પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકે નીચેની બાબતોમાં સેવાનિવૃત્તિની વય વધારવા માટે કાર્યોત્તર મંજૂરી આપી છે
(i) સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ અને અસમ રાઇફલ્સનાં જનરલ ડ્યુટી મેડિકલ ઓફિસર્સની સેવાનિવૃત્તિની વય 60 વર્ષથી વધારીને 65 વર્ષ અને
(ii) ગૃહ મંત્રાલયનાં નેજાં હેઠળ કાર્યરત સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ અને અસમ રાઇફલ્સનાં સ્પેશ્યાલિસ્ટ મેડિકલ ઓફિસરની સેવાનિવૃત્તિની વય 60થી વધારીને 65 કરવી.
તે સ્પેશ્યાલિસ્ટ અને જનરલ ડ્યુટી મેડિકલ કેડરમાં અધિકારીઓને જાળવવામાં મદદ કરશે, જેથી દર્દીની વધારે સારી સારસંભાળ લેવામાં, મેડિકલ કોલેજોમાં યોગ્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં તેમજ હેલ્થકેર સેવાઓ પ્રદાન કરવા માટે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય કાર્યક્રમોનાં અસરકારક અમલીકરણમાં મદદ મળશે.
AP/J.Khunt/GP