પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રિય મંત્રીમંડળે રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ અધિનિયમ, 1993 માં સુધારો કરીને રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ અધિનિયમ (સંશોધિત) ધારો, 2017નાં નામે રજૂ કરવાની મંજૂરી આપી છે, જેનો ઉદ્દેશ એનસીટીઇની મંજૂરી વિના શિક્ષકનાં શૈક્ષણિક અભ્યાસક્રમો હાથ ધરનાર કેન્દ્રીય/પ્રાદેશિક/વિશ્વવિદ્યાલયોને પશ્ચાતવર્તી માન્યતા આપવાનો છે.
આ સુધારાનો હેતુ અકાદમિક વર્ષ 2017-2018 સુધી એનસીટીઇની માન્યતા વિના શિક્ષકો માટે શૈક્ષણિક અભ્યાસક્રમો હાથ ધરનાર કેન્દ્ર/રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશનું ફંડ મેળવતી સંસ્થાઓ/વિશ્વવિદ્યાલયોને પશ્ચાતવર્તી માન્યતા આપવાનો છે. પશ્ચાતવર્તી માન્યતા એક વખત ઉઠાવેલા પગલાં સ્વરૂપે આપવામાં આવી છે, જેથી આ સંસ્થાઓમાંથી પાસ થનાર વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે એ સુનિશ્ચિત કરી શકાય.
આ સુધારો એ સંસ્થાઓ/વિશ્વવિદ્યાલોયમાં અભ્યાસ કરનાર કે પાસ થનાર વિદ્યાર્થીઓને શિક્ષક તરીકે રોજગારી મેળવવા સક્ષમ બનાવશે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ઉપરોક્ત ઉલ્લેખિત લાભ પ્રાપ્ત કરાવવા આ સુધારો રજૂ કર્યો છે.
બી. એડ અને ડી. ઇએલ. એડ. જેવા શિક્ષકોનાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવતી તમામ સંસ્થાઓએ એનસીટીઇ કાયદાની કલમ 14 હેઠળ રાષ્ટ્રીય શિક્ષક પ્રશિક્ષણ પરિષદ પાસેથી માન્યતા મેળવવી પડશે. ઉપરાંત આ પ્રકારની માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/વિશ્વવિદ્યાલયોનાં અભ્યાસક્રમોને એનસીટીઇ ધારાની કલમ 15 હેઠળ મંજૂરી આપવામાં આવશે.
એનસીટીઇએ તમામ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને/રાજ્ય ઓબ્વર્ન્મેન્ટ/રાજ્યનાં વિશ્વવિદ્યાલયો/જિલ્લા શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ (ડીઆઇઇટી)ને લખીને એનસીટીઇને 31-03-2017 સુધી શિક્ષણ માટે શૈક્ષણિક અભ્યાસક્રમો શરૂ કરવા પૂર્વમંજૂરી મેળવવાનું ફરજિયાત બનાવવાની કાયદેસર જોગવાઈ વિશે જાણકારી આપી હતી. તમામ કેન્દ્રિય વિશ્વવિદ્યાલયો અને/રાજ્ય ઓબ્વર્ન્મેન્ટ/રાજ્યની વિશ્વવિદ્યાલયો/જિલ્લા શૈક્ષણિક અને તાલીમ સંસ્થાઓ (ડીઆઇઇટી) 31-03-2017 સુધી આ પ્રકારની કોઈ સંસ્થા/યુનિવર્સિટી એનસીટીઇની મંજૂરી વિના ચાલતી હોય તો એનસીટીઈને જાણ કરીને એક વખતનાં પગલાં સ્વરૂપે જૂનાં મુદ્દાઓનું સમાધાન કરી શકે છે.
પૃષ્ઠભૂમિ:
એનસીટીઇ ધારો, 1993 1 જુલાઈ, 1995થી અમલમાં આવ્યો હતો અને જમ્મુ-કાશ્મીર સિવાય સમગ્ર દેશમાં લાગુ થયો હતો. આ ધારાનો મુખ્ય ઉદ્દેશ એનસીટીઇને શિક્ષક માટેની શૈક્ષણિક વ્યવસ્થા, નિયમનનાં આયોજિત અને સંકલિત વિકાસને હાંસલ કરવા તથા કથિત વ્યવસ્થામાં યોગ્ય નિયમો અને ધારાધોરણો જાળવવા સંસ્થા પ્રદાન કરવાનો છે. આ ધારાનાં ઉદ્દેશો પાર પાડવા કાયદામાં અલગ જોગવાઈઓ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ શિક્ષણ માટે શૈક્ષણિક અભ્યાસક્રમોને માન્યતા આપવાનો અને માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ/વિશ્વવિદ્યાલયો દ્વારા નિયમોનાં પાલન માટે માર્ગદર્શિતા સ્થાપિત કરવાનો છે.
NP/J.Khunt/GP/RP