Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

મુન્ડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026 માં ભારતીય ચીઝ ઉત્પાદકોની નોંધપાત્ર સિદ્ધિ બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મુન્ડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026 (Mundial do Queijo do Brasil 2026) માં ભારતીય ચીઝ ઉત્પાદકોની નોંધપાત્ર સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે, જે ચીઝ અને ડેરી ઉત્પાદનો માટેની એક જીવંત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. ચાર ભારતીય ઉત્પાદનોએ મેડલ જીત્યા છે, જેમાં 1 સુપર ગોલ્ડ, 2 ગોલ્ડ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે.

શ્રી મોદીએ જણાવ્યું હતું કે, “સુપર ગોલ્ડ એલિફેથરિયા ગુલમર્ગ (બ્રી સ્ટાઇલ) એ જીત્યો છે, ગોલ્ડ મેડલ યાક ચુરપી-સોફ્ટ, નોર્ડિક ફાર્મ, લેહ, લદ્દાખ અને એલિફેથરિયા બ્રુનોસ્ટ (વ્હી ચીઝ) એ જીત્યા છે જ્યારે સિલ્વર મેડલ એલિફેથરિયા કાલી મિરી (બેલ્પર નોલ સ્ટાઇલ) એ જીત્યો છે.”

પ્રધાનમંત્રીએ મૌસમ નારંગ અને થેનલે નુરબૂ સહિતના એવોર્ડ વિજેતાઓના પ્રયાસોની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આવી સિદ્ધિઓ ભારતના આર્ટિઝનલ ડેરી ક્ષેત્રની વધતી જતી વૈશ્વિક માન્યતાને પ્રતિબિંબિત કરે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

ભારતના ચીઝે વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી છે… ભારતે મુન્ડિયલ ડો ક્વેજો ડો બ્રાઝિલ 2026 માં પ્રભાવશાળી શરૂઆત કરી છે, જે ચીઝ અને ડેરી ઉત્પાદનો માટેની એક જીવંત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા છે. ચાર ભારતીય ઉત્પાદનોએ મેડલ જીત્યા, જેમાં 1 સુપર ગોલ્ડ, 2 ગોલ્ડ અને 1 સિલ્વરનો સમાવેશ થાય છે.

સુપર ગોલ્ડ એલિફેથરિયા ગુલમર્ગ (બ્રી સ્ટાઇલ) એ જીત્યો છે, ગોલ્ડ મેડલ યાક ચુરપી-સોફ્ટ, નોર્ડિક ફાર્મ, લેહ, લદ્દાખ અને એલિફેથરિયા બ્રુનોસ્ટ (વ્હી ચીઝ) એ જીત્યા છે જ્યારે સિલ્વર એલિફેથરિયા કાલી મિરી (બેલ્પર નોલ સ્ટાઇલ) એ જીત્યો છે. મૌસમ નારંગ અને થેનલે નુરબૂને અભિનંદન.

આવી સફળતાઓ વિશ્વ મંચ પર ભારતના આર્ટિઝનલ ડેરી ક્ષેત્રને મજબૂત બનાવે છે.”

 

SM/JY/JD