Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મંત્રીમંડળે સ્વાસ્થ્ય અને ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં ભારત અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે સહયોગ માટે સમજૂતી કરારને મંજૂરી આપી દીધી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રિમંડળે સ્વાસ્થ્યની દેખરેખ અને ચિકિત્સા વિજ્ઞાનના ક્ષેત્રમાં સહયોગ પર ભારત અને પાપુઆ ન્યૂ ગિની વચ્ચે સમજૂતી કરાર (એમઓયૂ) પર હસ્તાક્ષર કરવા મંજૂરી આપી દીધી છે.

દ્વિપક્ષીય એમઓયૂથી સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સંયુક્ત પહેલના માધ્યમથી ભારતના સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલય તથા પાપુઆ ન્યૂ ગિનીના સ્વાસ્થ્ય અને એચઆઈવી/એઈડ્સ મંત્રાલય વચ્ચે સહયોગ વધશે. આનાથી ભારત અને પાપુઆ ન્યૂ ગિનીની વચ્ચે દ્વિપરક્ષીય સંબંધો મજબૂત થશે.

AP/J.khunt/GP