Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લખનૌમાં અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સીટીના નવા પરિસર અને અન્ય વિકાસ કાર્યોના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

લખનૌમાં અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સીટીના નવા પરિસર અને અન્ય વિકાસ કાર્યોના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

લખનૌમાં અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સીટીના નવા પરિસર અને અન્ય વિકાસ કાર્યોના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય

લખનૌમાં અબ્દુલ કલામ ટેક્નિકલ યુનિવર્સીટીના નવા પરિસર અને અન્ય વિકાસ કાર્યોના ઉદ્ઘાટન કાર્યક્રમ પ્રસંગે પ્રધાનમંત્રીનું વક્તવ્ય


નવયુવાન સાથીઓ,

આજે એક સાથે અનેક પ્રકલ્પોની માટે આ કાર્યક્રમમાં મને સહભાગી થવાનો અવસર મળ્યો છે. ઉત્તર પ્રદેશમાં સરકાર દ્વારા જે ઉમંગ અને ઉત્સાહ સાથે સ્પષ્ટ દ્રષ્ટિકોણની સાથે વિકાસની યાત્રા ચાલી રહી છે; દેશના પ્રત્યેક ખૂણામાં ઉત્તર પ્રદેશની એક એક પળની ઘટનાઓ પ્રત્યે લોકોનું ધ્યાન છે, ઘણી ઉત્સુકતા છે. અને યોગીજીના નેતૃત્વમાં એક પછી એક જે પગલાઓ ઉપાડવામાં આવી રહ્યા છે, પરિશ્રમની પરાકાષ્ઠાએ પહોંચીને અનેક વર્ષોની જે બીમારીઓ છે, લાંબા સમયના જે અવરોધો છે, તેને દુર કરીને ઉત્તર પ્રદેશને ઝડપથી આગળ વધારવાનો પ્રયાસ, યોગીજીને તેમની ટીમને ખુબ ખુબ શુભેચ્છાઓ આપું છું, તેમને ખુબ ખુબ અભિનંદન આપું છું.

આજે મને કેટલોક સમય ડ્રગ્સ રીસર્ચ ઇન્સ્ટીટયુટમાં વિતાવવાનો મોકો મળ્યો. આપણા વૈજ્ઞાનિકો માનવતા માટે આવા ડ્રગ્સ કે જે સસ્તા પણ હોય, અસરકારક પણ હોય અને વિપરીત અસર વિના તાત્કાલિક ઉપચાર કરવાવાળા હોય, તેમના સંશોધનમાં પોતાની આખી જિંદગી પ્રયોગશાળામાં ખપાવી રહ્યા છે. વૈજ્ઞાનિક એક રીતે આધુનિક ઋષિ હોય છે અને આધુનિક ઋષિની જેમ તેઓ પોતાના લક્ષ્યને સમર્પિત થઈને માનવને કઈ રીતે મુસીબતોથી મુક્ત કરી શકાય, પરંપરાગત જ્ઞાન વિજ્ઞાનને આધુનિક સાધનોની મદદથી, આધુનિક વ્યવસ્થાઓના માધ્યમથી અને વધારે ચોક્કસ કેવી રીતે બનાવી શકાય; તેની ઉપર તેઓ કામ કરી રહ્યા છે.

આજે માનવીની સામે ખાસ કરીને આરોગ્ય ક્ષેત્રમાં અનેક પડકારો છે. એક દવા બનાવવામાં વર્ષો વીતી જાય છે, સેંકડો વૈજ્ઞાનિક હોમાઈ જાય છે, પરંતુ તેની પહેલા નવા પ્રકારની બીમારીઓ જન્મ લઇ લે છે. એક રીતે સ્પર્ધા ચાલે છે. પરંતુ વિજ્ઞાનની મદદથી, સંશોધનની સહાયથી આ ખામીઓને પરાસ્ત કરવાની છે અને ગરીબમાં ગરીબ વ્યક્તિને સસ્તામાં સસ્તી અને અસરકારક દવા કેવી રીતે મળે, તે પડકારોને આપણે સ્વીકાર કરીને વિજયી બનવાનું છે.

આજે મને આ ટેક્નિકલ યુનિવર્સીટીના ભવનના લોકાર્પણનો પણ અવસર મળ્યો છે. ડોક્ટર એપીજે અબ્દુલ કલામની સાથે તેનું નામ જોડાયેલું છે. હું નથી માનતો કે ટેક્નિકલ જગત માટે ડોક્ટર એપીજે અબ્દુલ કલામથી મોટું કોઈ પ્રેરણાનું નામ હોઈ શકે છે. વિજ્ઞાન એ સાર્વત્રિક છે પરંતુ ટેક્નોલોજી તો સ્થાનીય જ હોવાની. અને ત્યાં જ આપની કસોટી છે. વિજ્ઞાનના સિદ્ધાંતો પ્રતિપાદિત થઇ ગયેલા છે. વિજ્ઞાનનું જ્ઞાન ઉપલબ્ધ છે, પરંતુ આપણી યુવા પેઢી પાસેથી એવી બાબતોની અપેક્ષા છે કે ઉપલબ્ધ સંસાધનોના માધ્યમથી જ્યારે ટેક્નોલોજી માનવ જીવનને ઘણી પ્રભાવિત કરી રહી છે ત્યારે આપણે ટેક્નોલોજીમાં એવા કયા સંશોધનો કરીએ, કયા આવિષ્કારો કરીએ, કે જે આપણા સામાન્ય માનવીના જીવનની ગુણવત્તામાં પરિવર્તન લાવે. આપણે દુનિયામાં ગર્વ કરીએ છીએ કે ભારત, જેની પાસે 8 હજાર મિલિયન નવયુવાનોની ફોજ છે, 35થી ઓછી ઉંમરના નવયુવાનોનો આ દેશ છે, તેમની પાસે મગજ પણ છે. જો હાથમાં કૌશલ્ય હોય, વિજ્ઞાન અધિષ્ઠાન હોય, અને ટેક્નોલોજીનો આવિષ્કાર હોય તો મારા દેશનો નવયુવાન વિશ્વમાં પોતાનો ડંકો વગાડવાનું સામર્થ્ય ધરાવે છે. પરંતુ આપણે તે ટેક્નોલોજીને સહારે તેટલી પ્રગતિ નથી કરી શકતા. જે પાછળની સદીઓમાં ઘણી મોટી ભૂમિકા નિભાવી ગઈ હશે, પરંતુ આવનારી સદીઓમાં કદાચ તે ઉપયોગી ના પણ હોય. અને એટલા માટે ટેક્નોલોજીને સમયથી આગળ ચાલવું પડે છે, તેને દૂરનું વિચારવું પડે છે.અને ભારતના નવયુવાનોમાં તે સામર્થ્ય છે, તે સામર્થ્યને લઈને આપણે ટેક્નોલોજીના ક્ષેત્રમાં નવી ઉંચાઈઓને કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ.

આજે પણ આપણો દેશ સંરક્ષણ માટે, સુરક્ષા માટે, આપણી ફોજ માટે દરેક નાની મોટી વસ્તુઓ આપણે વિદેશથી લાવીએ છીએ. શું આપણે ખુબ ઝડપથી સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર નથી બનાવી શકતા? શું દેશની સુરક્ષા માટે જે સંસાધનોની જરૂરિયાત છે, જે ટેક્નોલોજીની જરૂર છે, જે સાધનોની જરૂરિયાત છે, તેને ભારતમાં જ નવા નવા આવિષ્કાર સાથે આપણે શા માટે ના કરીએ? સુરક્ષાના ક્ષેત્રમાં ભારત આત્મનિર્ભર કઈ રીતે બને, તે સપનાઓને લઈને આપણે આગળ વધી રહ્યા છીએ. અને એટલા માટે આપણે અનેક નીતિગત પરિવર્તનો કર્યા છે. સંરક્ષણ ક્ષેત્રમાં 100 ટકા સીધું વિદેશી મૂડીરોકાણને અમે ખુલ્લું મુક્યું છે. અમે ભારતના કારોબારીઓને ભાગીદારી માટે ખુલ્લા કર્યા છે. અમે ભારત સરકાર જે વસ્તુઓ બહારથી લાવે છે, જો હિન્દુસ્તાનમાં બનેલી લેશે તો તેને ખાસ પ્રોત્સાહન આપવાની યાદી તૈયાર કરી છે. અને આ બધા જ અવસર ટેક્નોલોજી સાથે જોડાયેલી યુવા પેઢી માટે છે.

તેવું જ એક બીજું ક્ષેત્ર છે. આજે મેડીકલ સાયન્સ એક રીતે ટેક્નોલોજીથી સંચાલિત છે. હવે ડોક્ટર નક્કી નથી કરતો કે તમને કઈ બીમારી છે, મશીન નક્કી કરે છે કે તમે કઈ બીમારીથી ગ્રસ્ત છો. તમારા શરીરમાં ક્યાં તકલીફ છે, ક્યાં ખોટ છે, કેવી તકલીફ છે, તે યંત્ર નક્કી કરે છે. અને પછીથી ડોક્ટર તે મશીનના રીપોર્ટના આધારે તમારા માટે આરોગ્યનો રોડમેપ શું હશે, દવાઓ કઈ હશે, ઓપરેશન કરવાનું છે કે નથી કરવાનું, તેના નિર્ણયો કરે છે. પરંતુ આ મેડીકલ સાધનો, તે, તેમનું ઉત્પાદન, ભારત આટલો મોટો દેશ છે, તેને આટલી મોટી માત્રામાં જરૂરિયાત છે. આપણા ટેક્નોલોજી ક્ષેત્રના વિદ્યાર્થીઓ કેમ એવું ના વિચારે કે આપણે તે સ્ટાર્ટ અપ શરુ કરીએ, આપણે તે વિષય પર શોધ કરીશું, આપણે ભારતની અંદર જ આરોગ્યના ક્ષેત્રમાં જે સાધનોની જરૂરિયાત છે તે જરૂરીયાતને પૂરી કરવા માટે નવી શોધ સાથે નવા નિર્માણની દિશામાં જઈશું.

‘મેઇક ઇન ઇન્ડિયા’ આ આખો ખ્યાલ હિન્દુસ્તાનની ટેક્નોલોજી સાથે જોડાયેલા આપણા નવયુવાનોને એક નવો અવસર આપવા માટે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા, મુદ્રા યોજના, ભલે ફાયનાન્સની વ્યવસ્થા કરવાની હોય કે પછી ટેક્નોલોજી સપોર્ટની વ્યવસ્થા હોય, ભલે માનવ સંસાધન વિકાસમાં કૌશલ્યને પ્રાધાન્ય આપવાનું હોય, કે પછી ટેક્નિકલ જ્ઞાનમાં નવી ઉંચાઈઓને પાર કરવાની હોય, એક રીતે સમગ્રતયા પહોંચ સાથે દેશને, દેશની પાસે જે ટેક્નિકલ જ્ઞાન છે, જે ટેક્નિકલ મહારથ છે, જે આપણી યુનિવર્સીટી પાસે હશે, આપણી નવયુવાન પેઢી પાસે હશે; તે સૌને સંતુલિત કરીને, સંકલિત કરતા, દેશને એક નવી ઉંચાઈઓ પર લઇ જવાનો છે. અને આ દેશે બતાવ્યું છે, જ્યારે પણ હિન્દુસ્તાનની યુવા પેઢીને અવસર મળ્યો છે, તેમણે પડકારોને પાર કરી છે, અને નવા સીમાંકનો પણ સ્થાપિત કર્યા છે.

મંગલ પર જવા માટે દુનિયાના મોટા મોટા દેશોએ પ્રયાસ કર્યો. પ્રથમ પ્રયત્નમાં દુનિયાનો કોઈપણ દેશ મંગળ અને અને તેની ભ્રમણકક્ષામાં નહોતો જઈ શક્યો. હિન્દુસ્તાન વિશ્વનો પહેલો દેશ હતો કે જે પ્રથમ પ્રયત્નમાં મંગળ અને તેની ભ્રમણ કક્ષામાં પહોંચી ગયો હતો. અને દુનિયાના લોકોને ત્યારે અચરજ થઇ ગયું કે ભારતના યુવા વૈજ્ઞાનિકોએ આ મંગળ યાત્રા આટલી સસ્તામાં કેવી રીતે કરી. લખનૌમાં જો તમારે ટેક્સીમાં જવું છે, ઓટો રીક્ષામાં જવું છે તો એક કિલોમીટરના 10 રૂપિયા તો લાગતા જ હશે. આપણે મંગળ પર પહોંચ્યા, એક કિલોમીટરના માત્ર સાત રૂપિયા ખર્ચ કર્યો. અને આપણું મંગળ પર જવાનું જે કુલ બજેટ હતું તે હોલીવુડની ફિલ્મોમાં જે ખર્ચ થાય છે તેનાથી પણ ઓછા ખર્ચમાં આપણા દેશના વૈજ્ઞાનિકો મંગળ પર પહોંચી ગયા હતા.

આ સામર્થ્ય છે આપણી યુવા પેઢીમાં, આ સામર્થ્ય છે આપણા દેશના કૌશલ્યવર્ધક નવયુવાનોમાં, ટેક્નીશિયન્સમાં, વૈજ્ઞાનિકોમાં, પાછળના દિવસોમાં જ્યારે ભારતે એકસાથે 104 સેટેલાઈટ છોડ્યા દુનિયા માટે આશ્ચર્ય હતું કે એક સાથે 104 સેટેલાઈટ છોડવાની તાકાત આ દેશના વૈજ્ઞાનિકોમાં છે. આ સામર્થ્યને લઈને આગળ વધવાનું છે અને તે અર્થમાં આજે આ ટેક્નિકલ યુનિવર્સીટી અને તેની સાથે જોડાયેલ તમામ સંલગ્ન કોલેજો તેમને કેવી રીતે આગળ વધારવી? હુંજાણું છું કે ઉત્તર પ્રદેશમાં શિક્ષણના ક્ષેત્રમાં કામ કરવું કેટલું અઘરું છે. આપણા રાજ્યપાલ શ્રીમાન રામ નાયકજી ચાન્સેલરના રૂપમાં યુનિવર્સીટીમાં શિસ્ત કેવી રીતે આવે, યુનિવર્સીટીમાંથી સમયમર્યાદામાં કેવી રીતે કામ થાય, તેની ઉપર મોડી રાત સુધી કામ કરી રહ્યા હતા. ઉત્તર પ્રદેશની 28 યુનિવર્સીટીઓમાંથી 24 યુનિવર્સીટીઓને હવે સમય પર પરીક્ષાઓ લેવાય, સમય પર દીક્ષાંત સમારોહ થાય, એવું બધું કરાવવામાં સફળ થયા છે. આ શિસ્ત ખુબ જ જરૂરી હોય છે. પરંતુ રામ નાયકજી ખુબ જ કેન્દ્રિત બની કામ કરવા ટેવાયેલા છે જે પણ વસ્તુને હાથમાં લે છે તેને પૂરી કરીને રહે છે અને એટલા માટે ઉત્તર પ્રદેશની યુનિવર્સીટીઓમાં નિયમો અને નિયંત્રણો, નિયમ પરંપરાઓ, શિસ્ત, વિદ્યાર્થીઓના સમયનો બગાડ ન થાય તેની ઉપર ખુબ ઝીણવટથી નજર રાખીને તેને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે યોગીજીની સરકાર આવી ગઈ છે તો તેમને વધારે સગવડ મળી ગઈ છે. કામને વધુ સરળતાથી આગળ વધારી રહ્યા છે.

આજે મારી માટે ખુશીની વાત છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના માટે કેટલાક પરિવારોને તે ઘરના નિમિત્તે તેમની પરવાનગીના સંબંધમાં એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. 2022માં જ્યારે ભારત આઝાદીના 75 વર્ષ ઉજવશે. આઝાદીનાદીવાનાઓએ સપના જોયા હતા, ત્યારે તેઓ ફાંસીના માંચડે ચડ્યા હતા. યુવાની જેલોમાં હોમી દીધી હતી. એક સુખી અને સમૃદ્ધ હિન્દુસ્તાન જોવા માંગતા હતા. આઝાદ ભારત જોવા માંગતા હતા. તેમણે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું હતું. 2022માં આઝાદીના 75 વર્ષ થશે. શું સવા સો કરોડ દેશવાસીઓની જવાબદારી નથી કે દેશના દીવાનાઓના સપનાઓને પુરા કરવા માટે આપણે હિન્દુસ્તાનને નવી ઉંચાઈઓ પર લઇ જઈએ. શું સવા સો કરોડ દેશવાસી મળીને આ દેશને આગળ નથી લઇ જઈ શકતા? મારો આત્મવિશ્વાસ છે કે સવા સો કરોડ દેશવાસીઓમાં તે સામર્થ્ય છે કે હિન્દુસ્તાનને નવી ઉંચાઈઓ પર લઇ જઈ શકે છે. અમે સપનું સેવ્યું છે કે 2022 જ્યારે આઝાદીના 75 વર્ષ થાય, હિન્દુસ્તાનના ગરીબમાં ગરીબની પાસે તેનું પોતાનું રહેવા માટેનું ઘર હોય, તેની પોતાની છત હોય, અને ઘર પણ તેવું હોય કે જેમાં શૌચાલય હોય, વીજળી હોય, પાણી હોય, નજીકમાં બાળકો ભણવા માટે શિક્ષણની વ્યવસ્થા હોય અને તે સપનાને પૂરું કરવા માટે આખા દેશમાં એક અભિયાન ચલાવવામાં આવે ગ્રામીણ આવાસનું, શહેરી આવાસનું અને તેની જ અંતર્ગત કેટલીક માતાઓને આજે આવાસ મળ્યા, તેમને ઘર મળ્યા, તેની માટે સંમતિ પત્ર સરકાર તરફથી આપવામાં આવ્યું અને એક મા કહી રહી હતી. હવે સારું થયું કહે કે, મારું મકાન બની જશે. બાળકોના લગ્ન કરાવીશ અને તમને લગ્નમાં બોલાવીશ. તેમનો આટલો ઉત્સાહ હતો. સપના જ્યારે સાચા થવા લાગે છે ત્યારે માણસ કોઈપણ અવસ્થામાં કેમ ના હોય, કઈક કરી છૂટવાની ભાવના પેદા થઇ જાય છે તેનામાં તે મેં તે માની વાતોમાં જોયું છે. શબ્દો તેમના હતા પરંતુ તે ભાવના ઘણી પ્રેરણા આપનારી હતી.

આજે વીજળી ઉર્જા એ વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે, ટેક્નોલોજી જીવનમાં ઉર્જાનું તેનું પોતાનું એક મહત્વ છે. પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા સૂર્ય ઉર્જા દ્વારા દેશમાં એક નવી ક્રાંતિ લાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. એલઈડી બલ્બ ઘરે ઘરે પહોંચાડીને વીજળી બચાવવાનું એક બહુ મોટું અભિયાન ચાલી રહ્યું છે. આશરે22 કરોડથી પણ વધુ એલઈડીના બલ્બ છેલ્લા એક વર્ષની અંદર અંદર ઘરોમાં લાગી ગયા છે અને તેના કારણે વીજળી તેનાથી પણ વધારે મળે છે પરંતુ ખર્ચો એલઈડી બલ્બના કારણે, જે પરિવારોમાં એલઈડી બલ્બનો ઉપયોગ થઇ રહ્યો છે તેનાથી જે વીજળીના બીલની બચત થઇ રહી છે, તે લગભગ લગભગ 12 થી 13 હજાર કરોડ રૂપિયાની બચત છે. તે સામાન્ય માનવીના પૈસા બચી રહ્યા છે. આજે 400 KVની ટ્રાન્સમિશન લાઈનનું અહિયાં હું લોકાર્પણ કરી રહ્યો છું. આ જે મધ્ય ભાગ છે કાનપુર સુધીનો આખો ઉન્નાવ સહીત આખો, ત્યાં આગળ એક ગુણવત્તાયુક્ત વીજળી, જે અહીના ઔદ્યોગિક જીવનને મદદ કરશે, જે અહીના ઘરોમાં વીજળી જોઈએ છે તેને મદદ મળશે. અને તમારે ત્યાં તો વીજળી વિતરણમાં પણ વીઆઈપી કોટા રહેતો હતો એવું મેં સાંભળ્યું છે. કેટલાક જીલ્લાઓમાં મોટા વીઆઈપીઓ રહેતા હતા ત્યાં વીજળીનો એક પ્રકાર રહેતો હતો અને કેટલાક જીલ્લાઓ એવા હતા આ..હું યોગીજીને વધામણી આપું છું,અભિનંદન આપું છું તેમને કે તેમણે બધા જ 75 જીલ્લાઓને એક સમાન રૂપે વીજળીના કારોબારમાં મદદ કરવાનો નિર્ણય કર્યો. શાસનનું આ જ કામ હોય છે. કેટલાકને વિશેષ લાભ અને કેટલાકને નહિ. તેને ખત્મ કરવામાં કેટલી મુશ્કેલી આવે છે, હું જાણું છું પરંતુ મને વિશ્વાસ છે કે યોગીજી આ કરીને જ રહેશે, તેમણે આ નક્કી કર્યું છે તો પરિણામ લાવીને જ રહેશે.

ભાઈઓ બહેનો, વિકાસની નવી ઉંચાઈઓને પાર કરવાનો દેશ પ્રયત્ન કરી રહ્યો છે. જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસની નવી ઉંચાઈઓને પાર કરવાની છે. સવા સો કરોડ દેશવાસી, આ સવા સો કરોડ દેશવાસીઓની તાકાત આજે આખું વિશ્વ એ વાત માને છે કે દુનિયાની મોટી ઈકોનોમીમાં સૌથી ઝડપી ગતિએ આગળ વધનારો કોઈ દેશ હોય તો તે દેશનું નામ હિન્દુસ્તાન છે. આખું વિશ્વ આજે ભારતની તરફ ગૌરવથી જોઈ રહ્યું છે. હવે આપણે સૌ સવા સો કરોડ દેશવાસી મળીને નક્કી કરીએ, આપણે ઉત્તર પ્રદેશના નાગરિકો મળીને નક્કી કરીએ, તમે જુઓ પરિવર્તન કેવી રીતે આવે છે.

1 જુલાઈથી જીએસટીનો પ્રારંભ થઇ રહ્યો છે. આ દેશ માટે ખુબ ગૌરવની વાત છે. આ દેશના બધા જ રાજનીતિક દળો, આ દેશના રાજકીય નેતાઓ, ગમે તેટલો વિરોધ કેમ ના હોય. આ દેશની બધી જ રાજ્ય સરકારો, કેન્દ્ર સરકાર મળીને એક એવું ઐતિહાસિક કામ કરવા જઈ રહ્યા છે જે 1 જુલાઈથી દેશની અર્થવ્યવસ્થામાં એક ઘણો મોટો બદલાવ આવવાનો છે. તે પોતાનામાં જ એક બહુ મોટી સિદ્ધિ છે. ભારતના ફેડરલ માળખાની સિદ્ધિ છે. ભારતના રાજનૈતિક દળોની પરિપક્વતાની સિદ્ધિ છે. પક્ષની ઉપર દેશ, આ હિન્દુસ્તાનના બધા જ રાજનૈતિક પક્ષોએ બતાવી દીધું છે. હું તમામ રાજનૈતિક પક્ષોનો આભારી છું. હું બધી જ રાજ્ય સરકારોનો આભારી છું, હું બધી જ વિધાનસભાઓનો આભારી છું, લોકસભાનો, રાજ્યસભાનો આભારી છું. સૌએ મળીને આ જીએસટી લાગુ કરવા માટે સફળતાપૂર્વક પ્રયાસ કર્યો છે. હવે મને વિશ્વાસ છે કે 1 જુલાઈ પછી નાગરિકોના સહયોગથી, ખાસ કરીને નાના મોટા વ્યાપારીઓના સહયોગથી, આપણે સફળતાપૂર્વક જીએસટીમાં આગળ વધીશું ત્યારે દુનિયા માટે ખુબ મોટી અજાયબી હશે કે આટલો મોટો દેશ આ રીતે પરિવર્તન લાવી રહ્યો છે. ભારતના લોકતંત્રની તાકાતની ઓળખ હશે દુનિયાને કે આ દેશના બધા જ પક્ષો, બધા જ જુદા જુદા વિચારધારાવાળા પક્ષો દેશ હિતમાં ખભે ખભો મેળવીને કેટલો મોટો નિર્ણય કરી રહ્યા છે, તે દુનિયાની સામે એક અજાયબીની જેમ દેખાવાનું છે. આ ભારતના લોકતંત્રની તાકાત છે. ભારતના લોકતંત્રની પરિપક્વતાની તાકાત છે. ભારતના લોકતંત્રમાં રાજનૈતિક દળોના નેતૃત્વની પરિપક્વતાની તાકાત છે કે આ શક્ય બન્યું છે. અને એટલા માટે તેનો શ્રેય ના તો મોદીને જાય છે ના તો એક સરકારને જાય છે. તે સવા સો કરોડ દેશવાસીઓને જાય છે. ભારતના પરિપક્વ લોકતંત્રને જાય છે. દેશના બધા જ રાજકીય પક્ષોને જાય છે. દેશની બધી જ વિધાનસભાઓને જાય છે, લોકસભા અને રાજ્ય સભાને જાય છે.

હવે આટલું મોટું કામ થયું છે. આપણે તેને સમજીએ, મુશ્કેલીઓ તો છે સરકારે બધી જ વ્યવસ્થા કરી છે. આ મુશ્કેલીઓને દુર કરવા માટેના તમામ પ્રયાસો ચાલુ રાખવામાં આવશે, પરંતુ એક સફળ યાત્રા અને વધારે સારી રીતે સફળ થાય તેની માટે 1 જુલાઈથી દેશના બધા લોકો ખાસ કરીને વ્યાપારી સમૂહ આને પોતાના ખભે ઉપાડે, બે પગલા આગળ ચાલે અને સરળતાપૂર્વક તેને પાર કરવામાં દેશનું નેતૃત્વ એ આપનો વ્યાપારી સમૂહ કરે અને કરશે એવો મારો વિશ્વાસ છે.

આ જ એક અપેક્ષા સાથે, હું આપ સૌને આ પરિસરમાં અભ્યાસ કરનારા, આ પરિસર સાથે જોડાયેલા બધા જ નવયુવાનોને હૃદયથી ખુબ ખુબ શુભકામનાઓ આપું છું, સફળતા માટે ખુબ ખુબ અભ્યર્થના કરું છું.

આભાર.

J.Khunt/TR