Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેકટટ (એમયુટીપી)- ફેઝ-3ને કેબિનેટની મંજૂરી


પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ (એમયુટીપી) ફેજ- 3ને મંજૂરી આપવામાં આવી છે.

આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ રૂ. 8679 કરોડ થશે અને પ્રોજેકટ પૂરો કરવામાં રૂ. 10947 કરોડનો ખર્ચ થશે. આ પ્રોજેકટ 13મા પ્લાનના ગાળા દરમિયાન આગામી પાંચ વર્ષમાં પૂરો થશે.

પશ્ચિમ રેલવે વિરાર અને દહાણુ રોડ વચ્ચેની વ્યસ્ત ડબલ લાઈન ઉપર સબર્બન સર્વિસીસ ચલાવે છે, જે મુંબઈ- અમદાવાદ/દિલ્હી રૂટનો હિસ્સો છે. મુખ્ય લાઈનનો અતિશય વપરાશ થઈ રહ્યો છે અને આ લાઈન ઉપર પૂરક સબર્બન સર્વિસ ચલાવવનો કોઈ અવકાશ નથી. વિરાર-દહાણુ રોડ ઉપર વધારાની ડબલ લાઈન કરવાથી આ વિસ્તારના પ્રવાસીઓની માગ સંતોષાશે. આનાથી ચર્ચગેટથી દહાણુ રોડ સુધી સબર્બન સર્વિસને વિસ્તારી શકાશે. પનવેલ-કરજત ડબલ લાઈન સબર્બન કોરીડોરથી શહેરીકરણ અને વસતી વધારાને કારણે આ વિસ્તારમાં તાજેતરના વર્ષોમાં ઊભી થયેલી માગ નોંધપાત્ર પ્રમાણમાં સંતોષાશે. આને કારણે કરજતથી સીએસટીએમ સુધીનો વૈકલ્પિક રૂટ ઉપલબ્ધ થશે. જે હાલમાં કલ્યાણ થઈને પસાર થતા રૂટ કરતા 23 કિ.મી. ટૂંકો હશે અને છીમીટ્રેન દ્વારા સીએસટીએમ થી કરજત સુધીના પ્રવાસને લાગતા સમયમાં 35 થી 40 મિનિટનો ઘટાડો થશે.

હાલમાં કલ્યાણથી વાશી/પનવેલ અથવા તો ઉલટી દિશામાં જતા પ્રવાસીઓએ થાણે ઉતરવુ પડે છે અને ટ્રાન્સ હાર્બર લીંક પકડવી પડે છે. આના કારણે સેન્ટ્રલ રેલવેના અત્યંત વ્યસ્ત થઈ ચૂકેલા થાણે સ્ટેશને ભીડ થાય છે. ઐરોલી- કાલવા કોરીડોર પણ થાણે સ્ટેશને ભીડ ઘટાડશે. અને તે સમયપણ બચાવશે કારણ કે પેસેન્જરો થાણેને બાયપાસ કરીને પ્રવાસ કરી શકશે.

નવા કોચ મળવાને કારણે સર્વિસની ગુણવત્તામાં વધારો થશે અને ભીડ ઘટશે. 22 સ્થળોએ અતિક્રમણ કરીને આ કામની દરખાસ્ત કરવામાં આવી છે અને તેનાથી અતિક્રમણમાં નોંધપાત્ર ઘટડો થશે અને જનતાને સલામત વાતાવરણ પ્રાપ્ત થશે.
આ પ્રોજડેકટ હેઠળ જે વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે તેમાં થાણે, પાલઘર, રાયગઢ અને મહારાષ્ટ્રના મુંબઈ જિલ્લાનો સમાવેશ થાય છે.

પશ્ચાદભૂમિકા

સેન્ટ્રલ અને પશ્ચિમ રેલવે ઉપરનો મુંબઈ સબર્બન રેલવે નેટવર્ક 376 રૂટ કિલો મિટર ધરાવે છે. કુલ પાંચ કોરીડોર છે તેમાં પશ્ચિમ રેલવેના 2 સેન્ટ્રલ રેલવેના 2 અને સેન્ટ્રલ રેલવે ઉપરની હાર્બર લાઈનના એક રૂટનો સમાવેશ થાય છે. 2900થી વધુ ટ્રેઈન સર્વિસીસ દ્વારા દરરોજ આશરે 80 લાખ લોકો સબર્બન સેકશનમાં મુસાફરી કરે છે.ખાસ કરીને વ્યસ્ત કલાકો દરમિયાન સબર્બન ટ્રેનોમાં અતિશય ભીડ થાય છે.વસતીના ફેલાવામાં ભૌગોલિક અવરોધોને કારણે તથા બિઝનેસ વિસ્તારો ધરાવતા સ્થળોને કારણે રેલવે નેટવર્ક મુંબઈના જન સમુદાય માટે પરિવહનનો મુખ્ય માર્ગ બની રહે છે. પ્રવાસીઓની સતત વધતી સંખ્યાને કારણે હંમેશાને માટે વધતી જતી માગને પહોંચી વળવા માટે પનવેલથી કરજત સુધીનો નવો નવો સબર્બન કોરીડોર (28 રૂટ કિલો મીટર), ઐરોલી- કાલવા વચ્ચેનો નવો વિસ્તારેલો કોરીડોર ( 3 રૂટ કિલો મિટર), વિરાર-દહાણુ રોડ(63 રૂટ કિલો મિટર)ને ચાર લેનનો કરવાનો તથા 565 નવા કોચ ઉપલબ્ધ કરવાનો તથા વચ્ચેના સ્ટેશનોએ અતિક્રમણ નિયંત્રણના પગલાંનો મુંબઈ-અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેકટ (એમયુટીપી)ના ત્રીજા ફેઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

TR