Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવમાં પ્રધાનમંત્રીના પ્રત્યુત્તરના કેટલાક અંશો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવનો પ્રત્યુત્તર આપ્યો હતો. પોતાનાં પ્રત્યુતરનાં કેટલાક અંશો એમણે એક લાંબી શ્રુંખલામાં ટ્વીટ કરી શેર કર્યા હતા:

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “સરકારે ભારતના લોકો માટે કામ કરવાનું છે, સરકારે લોકોની મહત્વાકાંક્ષા પ્રત્યે સંવેદનશીલ બનવાનું છે. ભ્રષ્ટાચાર માટે કોઈ સ્થાન નથી.”

સંસદમાં ચર્ચા દરમિયાન ઘણા બધા લોકોએ ભાગ લીધો હતો. હું તે બધાનો આભાર માનું છું.

હું તે તમામને અભિનંદન આપું છું કે જેઓ 2019ની સંસદીય ચૂંટણીમાં સૌપ્રથમ વખત મતદાન કરવાના છે. જે લોકો 21મી સદીમાં જન્મ્યા છે તેઓ હવે મતદાતાઓ બનવા જઈ રહ્યા છે અને આ રીતે તેઓ ભારતની પ્રગતિને આકાર આપવામાં પોતાની ભૂમિકા અદા કરશે.

તે એક વિશ્વાસ અને આશાવાદ છે કે જે આપણા દેશને આગળ લઇ જશે. અમે એવા નથી કે જેઓ પડકારોથી દૂર ભાગી જશે. અમે પડકારોનો સામનો કરીએ છીએ અને લોકોની મહત્વાકાંક્ષાને પૂરી કરવા માટે કામ કરીએ છીએ.

કોંગ્રેસમાં અમારા જે મિત્રો છે તેઓ બાબતોને બે સમયગાળામાં જુએ છે. બીસી- બીફોર કોંગ્રેસ (કોંગ્રેસની પહેલા) કે જ્યારે કઈ જ નહોતું થયું. એડી – આફ્ટર ડાયનેસ્ટી – જ્યારે બધું જ થયું.

ભારત છેલ્લા ચાર વર્ષમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યો છે. તમામ સ્તર, રોકાણ, સ્ટીલ ક્ષેત્ર, સ્ટાર્ટ અપ્સ, દૂધ અને કૃષિ, હવાઈ ઉડ્ડયનમાં, ભારતની પ્રગતિ ઉલ્લેખનીય છે.

મોદીને નફરત કરવામાં વિરોધ પક્ષ દેશને નફરત કરવા લાગ્યો છે. એ જ કારણ છે કે તેમના નેતાઓ લંડન જાય છે અને ભારતને ખરાબ રીતે દર્શાવવા માટે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે.

તમે જાણો છો કે તેમની માટે મારો શું ગુનો છે? એ જ કે એક ગરીબ પરિવારમાં જન્મેલો છોકરો તેમની સલ્તનતને પડકાર ફેંકી રહ્યો છે.

તેમના 55 વર્ષના કાર્યકાળમાં સ્વચ્છતાનો વ્યાપ 38 ટકાની આસપાસ હતો અને અમારા 55 મહિનાના કાર્યકાળ દરમિયાન તે 98 ટકા સુધી પહોંચ્યો છે. તેમના 55 વર્ષમાં ગેસના જોડાણો 12 કરોડ હતા જ્યારે અમારા 55 મહિનામાં તે 13 કરોડ સુધી પહોંચી ગયા છે. અમે અમારા પાંચ વર્ષની અંદર વધુ ઝડપથી કામ કર્યું છે.

જરા વિચાર કરો, કોંગ્રેસે ઈમરજન્સી ઊભી કરી પરંતુ સંસ્થાનોને મોદી ખતમ કરી રહ્યો છે. કોંગ્રેસ સૈન્યનું અપમાન કરે છે, સૈન્યના વડાને ગુંડો કહે છે પરંતુ સંસ્થાનો મોદી ખતમ કરી રહ્યો છે. કોંગ્રેસના નેતાઓ વાર્તાઓ ઘડી કાઢે છે કે ભારતીય સૈન્ય કોઈ ચાલ રમી રહ્યું છે… પરંતુ એ સંસ્થાનોને મોદી ખતમ કરી રહ્યો છે.

કોંગ્રેસ ચૂંટણી કમીશનને અને ઈવીએમને સવાલો પૂછે છે પણ એ સંસ્થાનોને મોદી ખતમ કરી રહ્યો છે. કોંગ્રેસ ન્યાયવ્યવસ્થાને ધમકીઓ આપે છે પણ સંસ્થાનોને મોદી ખતમ કરી રહ્યો છે. કોંગ્રેસ આયોજન પંચને જોકરોનું જૂથ કહે છે… પરંતુ સંસ્થાનોને મોદી ખતમ કરી રહ્યો છે.

કોંગ્રેસ અનેકવાર કલમ 356નો દુરુપયોગ કરે છે… પરંતુ સંસ્થાનોને મોદી ખતમ કરી રહ્યો છે.

ભારતના લોકોએ સંપૂર્ણ બહુમતી સાથેની સરકારનું કામ જોયું છે. તેમણે એનડીએના કાર્યને જોયું છે. તેઓ મહામિલાવટ નથી ઈચ્છતા, એવા લોકોની સરકાર કે જે કોલકાતામાં ભેગી થયેલી છે.

સીડબ્લ્યુજી 2010 દરમિયાન આપણા ખેલાડીઓ ભારત માટે મેડલ્સ જીતવા માટે સખત મહેનત કરી રહ્યા હતા. પરંતુ કોંગ્રેસ માટે, કોમનવેલ્થ ગેમ્સ એ પક્ષની અંદર કેટલાક લોકોની વ્યક્તિગત સંપત્તિમાં વધારો કરવા માટેની એક તક હતી.

યુપીએના ફોન બેન્કિંગે તેમના નેતાઓના મિત્રો માટે અનેક ચમત્કારો કર્યા હતા. આ પ્રકારના સગાવાદના કારણે આપણી બેન્કિંગ વ્યવસ્થાએ ઘણી સમસ્યાઓનો સામનો કર્યો.

સંસદના સભાગૃહમાં આજે હું એ જણાવવા માંગું છું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આપણા સૈન્યને મજબૂત બનાવવા નથી માંગતી, તેઓ નથી ઈચ્છતા કે આપણા સુરક્ષાદળો સક્ષમ બને. તેઓ કઈ કંપની માટે બીડ કરી રહ્યા છે કે જેમના માટે તેઓ આટલી બેશરમીથી કામ કરી રહ્યા છે?

ડૉ. બાબાસાહેબ આંબેડકર એ તેમના સમયથી હંમેશા આગળ ચાલ્યા છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં જોડાવું એ આત્મહત્યા કરવા બરાબર છે.

હજારો સંસ્થાનો વિદેશમાંથી ભંડોળ મેળવે છે. અમે આ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માંગતા હતા પરંતુ આ સંસ્થાનો બંધ થઇ ગયા. શા માટે આ પ્રકારના નાણાને ગેરજવાબદાર રીતે અંદર આવવા દેવા જોઈએ?

ભાવ વધારો અને કોંગ્રેસ એ એક ટીમ છે. જ્યારે કોંગ્રેસ આવે છે, ત્યારે ભાવ વધારો પણ આવે છે. એનડીએ સરકારે ભાવોને નીચે રાખવા માટેનું કામ કર્યું છે.

શું કારણ હતું કે એલઈડી બલ્બ યુપીએના યુગ દરમિયાન આટલા મોંઘા હતા.

અમારી સરકારે ભારતના લોકોના સારા આરોગ્ય અને કલ્યાણ માટે કામ કર્યું છે. સ્ટેન્ટ, ઘૂંટણ સર્જરી અને દવાઓની કિંમત ઘટી રહી છે. આ બાબત ગરીબમાં ગરીબ વ્યક્તિને પણ મદદગાર સાબિત થઇ રહી છે.

સપ્ટેમ્બર 2017થી લઈને નવેમ્બર 2018 સુધી એટલે કે લગભગ 15 મહિનામાં આશરે 1 કરોડ 80 લાખ લોકોએ પહેલીવાર પ્રોવિડન્ટ ફંડના પૈસા કપાવવાનું શરુ કર્યું છે. તેમાંથી પણ 64 ટકા 28 વર્ષથી ઓછી ઉંમરના છે.

આ સિવાય એક બીજું તથ્ય પણ છે. આપણા દેશમાં માર્ચ 2014માં લગભગ 65 લાખ લોકોએ નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)માં નોંધણી કરાવી. ગયા વર્ષે ઓક્ટોબરમાં આ સંખ્યા વધીને આશરે 1 કરોડ 20 લાખ થઇ ગઈ છે. શું આ પણ કોઈ નવી નોકરી વગર જ થઇ ગયું?

બીજો પણ એક આંકડો છે. દર વર્ષે આવકવેરા રીટર્ન ભરતી વખતે નોન કૉર્પોરેટ કરદાતાઓ પણ પોતાની આવક જાહેર કરે છે. તેમને પોતાને પગાર નહોતો મળતો પરંતુ આ લોકો અહિં પસંદ થયેલા લોકોને પગાર આપે છે.

ગત ચાર વર્ષોમાં દેશમાં એવા 6 લાખ 35 હજાર નવા વ્યવસાયિકો જોડાયા છે. શું તમને લાગે છે કે એક ડૉકટરે પોતાનું ક્લિનીક અથવા નર્સિંગ હોમ ખોલ્યું છે તો તેણે માત્ર એક જ વ્યક્તિને નોકરી પર રાખ્યો હશે અથવા તો કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માત્ર એક વ્યક્તિને નોકરી પર રાખીને પોતાની ઓફીસ ચલાવી રહ્યો હશે? ના.

હજારો કરોડો રૂપિયાના ખર્ચે 99 અટકેલી પડેલી સિંચાઈ પરિયોજનાઓને પૂરી કરવામાં આવી રહી છે.

ભારત, ઇઝરાયલ અને પેલેસ્ટાઇન બંનેનો મિત્ર બનશે. ભારત, સાઉદી અરેબિયા અને ઈરાન એ બંનેનો મિત્ર બનશે. અમારી વિદેશ નીતિએ ભારતના અવાજને વૈશ્વિક સ્તર પર વધુ બુલંદ બનાવ્યો છે.

અમે ભારતના લોકોની મહત્વાકાંક્ષાને હંમેશા પૂર્ણ કરીશું.

અભિમાન તેમને 400માંથી 44ની સંખ્યામાં નીચે લઇને આવ્યું છે. દેશ માટેની પ્રતિબદ્ધતા અને અમારી સખત મહેનત અમને 2 થી 282 સુધી લઇને આવી છે.

હું તમને ખાતરી આપુ છું કે જે લોકોએ દેશને લુંટ્યો છે તેમને નરેન્દ્ર મોદીથી હંમેશા ભય લાગતો જ રહેશે.

સૂરજ જશે તો પણ ક્યાં

તેણે અહિં જ રહેવું પડશે

અહિં જ આપણા શ્વાસોમાં

આપણી નસોમાં

આપણા સંકલ્પોમાં

આપણા ઉજાગરામાં

તમે ઉદાસ ન થશો હવે હું કોઇ પણ સૂરજને ડુબવા નહીં દઉં”.

 

J.Khunt/RP