પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષપદે મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટે માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝીઝ (MSEs)ને સહાય માટે ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટ ફંડ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝીઝ (CGTMSE)ની રચના માટે મંજૂરી આપી દીધી છે.
આ દરખાસ્તમાં નીચે દર્શાવેલી બાબતોનો સમાવેશ થાય છેઃ
આ પગલાઓને કારણે નીચે મુજબના લાભ થશેઃ
અ. ભંડોળનું ટકાઉપણું વધશે.
બ. ટ્રસ્ટ મોટી સંખ્યામાં માઈક્રો અને નાના કદના એકમોને ક્રેડિટ ગેરંટી યોજનાનો લાભ આપી શકશે.
ક. ફાયનાન્સિયલ મેનેજમેન્ટમાં સુધારો થશે અને
ડ. ભંડોળ નહીં મેળવતા એકમોની સંખ્યા મર્યાદિત રહેશે.
આ ભંડોળ એકત્ર કરીને માઈક્રો અને નાના કદના એકમો તરફના ધિરાણના પ્રવાહમાં વધારો થશે. તેનાથી ઉત્પાદન અને રોજગારીમાં વધારો થશે અને એ દ્વારા વાજબીપણા અને અધિવ્યાપરકતાને પ્રોત્સાહન મળશે.
આ યોજના હેઠળ કોલેટરલ અને થર્ડ-પાર્ટી ગેરંટી વગર ધિરાણ ઉપલબ્ધ થવાથી સ્ટાર્ટ-અપ્સને ઈનોવેશન અને નવા વિચારો આધારિત એકમો સ્થાપવામાં પ્રોત્સાહન મળશે.
આ ભંડોળનું સમગ્ર સંચાલન ઓનલાઈન રહેશે અને આ પધ્ધતિને કારણે જાહેર જવાબદેહિતાની ખાત્રી રહેશે.
AP/TR/GP