પીએમઇન્ડિયા
મને મ્યાન્મારના રાષ્ટ્રપતિ હિઝ એક્સલન્લી હિતિન ક્યોવ અને તેમના પ્રતિનિધિમંડળનું ભારતમાં સ્વાગત કરવાની ખુશી છે.
એક્સલન્સી, તમે વિદેશમાં કોઈ પણ દેશની મુલાકાત લેવા માટે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે ભારતની પસંદગી કરી એ બદલ અમે તમારા ખરેખર આભારી છીએ.
મિત્રો,
મ્યાન્માર ભારત માટે વિશેષ છે.
તે ભારતના પડોશમાં વિશિષ્ટ ભૌગોલિક સ્થાન ધરાવે છે.
મ્યાન્માર એ જમીનરૂપી સેતુ છે, જે ભારતને દક્ષિણ પૂર્વ એશિયા સાથે જોડે છે.
આપણા સમાજો વચ્ચે લાંબા સમયથી સાંસ્કૃતિક અને ઐતિહાસિક જોડાણ રહ્યું છે, જે આપણા સંબંધોનો મજબૂત પાયો રચે છે.
મેટ્ટા કે કરુણા અને સર્વપંથ સમભાવ એટલે કે તમામ ધર્મ કે સંપ્રદાય પ્રત્યે સમાનતાનો બૌદ્ધ સિદ્ધાંત આપણા જીવનની દશાદિશાને વ્યાખ્યાયિત કરે છે.
એક્સલન્સી,
તમારું મહાન રાષ્ટ્ર નવા યુગમાં પ્રવેશ્યું છે.
આ યુગ તમારા નેતૃત્વની પરિપક્વતા અને તમારા લોકોની લોકશાહીની પ્રતિબદ્ધતાનો છે.
તમારું સ્પષ્ટ વિઝન અને તમારા નેતૃત્વની મક્કમતા સાથે મ્યાન્માર સ્થિર રાષ્ટ્ર બન્યું છે અને દક્ષિણ પૂર્વ એશિયામાં આર્થિક રીતે સમૃદ્ધ રાષ્ટ્ર બનવા અગ્રેસર છે.
મ્યાન્મારની નવી સરકારે તેની સફર આ દિશામાં શરૂ કરી દીધી છેઃ
• કૃષિ ક્ષેત્રમાં વિકાસને નવી ઊંચાઈએ પહોંચાડવા;
•તેના ઉદ્યોગ અને માળખાગત સુવિધા વિકસાવવાની દિશામાં;
• શિક્ષણ વ્યવસ્થાને મજબૂત કરવાનું;
• તેની યુવા પેઢીને કુશળ બનાવવાની;
• નવી સંસ્થાઓનું નિર્માણ કરવાની અને વર્તમાન સંસ્થાઓને મજબૂત કરવાની;
• તેના સમાજને સુરક્ષિત કરવાની;
• આર્થિક સમૃદ્ધિ તરફ મજબૂત કદમ માંડવાની; અને આ બધાથી વિશેષ
• આધુનિક રાષ્ટ્રના નિર્માણની મહત્ત્વાકાંક્ષા પૂર્ણ કરવાની;
મારે તમને ખાતરી આપવી જોઈએ કે તમારી સફરના દરેક પગલે ભારતના 1.25 અબજ લોકો તમારી સાથે તમારા ભાગીદારો અને મિત્રો તરીકે ઊભા રહેશે.
મિત્રો,
પ્રેસિડન્ટ અને મેં આપણી દ્વિપક્ષીય સમજૂતીના તમામ પાસાંઓ પર વિગતવાર ચર્ચા સંપન્ન કરી છે.
અમે આપણા બંને દેશોના સમાજના વ્યાપક હિતોને ઓળખ્યાં છે.
અને અમે એકબીજાના વ્યૂહાત્મક હિતો અને પાસાંની સંવેદનશીલતા જરૂરિયાત પર સંમત થયા છીએ.
છેલ્લે પ્રેસિડન્ટ અને હું આપણા બંને દેશના નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સંયુક્તપણે કામ કરતા સંમત થયા છીએ.
અમે આપણા વિસ્તારમાં આતંકવાદ અને ઘુસણખોરીની પ્રવૃત્તિના સામાન્ય પડકારનો સંયુક્તપણે સામનો કરવા સક્રિય સાથસહકાર આપીશું.
મેં તેમને ‘ડ્વેન્ટીફર્સ્ટ સેન્ચુરી પાંગલોંગ કોન્ફરન્સ’ હેઠળ શાંતિ પ્રક્રિયાની પહેલને ભારતનો સંપૂર્ણ સાથસહકાર છે તેવી ખાતરી પણ આપી છે.
મિત્રો,
ભારત-મ્યાન્મારની ભાગીદારી સારાં શબ્દો અને શુદ્ધ ઇરાદાઓ દ્વારા પરિભાષિત કરવામાં આવતી નથી.
બંને દેશ વચ્ચેના સંબંધોનો પાયો વિકાસ માટે સાથસહકાર અને ભાગીદારી છે, જેની ફિલોસોફી “પીપલ્સ ફર્સ્ટ” (જનતા સૌપ્રથમ) છે.
ભારતની આશરે 2 અબજ ડોલરની વિકાસ માટેની સહાય મ્યાન્મારના સામાન્ય નાગરિકોના જીવનને સ્પર્શે છે.
અમારું જોડાણ કનેક્ટિવિટી (જોડાણ), માળખાગત સુવિધા, ક્ષમતા નિર્માણ, શિક્ષણ, હેલ્થકેર વગેરે વિવિધ મહત્ત્વપૂર્ણ ક્ષેત્રોમાં જુદાં જુદાં પ્રોજેક્ટ્સમાં ટેકો આપે છે.
અમારી ભાગીદારીના કેટલાક નક્કર ઉદાહરણોમાં સામેલ છે:
• કલાદાન પ્રોજેક્ટ, જેના પોર્ટ અને વોટરવે સેગમેન્ટ ચાલુ વર્ષના અંત સુધીમાં લગભગ પૂર્ણ થઈ જશે;
• ઇન્ડિયા-મ્યાન્માર-થાઇલેન્ડ ત્રિપક્ષીય હાઇવે;
• મ્યાન્માર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી;
• કૃષિ સંશોધન અને શિક્ષણનું આધુનિક કેન્દ્ર; તેમજ
• હેલ્થ, શિક્ષણ અને ઔદ્યોગિક તાલીમ ક્ષેત્રમાં નાનાં નાનાં પ્રોજેક્ટ્સ.
આજે બે ઓપરેશનલ સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા છે, જે ત્રિપક્ષીય હાઇવે પ્રોજેક્ટના કાલેવા-યરગી રોડ વિભાગ તથા 69 પુલોના નિર્માણ અને અપગ્રેડિંગની સુવિધા કરશે.
અમે કૃષિ, બેંકિંગ, પાવર અને ઊર્જામાં અમારા સહકારને વધારે ગાઢ બનાવવા પણ પ્રતિબદ્ધ છીએ.
નવીનકરણ ઊર્જા અને ઉપચારની પરંપરાગત પદ્ધતિઓ પર સમજૂતી કરાર (એમઓયુ) આ વિસ્તારોમાં અમારો સહકારને નવી ઊંચાઈએ લઈ જશે.
અમે અનાજ-કઠોળમાં વેપાર માટે લાંબા ગાળા અને પારસ્પરિક લાભદાયક વ્યવસ્થા માટે કામ કરવા પણ સંમત થયા છીએ.
ચાલુ વર્ષે એપ્રિલમાં અમે મ્યાન્મારમાં તમુને વીજળીનો પુરવઠો પહોંચાડવા નાનું પગલું ભર્યું હતું.
મેં પ્રેસિડન્ટને કહ્યું હતું કે આપણે આપણા ઊર્જાના પુરવઠાને નોંધપાત્ર રીતે વધારવા ઇચ્છીએ છીએ.
એક્સલન્સી,
મ્યાન્માર સાથે ભારત વિકાસલક્ષી ભાગીદારી વધારવા તૈયાર અને સજ્જ છીએ.
અને મ્યાન્માર સરકારની પ્રાથમિકતાઓ પૂર્ણ કરવા અમે કામગીરી કરીશું.
મિત્રો,
આપણા સંબંધોના કેન્દ્રમાં સંસ્કૃતિ મહત્ત્વપૂર્ણ પરિબળ છે.
મને ખુશી છે કે આપણી ભાગીદારી મ્યાન્મારમાં બાગાનમાં આનંદ મંદિરનો જીર્ણોદ્ધાર કરી રહી છે.
અમે અન્ય ઐતિહાસિક સ્મારકો અને પગોડાની જીર્ણોદ્ધાર કરવા પણ તૈયાર છીએ, જે ગયા અઠવાડિયે મ્યાન્મારમાં આવેલા ધરતીકંપમાં નાશ પામ્યાં છે.
એક્સલન્સી,
તમે ઉચિત સમયે મુલાકાત લીધી છે.
આપણી આજની ચર્ચાએ આપણને આપણા સહકાર માટે રોડ મેપ અને કામગીરી નક્કી કરવા સક્ષમ બનાવ્યાં છે.
હું આપણા સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા તમારી સાથે કામ કરવા તૈયાર છું.
મ્યાન્મારનું ઉજ્જવળ ભવિષ્ય ફક્ત તમે જ ઇચ્છતાં નથી.
તે અમારી પણ આકાંક્ષા છે.
ફરી એક વખત, એક્સલન્સી, ભારતમાં તમારું સહૃદય સ્વાગત છે.
ધન્યવાદ.
ખૂબ ખૂબ આભાર.
TR
I am delighted to welcome H.E U Htin Kyaw, President of Myanmar and his distinguished delegation to India: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 29, 2016
Myanmar is special for us. It holds a unique position in India's neighbourhood: PM @narendramodi https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) August 29, 2016
The longstanding cultural and historical linkages between our societies form a solid foundation of our ties: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 29, 2016
Let me assure you that at every step of the way 1.25 billion people of India will stand by you- as partners and as friends: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 29, 2016
President and I agreed to work together for the safety and security of our people: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 29, 2016
Also conveyed India’s full support to the peace process initiative under the ‘21st Century Panglong Conference: PM https://t.co/Iy8hu3vQmx
— PMO India (@PMOIndia) August 29, 2016
Our engagement is supporting projects in connectivity, infrastructure, capacity building education, healthcare and many other sectors: PM
— PMO India (@PMOIndia) August 29, 2016