પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત મંત્રીમંડળની બેઠકમાં ભારત અને ઇરાન વચ્ચે સ્વાસ્થ્ય અને ઔષધિનાં ક્ષેત્રમાં સહયોગ સ્થાપિત કરવા માટે અગાઉથી થયેલ સમજૂતીકરારને મંજૂરી આપવામાં આવી હતી. ઈરાનનાં રાષ્ટ્રપતિનાં ભારત આગમન દરમિયાન 17 ફેબ્રુઆરી, 2018નાં રોજ સમજૂતીકરારો પર હસ્તાક્ષર થયાં હતાં.
આ સમજૂતીકરારોથી બંને દેશો વચ્ચે સહયોગને પ્રોત્સાહન મળશે અને બંને દેશોનાં દ્વિપક્ષીય સંબંધ મજબૂત થશે.
સમજૂતીકરારનાં કાર્યક્ષેત્રમાં નીચેનાં સહયોગનાં ક્ષેત્રો સામેલ છેઃ
આ સમજૂતીકરારનો અમલ અને સહયોગનાં વિવરણ તેમજ સ્પષ્ટતા માટે એક કાર્યસમૂહ સ્થાપિત કરવામાં આવશે.
RP