Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલી વિઝીટર્સ કોન્ફરન્સમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


પરમ આદરણીય રાષ્ટ્રપતિ જી, મંત્રીપરિષદના મારા સાથીઓ, ઉપસ્થિત તમામ વરિષ્ઠ મહાનુભાવો. હું આદરણિય રાષ્ટ્રપતિ જીનો ખૂબ જ આભારી છું કે તમે આ વ્યવસ્થાને શક્ય બનાવી, નહીં તો આવવાનું -મળવાનું, કંઇક અહીંથી કઇંક ત્યાંથી અને પછી આવજો. આ પ્રણાલીથી બહાર આ વ્યવસ્થાને શક્ય બનાવીને તેમા પ્રાણ ભરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અને સમયની માગના અનુસાર એમાં ભાગ લેવો, સહકાર આપવાને વધારે જોર આપવામાં આવ્યું છે. આ જે વ્યવસ્થા વિકસીત થઇ છે અને તેના મંથનથી જે અમૃત પ્રાપ્ત થઇ રહ્યું છે તે ભવિષ્યમાં રાષ્ટ્રની વિકાસ યાત્રાના રોડ મેપને તૈયાર કરશે. એમાં જ્ઞાન તથા અનુભવને જોડશે તથા સમય સીમામાં પરિવર્તન લાવવાના પ્રયાસોને બળ આપવામાં આવશે. હું હંમેશાં વિચારું છું કે પ્રાથમિક શિક્ષા વ્યક્તિના જીવનના નિર્માણમાં ખૂબ જ મોટી ભૂમિકા અદા કરે છે. પ્રાથમિક શિક્ષા માણસના મૂળને જોડે છે પરંતુ માધ્યમિક શિક્ષણ આકાશને આંબવાની ઇચ્છા જગાવે છે અને એટલા માટે જ જેટલું મહત્વ પ્રાથમિક શિક્ષાના માધ્યમથી જીવનને તૈયાર કરવાનું, પ્રાથમિક શિક્ષાના માધ્યમથી મૂળ સાથે જોડવું, એટલું જ માધ્યમિક શિક્ષણના માધ્યમથી આકાશને આંબવાની ઇચ્છા કેવી રીતે જાગે. જો પ્રાથમિક શિક્ષા વ્યક્તિના ઘડતર પર વધારે જોર આપે છે તો માધ્યમિક શિક્ષણ રાષ્ટ્ર ઘડતરનો આધાર બને છે.

રાષ્ટ્ર કેવી રીતે શક્તિશાળી બને એનો એક રોડમેપ, તેની એક બ્લુપ્રિન્ટ અહીં તૈયાર થાય છે અને એ અર્થમાં તમારા બધાનું યોગદાન, તમારા દ્વારા સંસ્થાનું યોગદાન, રાષ્ટ્રના વિકાસની યાત્રાને, રાષ્ટ્ર નિર્માણના પ્રયાસોને સમય અનુસાર જે તાકાતોની જરૂર છે તેને જોડવાના કામમાં આવે છે. કદાચ એના પહેલાની કોઇ શતાબ્દી એવી નહી હોય જેની પર ટેક્નોલોજીનો આટલો પ્રભાવ રહ્યો હોય. એક પ્રકારથી સમાજ જીવન ટેક્નોલોજીમય થયું છે તથા ત્યારે જઇને આપાણા માટે એ પણ આવશ્યક થાય છે કે ટેક્નોલોજીના આ મહત્વને સ્વીકારીને, ભવિષ્યને ધ્યાનમાં રાખતા પોષાય તેવી ટેક્નોલોજીની તરફ કેવી રીતે આગળ વધી શકાય ? આપણે ટકાઉ ટેક્નોલોજી પર બળ કેવી રીતે આપીએ તથા એમ કરવું હોય તો આપણે નવીનતા પર ભાર આપવો પડશે. મિલિયન પડકારો છે આપણી સામે. જોકે જેમ અત્યારે જણાવવામાં આવ્યું છે કે આપણી પાસે બિલિયન મગજ પણ છે. પરંતુ જ્યાં સુધી મગજ નવીનતા સાથે જોડાતું નથી તે ફક્ત એક ગ્રાહક જ બની રહેશે. તો હું નથી માનતો કે તમામ મગજને આપણે ખોરાક પણ આપી શકીશું, એને જે દિમાગી ખોરાક જોઇએ એ પણ આપી શકીશું નહીં એટલા માટે આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે બિલિયન મગજ છે. જોકે જ્યાં સુધી આપણે નવીનતા માટે કોઇ ચોક્કસ પર્યાવરણ નહીં આપીએ, તંત્ર વિકસીત નહીં કરીએ. સ્ત્રોતનો ઉપયોગ નહીં કરીએ તો ક્યારેક વિચાર ફક્ત વિચાર જ બની રહેશે અને એટલા માટે સપનાને સાકાર કરવાનો એક માર્ગ હોય છે નવીનતા. આપણી સંસ્થા નવીનતાને પ્રાધાન્ય આપવામાં કેટલી સફળ થઇ રહી છે.

હવે આજે ગ્લોબલ વોર્મિંગ, પર્યાવરણ આ બધા પડકારોની ચર્ચા દુનિયામાં થઇ રહી છે. અમુક લોકો માટે ગ્લોબલ વોર્મિંગની એક ચિંતાનો વિષય છે, તો અમુક લોકો માટે ગ્લોબલ વોર્મિંગ એક માર્કેટનું કારણ છે. તેમણે એને એક માર્કેટની તકમાં ફેરવવા અંગે વિચાર્યું છે. તેઓ ઇચ્છે છે કે આપણે નવીનતા લાવીશું તથા ગ્લોબલ વોર્મિંગના નામ પર દુનિયાના માર્કેટને સર કરીશું. ભારત જેવા દેશ માટે એ આવશક્યતા બની જાય છે કે આપણે ભાવિ પેઢીની રક્ષા માટે શું એવી તકો દુનિયાની સામે લાવી શકીએ કે જે સસ્તી પણ હોય તથા સામાન્ય માનવીના જીવનને સહજતાથી સ્વીકૃત પણ હોય. જો આ પ્રકારની વ્યવસ્થા આપણે વિકસીત કરીએ તો આ બિલિયન માણસો એક કદમ ચાલીને પણ વાતાવરણના ફેરફારની આટલી મોટી સમસ્યાના સમાધાનના રસ્તા શોધી શકે છે.

આજે દુનિયામાં એક સંસ્કૃતિ ઉત્પન્ન થઇ છે. ફેંકી દેવાની સંસ્કૃતિ. જોકે દુનિયામાં જે સંકટ પેદા થયું છે તેના કારણે હવે ફેંકી દેવાની સંસ્કૃતિ ચિંતાનું કારણ બન્યું છે અને એના કારણે તેનો ફરીથી ઉપયોગ કેવી રીતે કરવો, ફરીથી વાપરી શકાય તેવું કેવી રીતે બનાવવું, એની પર મંથન ચાલી રહ્યું છે. ભારત જેવો આટલો મોટો દેશ, આપણે વાપરેલાને શક્તિમાં ફેરવવા માટે શું કરી શકીએ છીએ માની લો કે આપણે 50 મિલિયન મકાન બનાવીએ તો આજે જે સાધન સામગ્રીના આધારે મકાન બનાવી રહ્યા છીએ શું આપણે એટલા મકાન બનાવવા માટે સાધનસામગ્રી આપી શકીએ. આપણે જાણીએ છી એ કે હાલમાં નદીની રેતની દાણચોરી થાય છે. એક રાજ્ય બીજા રાજ્યમાં દાણચોરી કરે છે કારણ કે તેને મકાન બનાવવા માટે રેત ઉપલબ્ધ થતી નથી. પર્યાવરણના કારણે પણ એમ બન્યું છે કે રેતી લેવી મુશ્કેલ થતી જાય છે. એટલે જ આપણી પાસે સૌથી મોટો પડકાર એ છે કે આપણે એવી કઇ શોધ કરીએ કે જેનાથી આપણે મકાનોની રચનામાં યોગ્ય સામગ્રી ઉપલબ્ધ કરી શકીએ. જો આપણી પાસે નકામી સામગ્રી પડી હશે તો એ જ નવી સામગ્રી માટે ઉપયોગમાં આવશે. આપણી નવી શોધ કેવી રીતે કરીએ. આપણે ક્યારેક ક્યારેક બહારની કે ઉધારની ચીજવસ્તુઓને તરત જ સ્વીકારી લઇએ છીએ જે જગ્યાએ અઠવાડિયામાં માત્ર એક વખત મુશ્કેલીથી સૂર્યના દર્શન થાય છે એ જ્યારે મકાનની રચના કરશે તો ચારેય તરફ અરીસા લગાવશે જેથી ક્યાંકથી કિરણ મળી જાય, ક્યાંય જતી ન રહે તથા તેના નસીબમાં આવી જાય. પણ જો આપણે એવું કરવું હોય તો આપણે એક પડદો લગાવીએ, બે પડદા લગાવીએ, પાંચ પડદા લગાવીએ, તાપમાન આપણી જરૂરીયાત પ્રમાણે આપણું આર્કિટેક્ચર બનાવવું પડે. જ્યાં સુધી આપણે આપણી જરૂરિયાત પ્રમાણે આર્કિટેક્ચર ઉત્પન્ન ન કરીએ અને આપણે ઉછીની લીધેલી વ્યવસ્થાને સ્વીકાર કરીશું તો કદાચ આપણે જ આ સંકટને વધારવામાં ભાગીદાર બનીશું અને એટલા માટે વિજ્ઞાન બધે જ છે પરંતુ ટેક્નોલોજી તો આપણી જ હોવી જોઇએ. એટલે કે જ્યાં સુધી આપણે તેને સ્વીકાર નથી કરતાં, માની લો કે મારે અસમની અંદર પાણી નીકાળવું અથવા પાણી પહોંચાડવું છે તો હું 50 વખત વિચારીશ કે મારે સ્ટીલની પાઈપની જરૂર છે કે શું.? પરંતુ મારો જવાબ છે કે સ્ટીલની પાઇપ વગર બામ્બુના પાઇપમાં પણ પાણી પહોંચાડવામાં આવી શકે છે અને સ્ટીલથી તેનું જીવન વધુ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મારે અહીં બામ્બુથી કામ ચલાવવું છે તો મારે સ્ટીલ લઇ જવાની જરૂર શું છે અને એટલા માટે જ સમાજ જીવનની જે સ્વાભાવિક જરૂરીયાતો છે એમાં આપણે કેવી રીતે એ પ્રકારથી ઉપયોગ કરીએ. આપણે એક સામાન્ય પ્લેટફોર્મ તૈયાર કરી શકીએ છીએ, એક વેબસાઇટ પ્રિન્ટ અમારી સામે આવી છે. આપણે એક એવું સામાન્ય પ્લેટફોર્મ બનાવીએ કે જે વૈશ્વિક રીતે આ પ્રકારના પ્રયોગ કરી શકે. તેમને આપણે આમંત્રિત કરીશું. આપણે તે અંગે સેમિનાર કરીએ, ચર્ચા કરીએ, અને એમાં બની શકે છે કે અમુક ચીજવસ્તુઓ આપણા માટે સ્પિકિંગ પોઇન્ટ બને. આપણે કંઇક કરવા માટે પ્રેરણા બની શકીએ છીએ. શું આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. જો આપણે આ પ્રકારે લોકોને જોડીએ, વધારે પ્રયાસ કરીએ તો પરિણામ મળી શકે છે. આપણી સંસ્થાઓ આપણને ખબર છે કે આપણા ત્યાં જે વિદ્યાર્થીઓ આવે છે. તો તેઓ કેવી રીતે આવે છે. એક ચિંતાનો વિષય છે કે મોટાભાગના જે વિદ્યાર્થીઓ આપણી પાસે આવી રહ્યા છે તેઓ એન્ટ્રન્સ પરીક્ષા કેવી રીતે પાસ કરવી તેમાં જ તેમની આવડત છે. તેઓ એ પ્રકારના ક્લાસિસ જ ભરે છે. જે તેમને પરીક્ષા પાસ કરવાનો રસ્તો દેખાડે. જેના કારણે આપણે તેમની સાચ્ચી પ્રતિભા તથા ક્ષમતાથી વંચિત રહી જઇએ છીએ. તે પ્રવેશ મેળવી લે છે અને તેને ખબર હોય છે કે તેનો પાયો આવો છે કે પાઇપલાઇનની એક તરફથી પ્રવેશ કરી લીધો તો બીજી તરફ નીકળવાનું જ છે. બીજો કોઇ રસ્તો છે જ નહીં. આપણે અહીં કોઇ આઇએએસ ઓફિસર 24સૌ કલાક અભ્યાસ કરીને પરીક્ષા પાસ કરીને અંદર તો આવી ગયો તો અહીં સેક્રેટરી બનીને જ નીકળશે. અહીં જે સ્થિતિ છે તથા અટેલા માટે જ આપણે અહીં રેન્કિંગ કરવાની પદ્ધતિ બદલવી પડશે. નહીં તો આપણે રોકાણ કરતા રહીશું, સમાજનું છે હું સરકારની વાત નથી કરતો. આપણે રોકાણ કરતાં રહીશું પરંતુ આખરી ચીજવસ્તુ જે છે તે આપણા કામમાં ન આવે તેનો તો નિર્વાહ કરી લેશે. પરંતુ તે પોતે પણ પોતાનો નિર્વાહ ટીચર બનીને પણ કરી શકે છે. આજે આપણો દેશ આટલી મોટી માત્રામાં રક્ષા સામગ્રી આયાત કરે છે. દેશનું ખૂબ જ મોટું બજેટ રક્ષા પાછળ ખર્ચાય છે. શું મારા દેશની ટેક્નિકલ સંસ્થાઓ એવી શોધખોળ તથા નવીનતા લાવે કે જે રક્ષા માટેના સાધનોની બનાવટ માટે જે સ્ત્રોત તથા સામગ્રી છે તેમાં સૌથી મોટી તાકાત છે માનવ સ્ત્રોતની પ્રતિભા. એ માનવીના સ્ત્રોતની ક્ષમતા એટલી હોય કે દુનિયાની કોઇ પણ રક્ષાશક્તિ ઉત્પાદનવાળા લોકોને પહેલા ધ્યાનમાં આવવું જોઇએ કે યોગ્ય પ્રતિભા અહીં જ છે. હું બનાવટમાં જ કરીશ તથા મને સસ્તી પ્રતિભા મળી જશે તો વૈશ્વિક માર્કેટની અંદર પોષાય તેવી રીતે ઉભો રહી શકીશ. હું માર્કેટમાં ઉભો રહીશ તથા એનો મતલબ એમ થાય છે કે મારે જો મારા દેશની રક્ષાની જરૂરિયાત માટે આટલી આયાત કરવાની છે તો મારી સંસ્થાઓ ભેગી મળીને એ નક્કી કરે કે ત્યારે હિન્દુસ્તાનના દસ વર્ષની અંદર રક્ષાના સાધનોની આયાત આપણે 50 ટકા સુધી ઓછી કરી દઇશું. હું સમજું છું કે ભારત સરકારનું એટલું બજેટ બચશે કે કોઇ શૈક્ષણિક વ્યવસ્થાના વિકાસમાં તે કામમાં આવશે. કેટલો મોટો ફાયદો થશે. આપણે આત્મનિર્ભર બનીશું તથા એટલા માટે આપણે લોકો જ્યાં સુધી એ નહીં વિચારીએ કે આપણી જરૂરિયાતો શું છે.

આજે સોલર એનર્જી તરફ તમામનું ધ્યાન ગયું છે. 175 ગીગાવોટ ખૂબ જ મોટો પ્લાન છે. દુનિયાના કોઇ પણ દેશના વ્યક્તિ સાથે જ્યારે ભારત 175 ગીગાવોટની ઉર્જા નવીનીકરણની વાત કરે છે તો પાંચ મિનિટ તો તે સમજી શકતો નથી કે હું મેગાવોટ બોલી રહ્યો છું કે ગીગાવોટ બોલી રહ્યો છું. તેમને આશ્ચર્ય થઇ રહ્યું છે. શું કોઇ દેશ આટલી મોટી પહેલ લઇ શકે. પરંતુ આપણે ટેક્નોલોજીમાં નવીનતા લાવીએ. આપણે સોલરની બનાવટમાં સોલરના સાધાનોની બનાવટમાં નવીનતા લાવીને આપણે વધારેમાં વધારે શક્તિ ઉત્પન્ન કરવાની દિશામાં કેવી રીતે જઇ શકીએ. આપણે તેને વધુ અસરકારક ખર્ચ બનાવી શકીએ. આપણે દેશની કેટલી બધી સેવા કરી શકીએ છીએ ?

હાલમાં હું એક વિજ્ઞાનનું મેગેઝીન જોઇ રહ્યો હતો. વાંચી તો શકતો નથી પરંતુ એમાં એક ચીજવસ્તુ મારા ધ્યાનમાં આવી હતી. એક પ્રયોગ ચાલી રહ્યો છે તે પવન ઉર્જાના સંબંધિત હતો. તો જે પવનચક્કી જે છે તે હવામાં જે ભેજ છે તેને પકડી લે છે. હવે તે પવનના કારણે પાવર તો ઉત્પન્ન કરે જ છે પરંતુ તેની વ્યવસ્થાથી તે ભેજને પકડીને તેને પાણીમાં ફેરવી નાંખે છે તથા એક પવનચક્કી 24 કલાકમાં 10,000 લીટર મીઠું પાણી હવાથી લઇને આપી શકે છે. મતલબ તમે માની લો કે રેગિસ્તાનના વિસ્તારમાં ગામ છે ત્યાં આપણા જેવી પવનચક્કી લગાવવામાં આવે છે તો જ્યાં પવનનો વેગ છે તથા જો આપણે 10,000 લીટર મીઠું પાણી આપું છું તો મતલબ હું સ્વાસ્થ્યના તમામ પ્રશ્નોનો હલ લાવું છું. જીવન જીવવાની રીતમાં ફેરફાર કરું છું. શું હું ઘણી બધી પ્રવૃતિવાળી મારી ટેક્નોલોજી, એકમાંથી અનેક લાભ આ દિશામાં આપણે કંઇક કરી શકીએ છીએ. અને આપણી પાસે યુવાનો છે. દુનિયાના કોઇ પણ દેશમાં જાઓ તો આ પ્રકારના પરાક્રમ કરી શકીએ છીએ. શું આપણે ભારતમાં એ પ્રકારની તકો ઉભી ન કરી શકીએ ? આપણી તમામ સંસ્થાઓ, તે તેમના ઉષ્માયન કેન્દ્રને એવી રીતે વિસ્તારે તથા કોર્પોરેટ જગતને તેની ભાગીદારી કેવી રીતે આપવામાં આવે ? જેથી કરીને કોર્પોરેટ જગતની જે આવશક્યતા છે તે વાણિજ્યમાં જવાના છે, જો ઉષ્માયન કેન્દ્રની સાથે શૈક્ષણિક સંસ્થા હોય તો આ ત્રણેયની એક અલગ ભાગીદારી હશે. તો હું સમજું છું કે આપણે નવા નવા રીસર્ચ માટે વાણિજ્યના ક્ષેત્રમાં જવા માટે તરત જ નિર્ણય કરી શકીએ છીએ તથા એક બીજાને બળ આપી શકીએ છીએ.

આપણે મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ. મેક ઇન ઇન્ડિયાની સૌથી મોટી તાકાત શું છે ? કાચી સાધનસામગ્રી છે, એવો અમે દાવો નથી કરી શકતા. પરંતુ આપણી પાસે માનવશક્તિ એટલી બધી મજબૂત છે કે અમે મેક ઇન ઇન્ડિયા માટે દુનિયામાં દાવો કરી શકીએ છીએ અને તેના માટે પ્રતિભાનો વિકાસ હોવો જોઇએ. આપણે જે વિષયો પર કામ કરીએ છીએ, માની લો કે પેટ્રોલિયમ યુનિવર્સિટી છે. ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં દેશ આગળ વધી રહ્યો છે. જો ગેસ આધારિત અર્થતંત્રની દિશામાં મારો દેશ આગળ વધી રહ્યો છે તો મારે નાનામાં નાના ગામમાં પણ કે જ્યાં ગેસ સંબંધિત જે ટેક્નોલોજી છે, સુધારવી, પાઇપ સુધારવી, સુરક્ષાના માપદંડો એના માટે નાના-નાના લોકોની જરૂર પડશે. આપણી સંસ્થાઓ આપણને કેવી રીતના માનવસ્ત્રોત જોઇએ છે તેની યાદી તૈયાર કરીને, પ્રતિભા તૈયાર કરનારી સંસ્થાઓ સુધી તેને પહોંચાડે તો મારી યુનિવર્સિટી વ્યવસાયિક લોકોને તૈયાર કરશે. મારી યુનિવર્સીટી વિદ્વાન વૈજ્ઞાનિકો તૈયાર કરશે. ટેક્નિશિયનને તૈયાર કરશે પરંતુ બેક-અપ માટે મારે જે પ્રકારના માનવસ્ત્રોતની જરૂર પડશે તે પણ સમાંતર રીતે તૈયાર થશે. કેટલો મોટો ફેરફાર આવી શકે છે, પરંતુ આપણું કામ ટુકડાઓમાં થાય છે. જ્યાં સુધી આપણે સાકલ્યવાદી અભિગમ નહીં અપાનાવીએ, સંકલિત અભિગમ નહીં અપનાવીએ ત્યાં સુધી ટુકડાઓથી જે વ્યવસ્થા બની છે તેમાં આપણી મુશ્કેલી વધશે. અને એટલા માટે એ પણ જરૂરી છે કે જે પ્રકારે કોઇ દેશ એકલતાથી નથી ચાલી શકતો, એવી જ રીતે કોઇ સંસ્થા એકલતાથી ચાલી શકતી નથી. આપણા માટે આવશ્યક છે કે સમગ્ર દુનિયા ક્યાં જઇ રહી છે, એ દુનિયામાં આપણે ક્યાં જઇ શકીએ છીએ. એ સ્થાને પહોંચવા માટે આપણા વેતન તથા અર્થ શું છે, આપણા સ્ત્રોત શું છે, આપણી ક્ષમતા શું છે, અને તેમાં આપણે પાંચ વર્ષનો પ્લાન બનાવીને, દસ વર્ષનો પ્લાન બનાવીને આ ચીજવસ્તુઓ પર ધ્યાન આપીશું, આપણે એટલા પહોંચીશું, તો ત્યારે જઇને આ શક્ય બનશે. નહીં તો મને યાદ છે કે હું જ્યારે નવો નવો ગુજરાતનો મુખ્યમંત્રી બન્યો હતો, તો મારો લક્ષ્યાંક હતો કે આઇટીઆઇ એક પ્રકારની ટેક્નોલોજીની દુનિયાનું બાળમંદિર છે. બાળમંદિર કહી શકાય છે. મેં તેની પર વધારે ધ્યાન આપ્યું હતું. હું હેરાન હતો. ત્યાં જે ઓટોમોબા‌ઇલના જે કોર્સ હતા, એમાં એવા કોર્સ ચાલી રહ્યા હતા કે જે ગાડીઓ ત્યારે બનતી જ નહોતી. હવે કાર એવી ઉપલબ્ધ નથી, પરંતુ વિદ્યાર્થી તો બિચારો પ્રવેશ મેળવીને એક વર્ષ આ બધા વિષયોનો અભ્યાસ કરતો હતો. એટલા માટે આ બધો ફેરફાર લાવવા માટે તમે જ્યાં છો ત્યાંથી પાછળ શું થઇ શકે છે, તેમાં તમે ખૂબ જ મોટો ફાળો આપી શકો છો.

અહીં જે છાપના માધ્યમથી તમે જે મોટો ફાળો આપી શકો છો. અને એટલા માટે જ આપણે એક નવા વિઝન સાથે એક લાંબી વિચારસરણી સાથે આ ચીજવસ્તુઓને કેવી રીતે કરીએ તથા આપણે લોકો ભાગ્યશાળી છીએ કે આપણા રાષ્ટ્રપતિ જી સ્વયં એક ચાલતી ફરતી યુનિવર્સિટી છે. કોઇ મને પૂછે કે પ્રધાનમંત્રી બનવાનો મારો સૌથી મોટો ફાયદો શું છે તો હું કહીશ કે મારો ફાયદો છે રાષ્ટ્રપતિ જીની નજીક જવાનો. જ્યારે પણ તેમને મળું છું, જ્ઞાનનો ભંડાર છે. હું સાચું કહું છું. એટલી બધી ચીજવસ્તુઓ તે બારીકાઇથી જણાવે છે. તેની સાથે તેમનો અનુભવ હોય છે. તમને તેમનું સીધે સીધું માર્ગદર્શન છે. તેમના માર્ગદર્શનમાં તમારે કામ કરવાનું છે હું માનતો નથી કે હવે કોઇ આપણને રોકી શકે છે. આકાશ એ જ સીમા છે, હવે તમે રાષ્ટ્રપતિ જીના આદેશો અનુસાર, ઇચ્છાના અનુસાર કાર્ય કરશો. હું માનું છું કે રાષ્ટ્રને લાભ થશે. મારી તમને સહુંને શુભકામનાઓ. હું રાષ્ટ્રપતિજીનો ખૂબ જ આભારી છું કે મને તમારી બધાની વચ્ચે આવવાની તક આપી. ખૂબ ખૂબ ધન્યવાદ.

J.Khunt/GP