પીએમઇન્ડિયા
સમજૂતી કરાર (MoU) / કરાર
|
ક્રમ |
શીર્ષક |
સંક્ષિપ્ત વિગત |
|
1. |
આઈઆરઈએલ (ઇન્ડિયા) લિમિટેડ [IREL (India) Ltd.] અને વિયેતનામના ઇન્સ્ટિટ્યુટ ફોર ટેકનોલોજી ઓફ રેડિયોએક્ટિવ એન્ડ રેર એલિમેન્ટ્સ (ITRRE) વચ્ચે પરસ્પર સહયોગ માટે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર અન્ય નવા યુગની ટેકનોલોજીની સાથે-સાથે રેર અર્થ એલિમેન્ટ્સ (દુર્લભ પૃથ્વી તત્વો) ના ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વિસ્તારવા માટે બંને પક્ષોની લાંબા સમયની પ્રતિબદ્ધતાને ઔપચારિક સ્વરૂપ આપે છે. |
|
2. |
ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય અને વિયેતનામના સંસ્કૃતિ, રમતગમત અને પર્યટન મંત્રાલય વચ્ચે વર્ષ 2026-30 માટે સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ (Cultural Exchange Programme) |
ભારત અને વિયેતનામ વચ્ચે વર્ષ 1976માં એક સાંસ્કૃતિક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર હેઠળ હાથ ધરવામાં આવનારી વિશિષ્ટ પ્રવૃત્તિઓ અને આદાન-પ્રદાન પાંચ વર્ષ (2026-2030) ના સમયગાળા માટે માન્ય એવા સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમ (CEP) ના માળખામાં નક્કી કરવામાં આવ્યા છે. |
|
3. |
ભારતીય રિઝર્વ બેંક (RBI) અને સ્ટેટ બેંક ઓફ વિયેતનામ (SBV) વચ્ચે ચૂકવણી પ્રણાલી (પેમેન્ટ સિસ્ટમ્સ) અને ડિજિટલ ચૂકવણીમાં નવાચાર (ઇનોવેશન) ના ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરારનો ઉદ્દેશ્ય નાણાકીય નવાચાર અને ડિજિટલ ચૂકવણીના ક્ષેત્રમાં સહયોગ માટે એક માળખું સ્થાપિત કરવાનો છે. |
|
4. |
ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) અને વિયેતનામના આરોગ્ય મંત્રાલયના ડ્રગ એડમિનિસ્ટ્રેશન ઓફ વિયેતનામ (DAV) વચ્ચે તબીબી ઉત્પાદનોના નિયમન (મેડિકલ પ્રોડક્ટ્સ રેગ્યુલેશન) ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર ફાર્માસ્યુટિકલ્સ, જૈવિક ઉત્પાદનો (બાયોલોજિકલ પ્રોડક્ટ્સ), તબીબી ઉપકરણો અને સૌંદર્ય પ્રસાધનો (કોસ્મેટિક્સ) સહિત તબીબી ઉત્પાદનોના નિયમન ક્ષેત્રે સહયોગ માટે એક માળખું સ્થાપિત કરવાનો પ્રયાસ કરે છે. |
|
5. |
બૃહદમુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ અને હો ચી મિન્હ સિટી પીપલ્સ કમિટી વચ્ચે મિત્રતા અને સહયોગની સ્થાપના અંગે સમજૂતી કરાર (MoU) |
આ કરારનો ઉદ્દેશ્ય બંને મેગા સિટીઝને શહેરી સંચાલન અને આર્થિક વિકાસમાં કુશળતા શેર કરવા સક્ષમ બનાવવા માટે એક ઔપચારિક માળખું સ્થાપિત કરવાનો છે. |
|
6. |
આઈસીસીઆર (ICCR) અને યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ એજ્યુકેશન – ધ દા નાંગ યુનિવર્સિટી વચ્ચે આઈસીસીઆર ચેર ઓફ ઇન્ડિયા સ્ટડીઝ (ICCR Chair of India Studies) ની સ્થાપના અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર વિયેતનામમાં દા નાંગ યુનિવર્સિટીમાં એક આઈસીસીઆર ચેર (ICCR Chair) ની સ્થાપના કરે છે. |
|
7. |
નાલંદા યુનિવર્સિટી, રાજગીર અને હો ચી મિન્હ નેશનલ એકેડેમી ઓફ પોલિટિક્સ (HCMA), હનોઈ વચ્ચે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર વિયેતનામને ક્ષમતા નિર્માણ (કેપેસિટી બિલ્ડિંગ) અને તાલીમની સુવિધા આપવા માટેની ભારતની લાંબા સમયની પહેલોને મજબૂત બનાવે છે. |
|
8. |
ભારતના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય અને વિયેતનામના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય વચ્ચે ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં સહયોગ અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર ડિજિટલ ટેકનોલોજી અને આઈટી (IT) ક્ષેત્રમાં સહયોગને મજબૂત કરવા માટે દ્વિપક્ષીય પ્રતિબદ્ધતાને વધુ ગાઢ બનાવે છે. |
|
9. |
એનપીસીઆઈ ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ (NIPL) અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ વિયેતનામ (NAPAS) વચ્ચે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર ચૂકવણી સક્ષમ કરવા માટે ક્રોસ બોર્ડર ક્યુઆર (QR) કોડ ઇન્ટરઓપરેબિલિટી પર ભારતના NIPL અને વિયેતનામના NAPAS વચ્ચે સંસ્થાકીય જોડાણ સ્થાપિત કરે છે. |
|
10. |
ભારતના કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ની કચેરી અને વિયેતનામની સ્ટેટ ઓડિટ ઓફિસ વચ્ચે જાહેર ક્ષેત્રના ઓડિટ (પબ્લિક સેક્ટર ઓડિટ) ના ક્ષેત્રમાં સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર ભારત અને વિયેતનામની બે ઓડિટ સંસ્થાઓ વચ્ચેના વર્ષ 2010ના સમજૂતી કરારનું નવીનીકરણ કરે છે અને તેને વધુ લવચીક અને ગતિશીલ બનાવે છે. |
|
11. |
ભારતના પર્યટન મંત્રાલય અને વિયેતનામના રમતગમત, સંસ્કૃતિ અને પર્યટન મંત્રાલય વચ્ચે પર્યટન ક્ષેત્રે સહયોગ અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર બંને દેશો વચ્ચે લોકો-થી-લોકોના સંપર્ક (પીપલ-ટુ-પીપલ લિંકેજીસ) ને પ્રોત્સાહન આપે છે. |
|
12. |
આઈસીસીઆર (ICCR) અને યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સીસ એન્ડ હ્યુમેનિટીઝ વચ્ચે આઈસીસીઆર ચેર ઓફ ઇન્ડિયન સ્ટડીઝ (ICCR Chair of Indian Studies) ની સ્થાપના અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સીસ એન્ડ હ્યુમેનિટીઝમાં એક આઈસીસીઆર ચેર (ICCR Chair) ની સ્થાપના કરે છે. |
|
13. |
જ્ઞાન ભારતમ, સંસ્કૃતિ મંત્રાલય અને યુનિવર્સિટી ઓફ સોશિયલ સાયન્સીસ એન્ડ હ્યુમેનિટીઝ, વિયેતનામ નેશનલ યુનિવર્સિટી, હો ચી મિન્હ સિટી (USSH, VNUHCM) વચ્ચે ચામ હસ્તપ્રતો (Cham Manuscripts) ના ડિજિટલાઇઝેશન અંગે સમજૂતી કરાર (MoU) |
આ સમજૂતી કરાર વિયેતનામમાં હાલમાં સંરક્ષિત ભારતીય મૂળની ચામ હસ્તપ્રતોના સર્વેક્ષણ, દસ્તાવેજીકરણ, સંરક્ષણ, ડિજિટલાઇઝેશન અને ઓનલાઇન પ્રસાર માટે નેશનલ મિશન ફોર મેન્યુસ્ક્રિપ્ટ્સ (NMM), ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ અને USSH, VNUHCM વચ્ચે સંસ્થાકીય જોડાણ સ્થાપિત કરે છે. |
જાહેરાતો
|
ક્રમ |
શીર્ષક |
|
1. |
દ્વિપક્ષીય સંબંધોને ઉન્નત વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી (Enhanced Comprehensive Strategic Partnership) ના સ્તર પર લઈ જવા |
|
2. |
વર્ષ 2030 સુધીમાં 25 બિલિયન યુએસ ડોલરનો નવો વ્યાપાર લક્ષ્ય નક્કી કરવો |
|
3. |
વિયેતનામનું ઇન્ડો-પેસિફિક ઓશન્સ ઇનિશિયેટિવ (IPOI) માં જોડાવું |
|
4. |
ભારતીય દ્રાક્ષની વિયેતનામમાં નિકાસ અને વિયેતનામના ડુરિયન (Durian) ની ભારતમાં આયાત અંગેની જાહેરાત |
|
5. |
મી સોન (My Son) ખાતે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પર સાઇટ ઇન્ટરપ્રિટેશન સેન્ટર (Site Interpretation Centre) ની સ્થાપના કરવી |
SM/BS/JD
Addressing the joint press meet with President of Vietnam, Mr. To Lam.
— Narendra Modi (@narendramodi) May 6, 2026
https://t.co/ILXwDMIxkl
हमारी साझा विरासत को जीवंत रखने के लिए, हम वियतनाम के प्राचीन चम्पा सभ्यता के मी सॉन और न्हान टवर मंदिरों का restoration कर रहे हैं।
— PMO India (@PMOIndia) May 6, 2026
अब हम चम्पा सभ्यता की manuscripts को भी digitalize करेंगे,
और इस अमूल्य धरोहर को आने वाली पीढ़ियों के लिए संरक्षित करेंगे: PM @narendramodi
भारत और वियतनाम की साझेदारी में, विरासत और विकास- दोनों का महत्व है।
— PMO India (@PMOIndia) May 6, 2026
पिछले वर्ष, जब भारत से बौद्ध अवशेष वियतनाम गए,
तो उनके दर्शन, डेढ़ करोड़ से अधिक, यानि पूरे वियतनाम की population के 15% लोगों ने किया था: PM @narendramodi
हमारी drug authorities के बीच MOU से अब भारत की दवाइयों का वियतनाम में access बढ़ेगा।
— PMO India (@PMOIndia) May 6, 2026
भारत के agriculture, fisheries और animal products का भी,
वियतनाम तक export और सुगम होने जा रहा है: PM @narendramodi
Financial connectivity को भी boost करने के लिए, आज हमने अपने central banks के बीच सहयोग बढ़ाने का निर्णय किया है।
— PMO India (@PMOIndia) May 6, 2026
भारत के UPI और वियतनाम के फास्ट पेमेंट सिस्टम भी जल्द ही लिंक होने जा रहे हैं: PM @narendramodi
वियतनाम भारत की Act East Policy और विज़न महासागर का एक मुख्य स्तंभ है।
— PMO India (@PMOIndia) May 6, 2026
इंडो-पैसिफिक क्षेत्र में भी हमारा common outlook है।
हम अपनी सुदृढ़ होती हुई रक्षा और सुरक्षा सहयोग से, rule-of-law, शांति, स्थिरता और समृद्धि के प्रति योगदान देते रहेंगे।
वियतनाम के सहयोग से भारत, आसियान…
पहलगाम आतंकी हमले की कड़ी निंदा करने और आतंकवाद के विरुद्ध हमारे संघर्ष में साथ खड़े रहने के लिए हम वियतनाम के आभारी हैं: PM @narendramodi
— PMO India (@PMOIndia) May 6, 2026