Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

લોકસભામાં સામેલ ઉચ્ચ ન્યાયાલયોની વાણિજ્યિક અદાલતો, વાણિજ્યિક ડિવીઝન અને વાણિજ્યિક અપીલીય ડિવીઝન બિલ-2015માં સંશોધનને મંજૂરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રિમંડળની બેઠકમાં લોકસભામાં સામેલ ઉચ્ચ ન્યાયાલયોની વાણિજ્યિક અદાલતો, વાણિજ્યિક ડિવીઝન અને વાણિજ્યિક અપીલીય ડિવીઝન બિલ-2015માં આધિકારિક સંશોધનને મંજૂરી આપી દીધી છે.

સંશોધન આ પ્રકારે હશે-

1. ઉપનિયમ 10માં ઉલ્લેખિત શબ્દ વાણિજ્યિક અપીલીય ડિવીઝનની જગ્યાએ વાણિજ્યિક ડિવીઝન શબ્દનો ઉપયોગ કરવામાં આવશે.

2. ઉપનિયમ 7માં પહેલા પ્રાવધાનને એ સ્પષ્ટ કરવા માટે સંશોધિત કરાશે કે ઉપરોક્ત પ્રાવધાન લંબિત બાબતોમાં પણ ઉપયોગ થશે.

આનાથી ડિવિઝન બેંચો પર દબાણ ઓછું થશે. ઉપનિયમ 7ના પહેલા પ્રાવધાનથી ઉક્ત પ્રાવધાનમાં વધુ સ્પષ્ટતા આવશે. આ સંશોધન સંસદના વર્તમાન સત્રમાં રજૂ થવાની આશા છે. દસમા ઉપનિયમમાં સંશોધન પછી મધ્યસ્થતા માટે ઉચ્ચ ન્યાયાલયોમાં દાખલ બધી અરજી અને અપીલો હાઈકોર્ટના વાણિજ્યિક ડિવીઝનોમાં એક જજવાળી બેંચમાં સાંભલી શકાય છે.

પૃષ્ઠભૂમિ

અધ્યાદેશના બદલાયેલા બિલને લોકસભામાં 7-12-2015ના રોજ રજૂ કરાયું હતું. બિલના ઉપ નિયમ 10(1) અને (2) મુજબ હાઈકોર્ટમાં મધ્યસ્થતાની બાબતમાં દાખલ બધી અરજીઓ અને અપીલોને એવા વાણિજ્યિક અપીલીય ડિવીઝનમાં સાંભળવામાં આવશે, જેમાં બે જજની બેંચ હશે. આ સંબંધમાં એ ચિંતા વ્યક્ત કરાઈ હતી કે આનાથી ઉચ્ચ ન્યાયાલયોનો ભાર ઘણો વધી જશે.

21 ઓક્ટોબર, 2015ના રોજ મંત્રિમંડળની બેઠકમાં વાણિજ્યિક અદાલતોં, હાઈકોર્ટના વાણિજ્યિક અપીલીય ડિવિઝન અને વાણિજ્યિક ડિવીઝન બિલ 2015 માટે અધ્યાદેશ લાવવાને મંજૂરી અપાઈ હતી. ત્યારબાદ અધ્યાદેશના બદલે બિલ લાવવાને મંજૂરી અપાઈ છે. આ મુજબ રાષ્ટ્રપતિએ 23-10-2015ના રોજ અધ્યાદેશને મંજૂરી આપી હતી.

J.Khunt/GP