, ફ્રાંસ અને બ્રિટન સાથે દ્વિપક્ષીય એમઓયુ તથા બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા સાથે ત્રિપક્ષીય એમઓયુ કર્યા છે. ચીન અને સિંગાપોર સાથે એમઓયુ વિદેશ મંત્રાલયની સલાહ હેઠળ નવેસરથી કરવાની વિચારણા ચાલી રહી છે. પોર્ટુગલ સાથે તાજેતરમાં થયેલા એમઓયુ એ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.

 

AP/J.Khunt/TR/GP