Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

માયગવના બે વર્ષ નિમિત્તે ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ

માયગવના બે વર્ષ નિમિત્તે ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ

માયગવના બે વર્ષ નિમિત્તે ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રીના સંવાદનો મૂળપાઠ


ત્રણ અલગ અલગ સવાલ અલગ અલગ રીતે આવ્યા છે. હું સૌથી પહેલા તો માયગવની સાથે સક્રિય રીતે જોડાવા માટે દેશવાસીઓને અને તમને સહુને હ્દયથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, ધન્યવાદ કરું છું. આપણા દેશમાં લોકશાહીનો એક સરળ અર્થ એ થઇ ગયો છે કે એક વખત વોટ આપી દો અને પછી પાંચ વર્ષ સુધી તેમને કોન્ટ્રાક્ટ આપી દો કે બસ આ તમને આપ્યું અને હવે તમારી જવાબદારી છે તમામ સમસ્યાઓનું સમાધાન કરી દેવાય અને પાંચ વર્ષમાં અમુક ઘટાડો થયો તો ફરીથી વોટ આપીને બીજો કોન્ટ્રાક્ટર શોધી લઇશું અને તેમને કહીશું કે જુઓ તેણે નહોતું કર્યું તમે કરી દો ફક્ત વોટ આપીને સરકાર પસંદ કરવી, લોકશાહી ત્યાં જ સિમિત થઇ જાય છે, તો લોકશાહીની જે સ્પીરિટ છે તે ક્યારેય સિદ્ધ થઇ શકતી નથી અને એટલા માટે પાર્ટી સ્પિટરી ડેમોક્રેસી જનભાગીદારીવાળું લોકતંત્ર એ સૌથી મોટા ભારત જેવા વિશાળ દેશમાં જરૂરિયાત છે. ટેક્નોલોજીના કારણે એ સહજ સંભવ થયું છે. આજે જે સ્વચ્છ ભારત અભિયાન ચાલી રહ્યું છે તે જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ છે. લોકો પોતાની જાતે જ સંગઠન નેતા તમામ લોકો કંઇને કંઇ કરવાનો પ્રયાસ કરે છે. તમારો સવાલ હતો ગુડ ગર્વનસ, આપણા દેશમાં માનવામાં આવ્યું છે ગુડ ગર્વનસ એ ખરાબ રાજકારણ છે. આ સાચું છે મોટાભાગે રાજકારણમાં ચૂંટણી જીત્યા બાદ સરકારોને એ વાત પર ધ્યાન રહે છે કે તે આગામી ચૂંટણી કેવી રીતે જીતે અને એટલા માટે તેમની યોજનાઓની પ્રાથમિકતા તે વાત પર જ રહે છે કે ભાઇ પોતાનો જનાધાર કેવી રીતે વધારીએ અને વધારે વોટ મેળવવાના રસ્તા શોધીએ અને તેના કારણે જે ઉદ્દેશ્યથી કામ થાય છે તે અમુક ડગલા પર જઇને ફસકી પડે છે.

તમે જે વિચાર્યું, સમજ્યું, નિર્ણય કર્યો, નાણા રોક્યા, જો તે એના લાભાર્થી સુધી ન પહોંચે તો તમે જે યોજના બનાવી છે, તે યોજનાનો કોઇ લાભ નથી મળતો, તો અમુક દિવસ માટે તો વાહ વાહી થાય છે કે સરકારે સારો નિર્ણય કર્યો એડિટોરિયલ પણ લખાશે , ન્યૂઝની હેડલાઇન પણ બનશે પરંતુ જો આપણે ગુડ ગર્વનસ પર ભાર નહીં આપીએ તો સામાન્ય માનવના જીવનમાં ફેરફાર આવશે નહીં. માની લો કે સરકારી ખજાનાથી પૈસા ખર્ચ કરીને એક ખૂબ જ સારી હોસ્પિટલ બનાવી દીધી, ખૂબ જ સારી ઇમારત બનાવી દીધી, ઉત્તમથી ઉત્તમ સાધન ત્યાં લગાવાશે, સાધન લવાશે, ટેક્નોલોજી લાવવામાં આવી પરંતુ ત્યાં જે દર્દી આવે છે જો તે દર્દીને તેનો લાભ મળતો નથી, એક રૂમમાંથી બીજા રૂમમાં તેને ભટકવું પડે છે, ઇમરજન્સીનો દર્દી આવ્યો તો કોઇ તેની સારવાર કરનારું નથી, તો આટલો વિકાસ થયા બાદ પણ, આટલા નાણા ખર્ચ્યા બાદ પણ, આટલી સારી હોસ્પિટલ બનાવ્યા બાદ પણ કામકાજના અનુભવની ઉણપના કારણે અબજો ખર્વો રૂપિયા બેકાર જાય છે અને એટલા માટે ડેવલોપમેન્ટ અને ગુડ ગર્વનસ આ બંનેને સમતુલિત સંબંધ હોવો જરૂરી છે. ત્યારે જઇને સામાન્ય માનવને લાભ પહોંચે છે. ગુડ ગર્વનસ આપણા દેશમાં એક દુર્ભાગ્ય છે અમુક ઓપિનિયન મેકર પંચાયતમાં કઈ થાય તો પણ પ્રધાનમંત્રીને પૂછશે, નગર પંચાયતમાં થાય તો પણ પ્રધાનમંત્રીને પૂછશે, જિલ્લા પરિષદમાં થાય તો પણ પ્રધાનમંત્રી પાસેથી જવાબ માગશે, નગરપાલિકામાં થાય તો પણ પ્રધાનમંત્રી જવાબ આપે, મહાનગર પાલિકામાં થાય તો પણ પ્રધાનમંત્રી જવાબ આપે, રાજ્યમાં થાય તો પણ પ્રધાનમંત્રી જવાબ આપે, પોલિટિકલી તો આ ઠીક છે, ટીઆરપી માટે લાભદાયી હશે કદાચ. હવે પ્રધાનમંત્રીને તકલીફ થાય તે કોઇ ખરાબ બાબત નથી. લોકશાહીમાં હોવી પણ જોઇએ અને મારા જેવાને તો વધારે થવી જોઇએ. પરંતુ તેનું દુષ્પ્રણામ એ થાય છે કે પંચાયત પોતાની જવાબદારીનો અનુભવ કરતી નથી, નગર પંચાયતને લાગે છે કે આ મારી જવાબદારી નથી, નગરપાલિકાને લાગે છે કે મારી નથી, મહાનગર પાલિકાને લાગે છે કે મારી નથી, રાજ્યોને લાગે છે કે મારી નથી અને તેના કારણે ગવર્નન્સને ખૂબ જ મોટું નુકસાન થાય છે. ગુડ ગર્વનસ માટે પહેલી જરૂરિયાત છે જે જે લોકોની જવાબદારી છે તેમાંથી તે જવાબદારીનો હિસાબ માગવો જોઇએ, ન નીચે હિસાબ માગવો જોઇએ કે ન ઉપર હિસાબ માગવો જોઇએ, આ સીધે સીધો તેની પાસેથી જ માગવો જોઇએ ત્યારે સુધારો થશે, સુધારો ત્યારે થશે અને એટલા માટે ગુડ ગર્વનસ એન્ડ પીપલ અવેરનેસ ઓપિનિયન મેકર આ ખૂબ જ આવશ્યક છે કે જેની જવાબદારી હોય તેની જવાબદારી હોય. આ એક ખૂબ જ અનિવાર્ય છે, બીજું ગુડ ગર્વનસમાં મારો મત છે ક્યારેક ક્યારેક સમસ્યાઓના મૂળમાં સરકારો પોતે જ હોય છે. હું જાણું છું કે હું જે બોલી રહ્યો છું તેના કારણે શું – શું થયું છે. સરકાર ગમે એટલી ચાલી જાય તેટલી જ જનતા સામર્થ્યવાન બનશે અને જનતા રાષ્ટ્રને જે જોઇએ તે આપી શકે છે સરકારે દરેક જગ્યા પર આડું આવવાની જરૂર નથી પરંતુ અંગ્રેજોના જમાનાથી આ આદત બનેલી છે. તેને બદલવી મુશ્કેલ કામ હોવા છતાં પણ ગુડ ગર્વનસ માટે આ ફેરફાર જરૂરી છે. સરકારોએ પોતાને બદલવી પડશે. અડચણ પેદા કરે જનતાને વારંવાર આપણી પાસે આવવું પડે. આપણી પાસેથી હિસાબ માગવો પડે એવી સ્થિતિ કેમ થવી જોઇએ. હવે તમે સામાન્ય બાબત છે કે ઝેરોક્ષને જમાનો થયો ટેક્નોલોજી આવ્યાને. પરંતુ તેમ છતાં પણ આપણે સર્ટિફિકેટ એટેસ્ટ કરાવવા માટે તેને આગ્રહ કરતા હતા કે કોર્પોરેટરની સહી લઇને આવો. એમ.એલ.એની સહી લઇને આવો, એમ.પીની સહી લઇને આવો, મામલતદારની સહી લઇને આવો. તે બિચારો સહી લેવા માટે ફરતો રહેતો હતો. અમે આવીને નિર્ણય કર્યો કે જનતા પર ભરોસો કરો ને, ઝેરોક્ષ મશીન છે તે ઝેરોક્ષ મોકલી શકે છે જ્યારે ફાઇનલ નોકરી મળશે ત્યારે ઓરિજીનલ સર્ટિફિકેટ દર્શાવી દેશે. બંને ચેક કરી લેજો. ગુડ ગર્વનસમાં કામગીરી ઓછી થાય, સામાન્ય નાગરિકને કોઇ પણ પ્રકારની વસ્તુ આસાનીથી ખબર પડી જાય એ અમે સહજ રૂપથી ડેવલપ કરવાના પક્ષમાં છીએ. આ સારું છે કે ભારત સરકારને તત્કાલ નગરિકો સાથે પનારો એટલી માત્રામાં નથી પડતો, જેટલો રાજ્યોને પડે છે, જેટલો મહાનગર પાલિકાને પડે છે પરંતુ તેમ છતાં પણ અત્યારે અમે ઇઝ ઓફ ડુઇંગનું અભિયાન ચલાવ્યું રાજ્યોની વચ્ચે સ્પર્ધા કરી. આ તમામ લાયસન્સના ચક્કરોને થોડું ઓછું કરો ભાઇ, સેનસેટાઇઝ કર્યું તેમને સમજાવ્યા અને મને આનંદ છે કે દેશના ઘણા રાજ્યો જેમને ક્યારેક આપણે ડેવલોપ સ્ટેટ નહોતા માનતા તેમણે પણ આ પહેલ કરી અને સારા રાજ્યોએ પણ પહેલ કરી અને ઘણી લાંબી કામગીરીને નાની કરી દીધી. સરળ કરી દીધી અને ટેક્નોલોજી આધારિત કરી દીધી, ગુડ ગર્વનસનો અનુભવ થવા લાગ્યો. સામાન્ય માનવીની જરૂરિયાત છે કે અત્યારે અમે જેમ કે ઇનામ નામની નવી યોજના બનાવી છે ઈમન્ડી. આજે ખેડૂતને કેટલા રૂપિયામાં માલ વેચવો જોઇએ તે કોઇ બીજું નક્કી કરતું હતું. હવે ટેક્નોલોજીના માધ્યમથી ખેડૂતો પોતે જ નક્કી કરશે કે મારે માલ ક્યાં વેચવો છે, કેટલા રૂપિયામાં વેચવો છે. ખેડૂતોને ફાયદો થશે. અને એટલા માટે ગુડ ગર્વનસની એ જરૂરિયાત છે કે બીજું લોકતંત્રમાં એક મોટી તાકાત છે. હું માનું છું તો એ છે ગ્રીવન્સ રીડયસલ સિસ્ટમ, શું સરકાર જનતાનો અવાજ સાંભળે છે, સાંભળે છે તો તેની પર જવાબદારી સાથે પ્રતિસાદ આપે છે, આપણા ગુડ ગર્વનસની જરૂરિયાત છે અને અત્યારે ઘણું બધું કરવાનું છે. સામાન્યથી સામાન્ય નાગરિકની ફરિયાદ, આ સાંભળવાની આ ઉત્તમથી ઉત્તમ વ્યવસ્થા થવી જોઇએ એ ટાઇમ પર નિર્ધારિત સમય મર્યાદા પર તેને તેનો જવાબ મળવો જોઇએ. તેની પરેશાનીઓ છે તો તેમાંથી એને બહાર લાવવા માટે સરકારી વ્યવસ્થાએ તેની આગંળી પકડીને તેની મદદ કરવી જોઇએ, તેને ચૂપ ન કરવો જોઇએ, ગુડ ગર્વનસની દ્રષ્ટિથી એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ અને જેટલી ગ્રીવન્સ રીડયસલ સિસ્ટમ છે હું અત્યારે હાલના સમયમાં દરેક મહિને એક પ્રગતિનો કાર્યક્રમ કરું છું. તમામ સેક્રેટરી, તમામ ચીફ સેક્રેટરી, રાજ્યોની સાથે બેસું છું જનતાની જે બાબતો મારી પાસે આવે છે હું સીધો તેમને જ પૂછું છું, સમસ્યા એક ઉઠાવું છું પરંતુ આખી સિસ્ટમને સંબોધું છું. જો કોઇએ પેન્શન માટે ફરિયાદ કરી છે તો પેન્શનના જેટલા પણ મામલા છે તમામ પર દબાણ કરીને હું કહું છું કે કેમ થયું નથી, કેવી રીતે કરશો. સમય મર્યાદામાં કેવી રીતે કરશો તો ગુડ ગર્વનસ માટે આપણે અમુક પહેલ કરી રહ્યા છીએ. અને મને વિશ્વસા છે કે આપણી ઘણી જ બધી સમસ્યાઓનું સમાધાન ગુડ ગર્વનસથી થયું છે બીજો સવાલ સરકારને જ એક નિવૃત્ત અધિકારીએ પૂછ્યો હતો અને તેમનો સવાલ હતો કે ભારત આજે વિશ્વમાં સૌથી ઝડપી ગતિથી આગળ વધનારી અર્થવ્યવસ્થા છે એ બાબત સાચી છે કે મોટા દેશોમાં ભારત આજે સૌથી ઝડપી ગતિથી આગળ વધનારું અર્થતંત્ર છે. અને તે ફક્ત આપણે આગળ વધી રહ્યા છીએ એવું નથી. બે ભયંકર દુકાળ છતાં પણ આપણા દેશનો ખેતીના અર્થતંત્રમાં ખૂબ જ મોટો ભાગ છે. તેમાં પણ જો સતત બે દુકાળ આવી જાય, આટલું મોટું સકંટ ઉત્પન્ન થઇ શકે છે આપણે સમજી શકીએ છીએ. બીજું સમગ્ર વિશ્વમાં મંદીનો સમય ચાલી રહ્યો છે. રિસેશનનો સમય ચાલી રહ્યો છે. સમગ્ર દુનિયાની ખરીદ શક્તિ ઘણી નીચે આવી ગઇ છે. જ્યારે વિશ્વની અર્થ રચનાનો આ હાલ છે, ભારતની અંદર કૃષિ ક્ષેત્રનું આટલું મોટું દબાણ હોય અને એવી વિકટ પરિસ્થિતિમાં 7.5 ટકાથી વધારે વૃદ્ધિ મેળવવી સવા સૌ કરોડ દેશવાસીઓને હું તે બદલ અભિનંદન પાઠવું છું. તેમનું વંદન કરું છું. આ તેમના પુરુષાર્થનું પરિણામ છે કે આજે દેશ ઝડપી ગતિથી આર્થિક વિકાસ તરફ આગળ વધી રહ્યો છે.

અને એટલા માટે હવે સવાલ એ છે કે આ આર્થિક વિકાસનો બદલાવ કેમ આવે છે. આપણે જાણીએ છીએ કે આપણા પરિવારમાં જો આજે એક વ્યક્તિ કમાય છે અને 20 હજાર રૂપિયા આવે છે તો આપણે પરિવાર કેવી રીતે ચલાવીએ છીએ , તે 20 હજાર રૂપિયામાં પ્રાથમિકતા નક્કી કરીએ છીએ કે ભાઇ શું લાવવું છે. શું નથી લાવવું, કેટલું ખાવું છે, કેટલું નથી ખાવું, શાકભાજી લાવવા છે કે નથી લાવવા , દૂધ લાવવું છે કે નથી લાવવું. બાળકો માટે નવા કપડા લાવવા છે કે નથી લાવવા. તે બધું વિચારીએ છીએ.

પરંતુ પરિવારમાં વધુ એક વ્યક્તિને ક્યાંક રોજગાર મળી જાય અને 10 હજાર રૂપિયા આવક વધુ થઇ જાય તો તરત જ આપણું અર્થતંત્રનું મેનેજમેન્ટ બદલાઇ જાય છે. જેવું પરિવારનું છે એવું જ દેશનું છે.

જો દેશના ખજાનામાં વધુ પૈસા હોય તો વિકાસના કામો વધારે થાય છે. વિકાસના કામ વધે છે, તો વધારે લોકોને રોજગાર મળે છે. જો વધારે પૈસા હશે તો રોડ સારા હશે, દૂર – દૂર સુધી બનશે તો રોડ બનાવનારાઓને કામ મળશે. બનાવનારાઓને કામ મળશે તો પહેલા તે બૂટ નહોતો ખરીદતો હવે તે બૂટ ખરીદશે. પહેલા તે એક સમય જ ભોજન લેતો હતો. હવે બે વખત લેશે. તેના ખિસ્સામાં પૈસા આવ્યા તો પૈસા ખર્ચ કરશે. ખર્ચ કરશે તો પૈસા ફરીથી બજારમાં આવશે, ફરીથી બજારમાં આવશે તો તે અર્થતંત્રને ડ્રાઇવ કરશે અને એટલા માટે સરળ અર્થકારણ છે એના માટે યોજના જોઇએ, એમ નેમ થતું નથી.

એક અમુક નિયમ, અમુક વ્યવસ્થાઓ તે બધા પર જોર આપવું પડે છે પરંતુ કુદરતી સ્ત્રોતનો શ્રેષ્ઠ ઉપયોગ જેટલો વધારે, આપણી પાસે પ્રાકૃતિક સંપત્તિઓ છે. આપણે તેનો જેટલો વધારે ઉપયોગ કરીશું, એટલું જ આપણું અર્થતંત્ર વધશે. આપણે માનવશક્તિનો પણ યોગ્ય ઉપયોગ કરી શકીશું. આપણે ફક્ત યુવા છીએ. આઠસો મિલિયન લોકો 35 વર્ષથી નીચેની ઉંમર ધરાવતા લોકો છે, તેમની પાસેથી કરીશું તો નહીં થાય. આપણે ફોકસ કરીએ કે કોની શું ક્ષમતા છે. ક્યાં ઉપયોગિતા છે. તેને જોડીશું તો અર્થતંત્ર વધશે.

ભારત જેવા દેશ, હજારો વર્ષ જૂની વિરાસત આપણી પાસે છે. જો આપણે પ્રવાસનને પ્રોત્સાહન આપીએ અને સફળતાપૂર્વક આપીએ. દુનિયાભરના પ્રવાસીઓ આવે તો આપણી આ જે, હજારો વર્ષ જૂની વિરાસત છે. તે આપણા અર્થતંત્રમાં ફેરવાઇ જશે, તે આપણા અર્થતંત્રને પ્રોત્સાહન આપશે અને એટલા માટે તાજમહેલમાં રોકાણ કોણે કર્યું હશે.

તે સમયે કદાચ અખબાર પ્રસિદ્ધ થતા હશે તો એડિટોરિયલ પણ આવ્યું હશે કે એક એવો રાજા છે, લોકો ભૂખે મરી રહ્યા છે, તાજમહેલ બનાવી રહ્યો છે. તે સમયે કદાચ ટીવી ચેનલ ચાલતી હોત તો આવ્યું હોત કે મજૂરોનો શું હાલ છે, કેવી રીતે થઇ રહ્યું છે. પરંતુ તે જ તાજમહેલ આજે લાખ્ખો લોકોને રોજગારનું કારણ બન્યો છે. એટલા માટે આપણે કેવી બાબતોનો કેવો ઉપયોગ કરીએ છીએ તેના આધારે નક્કી થાય છે કે આપણે ઇકોનોમીને કેવી રીતે આગળ વધારી શકીએ છીએ. અને આ દેશ માટે જરૂરી છે.

વધારે નથી મિત્રો, 30 વર્ષ. આજે આપણે 8 ટકાથી વધારેની વૃદ્ધિ મેળવી શકીએ છીએ તો દુનિયામાં આજે જે કંઇ પણ ઉત્તમ જોઇએ છીએ તે તમામ તમારા કદમોમાં હોઈ શકે છે. હિન્દુસ્તાનમાં થઇ શકે છે અને આ આપણા બધાનું લક્ષ્ય હોવું જોઇએ. ખેડૂત છે તો પણ. જો બે એકર જમીન છે તો, બેની અઢી નહીં થાય પરંતુ બે એકર જમીનમાં વધારેમાં વધારે ઉત્પાદન કેવી રીતે કરીએ, તેની પર જો હું ભાર આપું તો હું વૃદ્ધિ કરી શકું છું.

આપણે કેટલું વધું, બીજું ભારતના જે ઉત્પાદક છે, તેમણે ગ્લોબલ માર્કેટ તરફ લક્ષ્ય રાખવું જોઉએ. જ્યારે ભારતમાં બનેલી ટ્રેન મેટ્રો ઓસ્ટ્રેલિયામાં એક્સપોર્ટ થાય છે, ભારતમાં બનેલી જાપાની કંપની મારુતિ જ્યારે ભારતમાં કાર બનાવે છે અને જાપાન તેની આયાત કરે છે, તો હિન્દુસ્તાનનું અર્થતંત્ર વધે છે.

આજે આપણે અબજો ખર્વો રૂપિયાની પેટ્રોલિયમ વસ્તુઓ બહારથી લાવીએ છીએ, આપણે સોલર શક્તિ પર ભાર મૂકીએ છીએ. આપણી પોતાની તાકાત પર આપણે આયાત કરવાની સ્થિતિમાં આવ્યા, આપણે ગ્રોથમાં એક નવી બાબત ઉમેરી શકીએ છીએ. ડિફેન્સ માટે અબજો ખર્વો રૂપિયાની વસ્તુઓ આપણે બહારથી લાવવી પડે છે. ભારતના યુવાનો પાસે તે પ્રતિભા છે.

જો આપણે ડિફેન્સના સાધનો બનાવવા માટે ટેક્નોલોજી અહીં લાવીએ, એફડીઆઇ લાવીશું, પરંતુ બનાવીશું અહીં, યુવાનોને પણ રોજગાર મળશે અને આપણને આયાત કરવાની જરૂર રહેશે નહીં. ભારત પોતાની જાતે જ સુરક્ષિત થઇ જશે. તો આપણો આર્થિક વિકાસ ઝડપી થશે, સતત થશે. ઉતાર – ચડાવ , ઉતાર – ચડાવ આવવા જોઇએ નહીં, જો તે આપણે કરવામાં સફળ થઇ ગયા.

30 વર્ષ, 30 વર્ષમાં આજે જે પણ દુનિયામાં ઉત્તમથી ઉત્તમ દેખાય છે તે બધું તમારી આંખોમાં, આંખોની સામે હિન્દુસ્તાનની ધરતી પર હશે. આ મારો વિશ્વાસ છે.

એક ત્રીજો સવાલ હતો મેડમનો આરોગ્ય ક્ષેત્રના સંબંધમાં. તેમની ચિંતા ખૂબ જ સ્વભાવિક છે. આપણે લોકો બાળપણથી સાંભળતા આવ્યા છીએ. ‘હેલ્થ ઇઝ વેલ્થ’ પરંતુ આપણે જોયું છે કે જ્યારે ખાવાના ટેબલ પર બેસીએ છીએ, એકબીજાને ખાવા માટે આગ્રહ કરીએ છીએ અને ડાયેટિંગની ચર્ચા કરીએ છીએ. તે હંમેશાં તમે જોયું હશે , આ આરોગ્યનું પણ એવું જ છે. દરેક વ્યક્તિ એકબીજાને સલાહ આપે છે. પરંતુ પોતે જ પાલન કરવાથી કતરાય છે. તે બીજાને કહેશે 40થી વધુની ઉંમર થઇ ગઇ છે તો દરેક વર્ષે મેડિકલ ચેક અપ કરાવો. પછી તમને પૂછશે કે તમારી ઉંમર શું છે, મારી 47 તમે કેટલી વખત કરાવ્યો. મેં તો નથી કરાવ્યો.

શું કારણ છે કે આપણા દેશમાં એક જમાનો હતો કે ગામમાં એક વૈધરાજ રહેતા હતા, અને આખું ગામ સ્વસ્થ રહેતું હતું. આજે આંખોના ડોક્ટર અલગ છે, કાનના ડોક્ટર અલગ છે, પગનો ડોક્ટર અલગ છે, હાથનો ડોક્ટર અલગ છે, દિમાગનો ડોક્ટર અલગ છે પરંતુ બિમારી વધી રહી છે તેનો મતલબ છે કે આરોગ્યની જાળવણી પ્રત્યે આપણે ઉદાસીન છીએ. આરોગ્યની જાળવણી પર આપણે ભાર મૂકવો જોઇએ. ડોક્ટરની જરૂર જ ન પડે તેના પર ભાર મૂકવો જોઇએ.

જો આપણે પીવાના શુદ્ધ પાણીને પહોંચાડવામાં સફળ થઇએ છીએ, જે સામાન્ય માનવીનો હક છે. હું જાણું છું કે કામ ઘણું મુશ્કેલ છે. પરંતુ કોઇએ તો વિચારવું પડશે ને. ઘણી બધી બિમારીઓ તો ત્યાં જ દૂર થઇ જશે. આ જે હું સ્વચ્છતા અભિયાનની પાછળ લાગેલો છું.

સ્વચ્છતા અભિયાન એક પ્રકારથી બિમારીઓની સામે લડાઇ છે અને ગરીબને મદદ કરવાનો સૌથી મોટો ઉપક્રમ છે. જો એક ગરીબ પરિવારમાં બિમારી થાય છે તો વર્લ્ડ બેન્કનું કહેવું છે કે સરેરાશ 7 હજાર રૂપિયા તે ગરીબ પરિવારની બિમારીમાં ખર્ચ થાય છે. જો તે પરિવાર સ્વસ્થ રહે , ફક્ત દવા જ નહીં એક ઓટો રિક્ષાવાળો બિમાર થઇ જાય તો ત્રણ દિવસ ઓટો રિક્ષા બંધ કરે છે અને ત્રણ દિવસ આખો પરિવાર ભૂખ્યો બેસી રહે છે. અને એટલા માટે જ્યારે આપણે આરોગ્યની ચર્ચા કરીએ છીએ ત્યારે સામાન્ય માનવીની જિંદગીમાં આપણે શું કરી શકીએ છીએ તેની પર જો આપણે ભાર મૂકીશું તો આપણે ચોક્કસ , ચોક્કસ આરોગ્ય ક્ષેત્રમાં ફેરફાર લાવી શકીશું. આરોગ્યની જાળવણી પર ભાર મૂકવો પડશે. ભલે તે સ્વચ્છતાનો વિષય હોય. યોગ હોય, કસરત હોય, ખાન – પાનની આદતો હોય, બીજું પોષ‌ણક્ષમ આરોગ્ય જાળવણી.

આજે તમે જુઓ હિન્દુસ્તાનમાં કિડનીને લઇને સમસ્યાઓ એટલી ઝડપથી વધી રહી છે કે આપણે સેંકડોની સંખ્યામાં ડાયાલિસિસ સેન્ટર ખોલી દઇએ તો પણ કહેવું મુશ્કેલ છે કે તે બંધ થશે કે નહીં થાય. ગઇ વખતે બજેટમાં અમે જાહેરાત કરી રહી હતી કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ પર સરકારી હોસ્પિટલમાં રૂમ આપીશું. તમે આવો રોકાણ કરો, ડાયાલિસિસ સેન્ટર ચલાવો.

સામાન્ય માનવી ક્યાં જશે અને આ બિમારીઓ કોઇ અમીરોની પાસે હોય છે એવું નથી. સામાન્ય માનવીને થાય છે તેમના માટે આપણે કેવી રીતે કામ કરીએ. આપણા દેશમાં અબજો ખર્વો રૂપિયાની જાહેરાત થાય છે. રસીકરણ માટે, રસીકરણ માટે સરકાર ખર્ચો કરે છે. કરે છે. બજેટ ઓછું છે નથી. ઓફિસર કામ કરે છે , કરે છે, માતા પિતાને જાગૃત કરવા માટે પ્રયાસ થાય છે. થાય છે, ટીવી પર જાહેરાત, અખબારોમાં જાહેરાત અપાય છે, અપાય છે.

તેમ છતાં પણ લાખોની સંખ્યામાં તે બાળકો જોવામાં આવ્યા છે જેમને રસી પીવડાવવામાં આવી નથી. હવે આપણે જાણીએ છીએ કે બાળકોના સ્વાસ્થ્ય માટે અને ભવિષ્ય માટે ખૂબ જ ઉપયોગી વ્યવસ્થા છે. પરંતુ કેટલી ઉદાસીનતા છે, ખૂબ જ ઉચ્ચ પરિવારના લોકો ક્યારેક તેમને શરમ અનુભવાય છે કે આવી લાઇનમાં આપણે કેમ ઊભા રહીએ, એટલે તેમનું રહી જાય છે. અને ગરીબ પરિવાર – અરે ભાઇ આજે તો રોજગાર કમાવવાનો દિવસ છે. જોઇશું આવતી વખતે રસી પીવડાવી દઇશું.

હવે અમે એક યોજના બનાવી છે. એવા કેટલા બાળકો રહી ગયા છે, તે શોધવાનું સમગ્ર દેશમાં અભિયાન ચલાવ્યું છે. અને લાખોની સંખ્યામાં એવા બાળકો જોવામાં આવ્યા છે કે સરકારની તમામ સુવિધા હોવા છતાં પણ તેમને એનો ફાયદો મળ્યો નથી. હવે ઘરે ઘરે જઇને રસીનું કામ ચાલી રહ્યું છે. આરોગ્ય વિભાગ ખૂબ જ ઝડપથી આ કામને આગળ વધારી રહ્યું છે.

હેલ્થ સેક્ટરમાં આપણે એક વિમા તરફ આગળ વધી રહ્યા છીએ અમુક દિવસોમાં કદાચ અમે તેને નક્કી કરી લઇશું. બજેટમાં તેનો અમે ઉલ્લેખ કર્યો હતો. જેથી આપણા દેશના ગરીબથી ગરીબ વ્યક્તિ આરોગ્યના સંબંધમાં ફક્ત આરોગ્ય નહીં. આરોગ્યની ખાતરી પર ભાર આપવામાં આવ્યો છે. તે દિશામાં અમે ખાતરી કરી રહ્યા છે અને તેનો લાભ થશે એવું મને લાગે છે.

કાલે 7 ઓગસ્ટ છે હેન્ડલૂમ દિવસ, આપણને ખબર છે કે મહાત્મા ગાંધીના નેતૃત્વમાં વિદેશી કપડાઓની હોળી અને સ્વદેશીનો મંત્ર તેની સાથે જોડાઇ ગયો હતો અને એટલા માટે હેન્ડલૂમમાં આપણે ગયા વર્ષથી 7 ઓગસ્ટથી શરૂ કર્યો છે. અપાણા દેશમાં ગરીબથી ગરીબ લોકોને રોજગાર આપવાની તાકાત કૃષિ બાદ જો કોઇ ક્ષેત્રમાં છે તો એ છે ટેક્સટાઇલ, હેન્ડલૂમ, ખાદી, વિવિંગ. આ જે કામ છે તેની સૌથી મોટી તાકાત છે. સવા સો કરોડ દેશવાસીઓ નક્કી કરે કે હું જે કપડાઓ પાછળ ખર્ચો કરું છું તેમાંથી વધુ નહીં પાંચ ટકાથી હું આ વસ્તુઓ પર લગાવી દઇશ તો તમને હું વિશ્વાસ અપાવું છું કે આ સામાન્ય ગરીબ લોકો જે હાથથી કામ કરે છે, તેમના અર્થતંત્રમાં આકાશ જમીનનું પરિવર્તન આવી જશે. હું દરેકને કહું છું કે 2 ઓક્ટોબરે ખાદીની કોઇને કોઇ વસ્તુ ખરીદો અને તે મહિના સુધી કમીશન પણ આપે છે. જરૂરી નથી કે તમે ખાદીદારી બનો. એકાદ ચીજ તો ખાદીની ઘરમાં રાખી શકો છો ને. ખિસ્સામાં રાખી શકો છો. તમે જોશો કે ગરીબ માણસને મદદ મળે છે. હેન્ડલૂમે પોતાનામાં જ એક ફેશનનું સ્થાન લીધું છે. એક જમાનો હતો કે ખાદી આઝાદીની લડાઇનો એક સિમ્બોલ હતો, મંત્ર હતો, ખાદી ફોર નેશન, આજે ખાદી ફોર નેશન, ખાદી ફોર નેશન આ જો આપણે મૂડ બનાવીએ તો ખાદીના વિકાસની ખૂબ જ સંભાવનાઓ છે. તેમાં ટેક્નોલોજીનું અપગ્રેડેશન પણ ચાલી રહ્યું છે. તેમાં ફેશન ડિઝાઇનર પણ હવે આવી રહ્યા છે. બીજું તો ગ્લોબલી હોલિસ્ટિક હેલ્થ કેર તરફ પણ લોકો ચાલી રહ્યા છે. તેની તરફ પણ લોકોનો ઝોક વધ્યો છે. તેમનું હેન્ડલૂમ તથા ખાદીની ચીજો તરફનું આકર્ષણ વધી રહ્યું છે. આપણે જે ટેક્નોલોજી સાથે જોડાયલા યુવાનો અહીં બેઠા છીએ. આપણે ઇ-પ્લેટફોર્મને ગ્લોબલ માર્કેટિંગ કરીને આપણા આ ગરીબ લોકોની ચીજોને દુનિયામાં વેચીને એક મોટું અભિયાન ચલાવી શકીએ છીએ અને મેં જોયું કે આજે આપણે એક મર્ચનટાઇલ એક્ટિવિટીને પણ અહીંથી લોન્ચ કરાવી છે, મારા હાથથી પરંતુ મને આનંદ થયો કે બાદમાં તમે કહ્યું કે આ નફો ગંગા સફાઇમાં જશે તો મારો ડર ઓછો થઇ ગયો હતો. નહીં તો થાય એમ કે મોદી હવે વેપાર કરવા લાગ્યા છે. પરંતુ આ એક સારી પહેલ છે. આપણે હેન્ડલૂમને પ્રખ્યાત કરીએ. આપણા ગરીબ વણકર જે આટલી મહેનત કરે છે. આપણે તેમના માટે સુવિધા કરીએ, જોત જોતામાં ગ્રામીણ ટેક્નોલોજીમાં પણ ફેરફાર આવી જશે.

પહેલો સવાલ હતો કે વિદેશ નીતિના સંબંધમાં વિદેશ નીતિ કોઇ આ તમામ એગ્રેસિવ, પ્રોગ્રેસિવ અને પ્રોએક્ટિવ, આ શબ્દોની જરૂર નથી. એક વિદેશ નીતિ દેશના હિતની નીતિ હોય છે. ઇન્ડિયા ફર્સ્ટ તેનું સેન્ટર પોઇન્ટ આ જ છે. ઇન્ડિયા ફર્સ્ટ ભારતના સ્ટેર્જિક જે હિત છે તેની રક્ષા હોય, ભારત આર્થિક દ્રષ્ટિથી આગળ વધે, દુનિયામાં જ્યાં જગ્યા હોય ત્યાં પહોંચે, અને ત્રીજી બાબત છે, સમય બદલાઇ ચૂક્યો છે. સમગ્ર દુનિયા ઇન્ટરડિપેન્ડન્ટ છે. દુનિયાનો કોઇ દેશ એક ગ્રૂપમાં પણ નથી. અને ગ્રૂપવાળો સમય પણ પૂરો થઇ ગયો છે. દરેક કોઇ કોઇની સાથે જોડાયેલું છે અને પાંચ ચીજોમાં સાથે ચાલતું હશે તો બે ચીજોમાં સામે ચાલતું હશે. છતાં પણ સાથે સાથે રહેતા હશે આ અવસ્થા છે તેની બારીકાઇથી સમજણ તથા ઉપયોગ કરવો અને ભારતના હિતોની ચિંતા કરવી આ હું સમજુ છું કે ખૂબ જ મોટું કામ છે. અને બીજો એક પોઇન્ટ જે આપણે ઉપયોગ કરવો જોઇએ તે છે આપણો પ્રવાસી, દુનિયામાં વસેલા ભારતીયોની પોતાની એક તાકાત છે. દુનિયામાં વસેલા ભારતીયોની પોતાની એક શાખ છે. ઇજ્જત છે, તેમનો જે તે સરકારો પ્રત્યે મોટો આદરભાવ છે. આ આપણી શક્તિનો ભારત માટે દુનિયાની સાથે સંબંધોને જોડવા માટે એક મોટી ભૂમિકા નિભાવી શકે છે. વર્તમાન સમયમાં પ્રવાસી ઘણા કાર્યરત છે. સ્વીકારાત્મક પણ થવા લાગ્યા છે.

હું સમજું છું કે આ ભારત માટે ખૂબ જ આવશ્યક છે અને ખૂબ જ સારી રીતે દુનિયા માટે ભારત એક નવી ઊર્જા સાથે, એક પ્રતિષ્ઠા સાથે પોતાનું સ્થાન મેળવી રહ્યું છે. અને લોકશાહીના મૂલ્યો સાથે જોડાયેલા દેશોમાં ભારત આજે ઘણી પહેલ કરી રહ્યું છે. જેમાં દુનિયા આપણો સાથ આપી રહી છે. ત્રીજો સવાલ તેમણે મારો વ્યક્તિગત પૂછ્યો હતો. જે વિદેશમાં રહી રહ્યા છે તેમના માટે સવાલ ખૂબ જ સ્વભાવિક છે. કારણ કે તેઓ જેટલેગથી પરેશાન રહે છે તો એટલા માટે તેમણે ખાસ પૂછ્યું હતું કે તમે આટલી સફર કરીને જાઓ છો અને પછી પરત ફરી આવો છો તો મને લાગે છે કે આ સવાલ, આ સવાલ મને ઘણા લોકો પૂછે છે. અને આજથી જ નથી પૂછતાં. ઘણા વર્ષોથી પૂછે છે તમે થાકતા નથી કે શું ?, સવા સો કરોડ દેશવાસી તેમના સપના, તેમની સ્થિતિ, હું સમગ્ર મનથી તેમની સાથે જોડાયેલો રહું છું. અને એટલા માટે મને હંમેશાં લાગે છે કે મારી પાસે જેટલો સમય છે જેટલી શક્તિ છે. હું તેમાં એને ખપાવી દઉં. ખર્ચ કરી દઉં. પોતાને જ તેમાં સમર્પિત કરી દઉં. અને ક્યારેક લોકોનું માનવું છે કે તમારામાં આટલી ઊર્જા છે એટલા માટે તમે આટલું કામ કરી શકશો, એ ગાણિતિક રીતે ખોટું છે. આટલી ઊર્જા છે એટલા માટે તમે કામ કરી શકશો , એવું નથી, એક વખત તમને ખબર પડી જાય કે આટલું કામ છે આ મારું મિશન છે તો ઊર્જા આપોઆપ આવી જાય છે. દરેક વ્યક્તિને ઇશ્વરે ઊર્જા આપી છે. કોઇ તે ઊર્જાને ખંડિત થવા દેતું નથી. કોઇ તે ઊર્જાને તેજસ્વી બનાવી દે છે. આપણી બધાની પાસે છે. તમારા કરતા મારી પાસે કંઇ અલગ નથી. તમને ઇશ્વરે જે આપ્યું છે મારી પાસે પણ એટલું જ છે. પરંતુ હું એક મિશનમાં તેને ખપાવી દેવા માટે નીકળ્યો છું. તો એ વધી જ રહી છે. અને કામે આવતી રહી છે. તમે બધા પણ આ મંત્રને લઇને ચાલી શકો છો. બીજો વિષય હતો પ્રવાસન. આ સરકારે જે પહેલ કરી છે. તેના કારણે પ્રવાસનમાં ઘણી વૃદ્ધિ થઇ છે. ચાલીસ લાખથી વધારે વિદેશના પ્રવાસીઓ છેલ્લા છ મહિનામાં ભારત આવ્યા છે. ઇ- વિઝાના કારણે સુવિધામાં વધારો થયો છે. સ્વચ્છતાના કારણે ટુરિઝમને એક સ્વભાવિક આપણી બાયપ્રોડક્ટના રૂપમાં ફાયદો મળી રહ્યો છે. પહેલા લોકો આવતા હતા. બધું જોતા હતા. પરંતુ જઇને તો, યાર છે તો સારું પરંતુ થોડું, આ થોડામાંથી આપણે બહાર આવી રહ્યા છીએ. ત્રીજી વાત છે કે ભારતમાં ભારતની જે વિરાસત છે. દુનિયાને તેના પ્રત્યે આકર્ષિત કરવી જોઇએ. આપણે એમ કહીએ કે આપણી પાસે સમુદ્ર તટથી પ્રવાસ વધશે તો દુનિયામાં એનાથી પણ સારા સમુદ્ર તટ મળી જશે. પરંતુ જો કોઇને એમ ખબર પડે કે અહીં 5 હજાર વર્ષ જૂની આ ચીજ છે. બે હજાર વર્ષ જૂની આ ચીજ છે. એક હજાર વર્ષ જૂની આ ચીજ છે. તો એને એમ લાગે છે કે સારું એમ છે તો ભાઇ ચાલો, આ કેવી સંસ્કૃતિ, માનવ સંસ્કૃતિ જરા જોઇએ તો, દુનિયા આકર્ષિત થઇ. તમને હેરાની થશે કે ભારતની પાસે ભોજન, તેની વિવિધતાઓ એટલી છે કે જો આપણે યોગ્ય માર્કેટિંગ કરીએ તો દુનિયાને પાગલ કરી શકીએ છીએ. વિશ્વે તો એક ખૂણામાં પીઝા હટ જોયું. હજારો કિલોમીટર બીજા ખૂણામાં તેવું જ પીઝા હટ હોય છે. ટેસ્ટ પણ એ જ હોય છે. બીજો કોઇ ફરક હોતો નથી. આપણા ત્યાં તો તમિલનાડુના એક ખૂણામાંથી નીકળીએ તો બીજા ખૂણા પર જઇએ તો ઇડલીના દસ ટેસ્ટ બદલાઇ જાય છે પરંતુ આપણી આ તાકાતને આપણે આપણી આ ચીજોને તાકાતના રૂપમાં જોઇ નથી. આ આપણી તાકાત છે. મેં એક વખત ફેશન ડિઝાઇનરો સાથે ચર્ચા કરી હતી. મેં કહ્યું ક્યારેક ભારતમાં આ જે કપડા પહેરવામાં આવે છે, તમે ક્યારેય એનો અભ્યાસ કર્યો છે. શું કારણ છે કે આ વિસ્તારના લોકો આ કપડા પહેરે છે. આ વિસ્તારના લોકો આ પ્રકારના કપડા પહેરે છે. ભારતમાં મર્યાદા નામની ચીજનું ખૂબ જ મોટું દબાણ છે. છતાં પણ અમુક સમાજ એવા છે કે જ્યાં મહિલાઓના પોતાના ઘાઘરા પગથી અડધો ફૂટ ઉપર હોય છે, શું કારણ છે નહીં તો સમૃદ્ધ મહિલા પોતાના પગનો નખ પણ દેખાડતી નથી . શું કારણ છે , તમે સ્ટડી કર્યો છે. તો કહે છે કે નહીં આવો સ્ટડી નથી કર્યો. મેં કહ્યું આ જ તો હિન્દુસ્તાનની વિશેષતા છે. જો તે પાઘડી પહેરે છે તો શું વેધર હશે, શું કારણ હશે કે તે પાઘડી પહેરવા લાગ્યો છે, તે શરીર પર એવું કપડું નાંખતો હતો તો શું કારણ હતું કે ઉપર તરફ જાઓ તો એક પ્રકારની ધોતી પહેરે છે. દક્ષિણ તરફ જાઓ તો લૂંગી પહેરે છે શું કારણ છે કે દુનિયાને આપણી વિવિધતાઓથી આપણે આકર્ષિત કરી શકીએ છીએ અને જેટલું વધારે આપણી વિરાસતથી લોકોને જોડીશું તેટલું આપણા પ્રવાસન ઉદ્યોગને બળ મળશે. બાકી જે આધુનિક ચીજો છે તે આજે દુનિયામાં આપણાથી પણ સારી ચીજો આપવા માટે વિશ્વમાં ઘણું બધું ઉપલબ્ધ છે. જે દુનિયાની પાસે નથી તે આપણી પાસે છે. તેની પર જ આપણે ધ્યાન આપવું જોઇએ. પ્રવાસન સ્વભાવ સાથે પણ જોડાયેલું છે. ભારતના લોકો અતિથિ સત્કારનો સ્વભાવ ધરાવે છે. તેને આપણે જેટલો વધારીશું, લાભ થશે, અને હું વિદેશમાં રહેનારા ભારતીયોને કહેવા માગું છું કે તમે હિન્દુસ્તાનમાં ડોલર રોકો કે ન રોકો. તમે હિન્દુસ્તાન આવીને કોઇ સામાજિક કાર્ય કરો કે ન કરો. એક કામ દરેક કોઇ કરી શકે છે. વિશ્વમાં ફેલાયેલો ભારતીય સમાજ એક કામ આસાનીથી કરી શકે છે. ત્યાં એ નોકરી પર જાય છે. કામ પર જાય છે. તો તે દેશના નાગરિકો સાથે સંબંધ થાય છે. નક્કી કરે કે દરેક વર્ષે પાંચ નોન ઇન્ડિયન પરિવારને ભારત જવા માટે સમજાવીશ, મોકલીશ એટલું કરો. ભારત સરકારનો પ્રવાસન વિભાગ કરતા સેંકડો ગણું કામ આ લોકો કરી શકે છે, કોઇ મુશ્કેલ કામ નથી. આપણે પ્રવાસનને વધારી શકીએ છીએ.

જુઓ ભારતમાં સામાજિક કામ કરવું છે તો આપણા સંસ્કારોમાં છે. આપણી વિરાસતમાં છે. કોઇ પણ સંકટ આવ્યું હશે તમે જોતા હશો, લોકો પહોંચી જાય છે. કંઇને કંઇ કરવા માટે. તો ભારતમાં સમાજ સેવા આ ક્યાંક શીખવવી પડતી નથી, તેના કોઇ ક્લાસ લેવા પડતા નથી. આ આપણા સ્વભાવમાં હોય છે.

સમસ્યા એ છે કે વર્તમાન સમયમાં સમાજ સેવાની સાથે મારું જ્ઞાન જોડાઇ ગયું છે. સાચ્ચે જ તમે કલ્પના કરો કે બાબા સાહેબ આંબેડકર શિક્ષા – દિક્ષા મેળવીને કેટલા મોટા વ્યક્તિ બન્યા હતા. ભારતમાં દલિત હોવાના કારણે તેમને કેટલા અપમાન સહન કરવા પડ્યા હતા. વિદેશોમાં તેમના માટે માન – સન્માન પદ પ્રતિષ્ઠા – પદવી બધું જ ઉપસ્થિત હતું. પરંતુ આ બાબા સાહેબ આંબેડકરનો સેવાભાવ જુઓ કે તે તમામ સારાપણાંને છોડીને અહીં અપમાનિત થઉં તો ભલે થઉં પરંતુ હિન્દુસ્તાન જઇને જ કામ કરીશ, આ પ્રેરણા સાથે તે આવ્યા.

મહાત્મા ગાંધી વકીલાત છોડીને આવ્યા હતા, સરદાર વલ્લભભાઇ પટેલ વકીલ હતા, ઘણું બધું કમાઇ શકતા હતા. અભ્યાસ કર્યો, છોડીને આવતા રહ્યા. વીર સાવરકર બેરિસ્ટર હતા, ખૂબ જ મોટી સંભાવનાઓ છોડીને આવતા રહ્યા. આવી ગયા અંદમાનની જેલોમાં જિન્દગી ગુજારી દીધી. યુવાની ખપાવી દીધી, આવી ગયા.

અગણિત લોકો એવા છે જેમણે દેશ માટે કંઇને કંઇ છોડ્યું છે. સ્વયંમને પણ સંઘર્ષ સેવાભાવથી આપણી અંદર એક સ્પાર્ક થવો જોઇએ. આપણે કંઇ કરી શકતા નથી. આપણા રહેઠાણ આગળ નજીકમાં કોઇ સરકારી સ્કૂલ છે. ક્યારેક અડધો કલાક જાઓ તો, પૂછો તો ખરા તે બાળકોને કે, ધીરે – ધીરે તેમનું મન લાગશે કે ભાઇ આ બાળકોમાં દમ છે, શિક્ષક તો ભણાવતો નથી. હું ભણાવીશ તમે સ્વયં એક સંગઠન છો. કોઇ મોટા સંગઠનની જરૂર હોતી નથી, કોઇ મોટા ડોનેશનની જરૂર હોતી નથી, ખૂબ જ મોટી સંસ્થા બનાવવાની જરૂર હોતી નથી. બસ નક્કી કરો કે મારે આ કરવું છે.

હું ક્યારેક ક્યારેક આ જે ગૌ રક્ષાના નામ પર અમુક લોકો પોતાની દુકાનો ખોલીને બેઠા છે, મને એટલો ગુસ્સો આવે છે, ગૌ ભક્ત અલગ છે, ગૌ સેવક અલગ છે. જૂના જમાનામાં તમે જોયું હશે કે બાદશાહ અને રાજાઓની લડાઇઓ થતી હતી, તો બાદશાહ શું કરતા હતા, પોતાની લડાઇની ફોજની સામે ગાય રાખતા હતા, રાજાને પરેશાની થતી હતી કે લડાઇમાં જો આપણે શસ્ત્રોનો વાર કરીશું તો ગાય મરી જશે તો પાપ લાગશે અને એની મૂંઝવણમાં તે હારી જતા હતા અને તે ખૂબ જ ચાલાકીથી ગાય રાખતા હતા.

મેં જોયું છે કે અમુક લોકો આખી રાત એન્ટી સોશિયલ એક્ટિવીટી કરે છે, અમુક લોકો. પરંતુ દિવસમાં એક ગાય રક્ષકના વસ્ત્રો પહેરી લે છે. હું રાજ્ય સરકારોને અનુરોધ કરું છું કે એવા જે સ્વયંસેવકો નીકળે છે, પોતાને મોટા ગૌ રક્ષક માને છે, તેમનો જરા દસ્તાવેજ કરાવો, 70 થી 80 ટકા લોકો એવા નીકળશે જે ગોરખધંધો કરો છે. જે સમાજ સ્વીકારતો નથી પરંતુ પોતાની ખરાબીઓને તેનાથી બચાવવા માટે ગૌ રક્ષાના વસ્ત્ર પહેરીને નીકળી પડે છે. અને સાચે જ , સાચે જ જો તે ગૌ સેવક છે તો હું તેમને આગ્રહ કરું છું કે એક કામ કરો. સૌથી વધારે ગાયો હત્યા દ્વારા મરતી નથી, પ્લાસ્ટિક ખાવાથી મરે છે. તમને એ જાણીને હેરાની થશે કે ગાય કચરામાંથી પ્લાસ્ટિક ખાય છે અને તેના પરિણામે ગાય મરી જાય છે. હું જ્યારે ગુજરાતમાં હતો ત્યારે મેં કેટલ હેલ્થ કેમ્પ લગાવ્યો હતો. પશુઓનો હેલ્થ કેમ્પ લગાવતો હતો. મોટા મોટા કેમ્પ લાગતા હતા અને તેમાં હું એવી ગાયોના બિમારીનું ઓપરેશન કરાવતો હતો. એક વખત હું એક કાર્યક્રમમાં ગયો હતો એક ગાયના પેટમાંથી બે ડોલથી પણ વધારે પ્લાસ્ટિક કાઢવામાં આવ્યું હતું, પેટ ચિરીને. હવે આ જે સમાજ સેવા કરવા માગે છે ઓછામાં ઓછું ગાયને પ્લાસ્ટિક ખાવાનું બંધ કરાવી દે અને પ્લાસ્ટિક લોકોને ફેંકવાનું બંધ કરાવી દે તો પણ મોટી ગૌ સેવા ગણાશે.

અને એટલા માટે સ્વયં સેવી સંગઠન, સ્વયં સેવા, એ બીજાને પીડા આપવા માટે હોતી નથી. બીજાને દબાવવા માટે હોતી નથી. એક સમર્પણ જોઇએ, કરુણા જોઇએ, ત્યાગ જોઇએ, બલિદાન જોઇએ ત્યારે જઇને સેવા થાય છે અને એટલા માટે જો આપણે બધા કંઇને કંઇ સમાજ માટે કરીએ, ક્યારેક આપણે આપણા અખબાર વેચનારાને પૂછ્યું નહીં હોય કે ભાઇ શું કરે છે, બાળકો કેટલા છે. શું ભણે છે તે પૂછ્યું નહીં હોય. દૂધ આપવા આવે છે. ઘર પર થેલી મૂકીને જતો રહે છે. ક્યારેય પૂછ્યું નહીં હોય, પોસ્ટમેન આવે છે, ટપાલ આપીને જતો રહે છે, ક્યારેય પૂછ્યું નહીં હોય કે શું ભાઇ. ક્યારેક તો આપણી આજુ બાજુ જે સામાન્ય જીવન જીવનારા લોકો છે તેમને પૂછો તો ખરા કે ભાઇ શું હાલ છે તારા , તારા બાળકોનો અભ્યાસ શું છે, તમે જુઓ સેવા કરવા માટે પ્રધાનમંત્રીના ભાષણની જરૂર પડશે નહીં. તમારી બાજુમાં ઊભેલા માણસનો જવાબ જ તમને કંઇક કરવાની પ્રેરણા આપી દેશે અને જો તે તમે કરી લીધું તો મને વિશ્વાસ છે કે તમે દેશની ભલાઇ માટે ઘણું બધું કરી શકો છો. મને સારું લાગ્યું આજે અહીં ઘણો સમય થઇ ગયો છે. તેને પૂરો કરવો જોઇએ. સારું લાગ્યું મને કે તમને સહુંને મળવાની તક મળી. જે લોકોને આજે સન્માનિત કરવાની મને તક મળી. જેમણે યોગદાન આપ્યું છે, જેમણે મેળવ્યું છે, એવા તમામ સાથીઓને હું અભિનંદન પાઠવું છું. પરંતુ બીજા લોકો પણ જે મહેનત કરી રહ્યા છે. પરિશ્રમ કરી રહ્યા છે અને જોડી રહ્યા છે. સરકારમાં સજાગતા એનાથી જ આવે છે. આજે એ સૌથી મોટું સશક્તિકરણ છે ટેક્નોલોજીનો એક જમાનો હતો કે અમુક લોગો દિવસ રાત આપણને ઉપદેશ આપતા હતા. આ સારું, આ ખરાબ, તમારે આ કરવું જોઇએ. તે કરવું જોઇએ, ઘણું બધુ આપણને કહે છે, દેશવાસીઓને કહેતા હતા, નાગરિકોને કહેતા હતા, ખેલાડીઓને કહેતા હતા , દરેક કોઇને કહેતા હતા.

આજે એક એવી તાકાત તમારા હાથમાં આવી ગઇ છે. તમે એને પણ કહો છો કે ભાઇ તું ખૂબ જ ખોટું બોલી રહ્યો છે. સાચું આ છે. આ તાકાત નાની નથી. પ્રધાનમંત્રી કંઇક કહી દે તો એક જમાનો હતો કે રાષ્ટ્રના નામે સંદેશ આપી દીધો, આપી દીધો, લોકોએ સાંભળી લીધો. સારું લાગ્યું છીક છે ન લાગ્યું ઠીક છે. આજે પ્રધાનમંત્રી બોલશે તો ત્રણ મિનિટમાં તે આવે છે કે સાહેબ આ તો ઠીક છે પરંતુ તમે 10 વર્ષ પહેલા એ કરતા હતા, આ તાકાત છે.

અમે તો સાર્વજનિક જીવનમાં ટીકાઓ સહન કરી કરીને મોટા થયા છીએ અને તે લોકશાહીની વિશેષતા છે. પરંતુ ઘણા લોકો છે જેમને ટીકાઓ પચતી નથી. હું તો તેમને, તેમને તાવ આવે છે , હું હેરાન છું કારણ કે અત્યાર સુધી તેમને ઉપદેશ આપવાની જ તક મળતી હતી. આપણને સહુને, આપણને સહુને ટીકાઓનો સ્વીકાર કરવાનો, ટીકાઓને સમજવી, અને હું માનું છું કે આ ટેક્નોલોજીનું પ્લેટફોર્મ, આ આપણને સંસ્કારિત કરે છે, આપણને શિક્ષિત કરે છે. આપણે આપણી ખરાબીઓને કોઇના માધ્યમથી આસાનીથી જાણી શકીએ નહીં તો આજુબાજુના મિત્રો પણ સંકોચ કરે છે કે યાર કહું કે ન કહું, કહું કે નહીં, ખરાબ લાગતું હતું. આજે તો એ આપી દે છે સાહેબ મોદી જી બાકી બધુ સારું છે. પરંતુ જવાબ ખૂબ જ લાંબા હતા, લખી દેશે તે. તેને કોઇ સંકોચ નથી. એ પણ કહી દેશે કે મોદી જી તમે આમ કહ્યું. પરંતુ આ ઠીક નથી. આ સશક્તિકરણ છે. માયગવ દ્વારા સરકારને જનભાગીદારીથી ચલાવવાનો ઇરાદો છે, લાખો લોકો જોડાયેલા છે કરોડો લોકો જોડાય તેવી અપેક્ષા છે, અને તમારા સહુના પ્રયાસોથી જ આ બધું થશે . ખૂબ – ખૂબ ધન્યવાદ.

J.Khunt/TR/GP