Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

રાષ્ટ્રપતિ શ્રીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ બે પુસ્તકોનું વિમોચન કર્યું

રાષ્ટ્રપતિ શ્રીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ બે પુસ્તકોનું વિમોચન કર્યું

રાષ્ટ્રપતિ શ્રીના જન્મદિન પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ બે પુસ્તકોનું વિમોચન કર્યું


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે ઐતિહાસિક દરબાર હોલમાં યોજાયેલા એક સમારંભમાં બે પુસ્તકોનું વિમોચન કર્યું છે – સ્પીચીઝ ઑફ ધ પ્રેસિડેન્ટ – વોલ્યુમ – 3 (રાષ્ટ્રપતિશ્રીના પ્રવચનો – ભાગ -3) અને પ્રેસિડેન્શિયલ રીટ્રીટ્સ. રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા કેટલાંક કાર્યક્રમો પૈકી આ સમારંભનું આયોજન કરાયું હતું.

પ્રધાનમંત્રી શ્રીએ રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીને 80 વર્ષ પૂરા થવા બદલ અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખરજીએ પોતાની રાજકીય કારકીર્દિ દરમિયાન કેન્દ્ર સરકારમાં અનેક ઉચ્ચ પદો પર જવાબદારીઓ નિભાવી છે. તેમણે પોતાને પ્રધાનમંત્રી તરીકે તેમની સાથે કામ કરવાની તક મળી તે બદલ પોતાને નસીબદાર ગણાવ્યા હતા. પ્રધાનંત્રી શ્રીએ જણાવ્યું હતું કે પુસ્તકો અત્યંત સુંદર રીતે લખાયેલાં છે અને તે રાષ્ટ્રપતિ શ્રીના તીક્ષ્ણ અને સમજદાર મનનું પ્રતિબિંબ દર્શાવે છે.

J.Khunt/GP