Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સાગરમાલા ડેવલપમેન્ટ કંપનીની રચનાને મંજૂરી આપી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્નીય મંત્રીમંડળે કંપની કાયદા, 2013 સાગરમાલા ડેવલપમેન્ટ કંપની (એસડીસી)ની રચનાને મંજૂરી આપી છે. એસડીસી જહાજ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ રહેશે. તે પ્રોજેક્ટના સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ (એસપીવી)ને ઇક્વિટી સમર્થન પ્રદાન કરશે અને સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બાકીના પ્રોજેક્ટને ભંડોળ આપશે. એસડીસીની રચના કંપની કાયદા, 2013 હેઠળ થશે, જેની પ્રાથમિક અધિકૃત શેર મૂડી રૂ.1,000 કરોડ હશે અને સબસ્ક્રાઇબ શેર મૂડી રૂ. 90 કરોડ હશે.

ઓળખ કરાયેલા પ્રોજેક્ટ્સનો અમલ પ્રસ્તુત પોર્ટ, રાજ્ય સરકારો/મેરિટાઇમ બોર્ડ, કેન્દ્ર સરકારના મંત્રાલયો મુખ્યત્વે ખાનગી કે પીપીપી (સરકારી-ખાનગી ભાગીદારી)ના મોડલ મારફતે ધરશે, પોર્ટ/રાજ્ય સરકાર/કેન્દ્ર સરકારના મંત્રાલયો દ્વારા સ્થાપિત સ્પેશ્યલ પર્પઝ વ્હિકલ્સ (એસપીવી) માટે ઇક્વિટી સપોર્ટ પ્રદાન કરશે અને/અથવા અન્ય કોઈ માર્ગ/પદ્ધતિ દ્વારા ફંડ પ્રદાન ન કરી શકાય તેવા બાકીના પ્રોજેક્ટનો અમલ કરશે.

એસડીસી પોર્ટ સંચાલિત વિકાસ પ્રોજેક્ટ્સની ઓળખ કરશે અને પ્રોજેક્ટ વિકાસ તથા માળખાગત પ્રવૃત્તિઓમાં પ્રોજેક્ટ એસપીવીમાં સહાય કરશે, ખાનગી ક્ષેત્રની ભાગીદારી માટે બિડિંગ પ્રક્રિયા હાથ ધરશે, વિવિધ રાજ્યો/પ્રદેશોમાં વ્યૂહાત્મક પ્રોજેક્ટ માટે જોખમનું વ્યવસ્થાપન કરવા ઉચિત પગલા લેશે તથા પર્યાપ્ત મંજૂરીઓ મેળવશે.

જ્યારે ઓળખ કરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ જુદી જુદી એજન્સી દ્વારા હાથ ધરવામાં આવશે, ત્યારે એસડીસી અત્યારે ઓળખ કરાયેલા તમામ પ્રોજેકટ તેમજ માસ્ટર પ્લાન કે અન્ય સ્ત્રોતોમાંથી બહાર આવેલા અન્ય પ્રોજેક્ટ્સના સંકલન અને નિરીક્ષણ માટે નોડલ એજન્સી તરીકે પણ કામ કરશે.

એનપીપીના ભાગરૂપે ઓળખવામાં આવેલા કોસ્ટલ ઇકોનોમિક ઝોન્સ (સીઇઝેડ) માટે એસડીસી વિસ્તૃત માસ્ટર પ્લાન્સ તૈયાર કરશે અને ભારતીય દરિયાઈ ક્ષેત્રનો સંકલિત વિકાસ સુનિશ્ચિત કરવા માળખું પ્રદાન કરશે.

સાગરમાલા પ્રોગ્રામના દરિયાઈ સમુદાય વિકાસના ઉદ્દેશના ભાગરૂપે જહાજ મંત્રાલયે અનેક પહેલ/પ્રોજેક્ટ હાથ ધર્યા છે. તેમાં જાણીતા પ્રોજેક્ટ દરિયાઈ સમુદાય કૌશલ્ય સંવર્ધન પ્રોજેક્ટ્સ અને દરિયાઈ માછીમારી ક્ષેત્રના વિકાસ માટેના પ્રોજેક્ટ્સ સામેલ છે.

કૌશલ્ય વિકાસ પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં આવ્યા હતા, જેમાં દરિયાઈ જિલ્લામાં કુશળતાની ખામી દૂર કરવાના વિશ્લેષણનો અભ્યાસ/બંદરો અને દરિયાઈ ક્ષેત્રમાં કૌશલ્યની અત્યાધુનિક તાલીમ, જહાજ તોડવાના અને રિપેર ક્ષેત્રમાં સલામતીની તાલીમ, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્ય યોજના (ડીડીયુ-જીકેવાય)ના ભાગરૂપે દરિયાઈ જિલ્લાઓમાં કૌશલ્ય તાલીમ તથા દરિયાઈ માછીમારોમાં કૌશલ્ય વિકસાવવાના પ્રોજેક્ટ સામેલ છે.

પશુ સંવર્ધન, ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉછેર (કૃષિ મંત્રાલય) સાથે જોડાણમાં જહાજ મંત્રાલય સાગરમાલા પ્રોગ્રામ હેઠળ પસંદ થયેલ માછીમારી બંદર પ્રોજેક્ટને આંશિક ભંડોળ પ્રદાન કરશે. જ્યારે પ્રોજેક્ટ પસંદ કરવામાં આવશે, ત્યારે પૂર્ણ થવાની નજીક હોય તેવા પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવશે. જહાજ મંત્રાલય પણ કેન્દ્ર/રાજ્ય સરકારની હાલની યોજનાઓ સાથે ભાગીદારીમાં દરિયાઈ સમુદાય વિકાસ યોજના તૈયાર કરી રહ્યું છે.

એસડીસીને સુપરત કરવામાં આવેલી એક મહત્ત્વપૂર્ણ કામગીરી સાગરમાલા પ્રોગ્રામ હેઠળ દરિયાઈ સમુદાય વિકાસ યોજનાનું વ્યવસ્થાપન કરવાની અને ઓળખ કરવામાં આવેલા દરિયાઈ સમુદાય વિકાસ પ્રોજેકટ્સને ભંડોળ પ્રદાન કરવાની છે. પ્રોજેક્ટ્સ ચોક્કસ સમયબદ્ધ સ્થાનિક દરમિયાનગીરી અને નવીન ગણવામાં આવશે.

એસડીસી પ્રોજેક્ટની જરૂરિયાત અનુસાર ડેટ/ઇક્વિટી (લાંબા ગાળાની મૂડી સ્વરૂપે) /ભારત સરકાર દ્વારા પ્રદાન કરવામાં આવતા સંસાધનોનો ઉપયોગ કરીને તથા બહુપક્ષીય અને દ્વિપક્ષીય ભંડોળ એજન્સીઓ પાસેથી ભંડોળ ઊભું કરશે. એસડીસીનો ઉદ્દેશ પ્રોજેક્ટ વિકાસમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીની શક્યતા વધારવાનો પણ હશે.

પૃષ્ઠભૂમિ:

સાગરમાલા પ્રોગ્રામ 25 માર્ચ, 2015ના રોજ કેન્દ્નીય મંત્રીમંડળની મંજૂરી સાથે શરૂ કરવામાં આવ્યો હતો, જેનો વિસ્તૃત ઉદ્દેશ ભારતમાં પોર્ટ (બંદર) આધારિત આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે. ભારતના 7,500 કિલોમીટર લાંબા દરિયાકિનારા, 14,500 કિલોમીટરના સંભવિત નૌકાગમ્ય જળમાર્ગો અને મુખ્ય આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર વ્યૂહાત્મક સ્થાનનો લાભ લેવા સરકારે મહત્ત્વાકાંક્ષી સાગરમાલા પ્રોગ્રામ શરૂ કર્યો છે, જેને 25મી માર્ચ, 2015ના રોજ કેન્દ્નીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી.

આ પ્રોગ્રામના ભાગરૂપે દરિયાકિનારા અને દરિયાઈ ક્ષેત્રના વિસ્તૃત વિકાસ માટે નેશનલ પર્સ્પેક્ટિવ પ્લાન (એનપીપી-રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના) તૈયાર કરવામાં આવી છે. એનપીપીએ બંદરના આધુનિકરણ અને નવા બંદરના વિકાસ, વિવિધ બંદર વચ્ચે જોડાણ વધારવા, બંદર આધારિત ઔદ્યોગિકરણ અને દરિયાઈ સમુદાયના વિકાસના ક્ષેત્રોમાં 150થી વધારે પ્રોજેક્ટની ઓળખ કરી છે.

TR