Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વિવિધ રાજ્યોના પૂરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કાર્યોની ખાતરી આપતા પ્રધાનમંત્રી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમા પૂરગ્રસ્ત વિસ્તારોને બચાવ અને રાહત કામગીરીમાં સંપૂર્ણ સહયોગની ખાત્રી આપી છે. પૂરનો ભોગ બનેલા લોકોની સલામતિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરતા પ્રધાનમંત્રીશ્રીએ જેમ બને તેમ જલદી પૂરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે તેવી આશા વ્યક્ત કરી છે.

તેમણે કહ્યું કે “હું યુપી, બિહાર, ઉત્તરાખંડ રાજસ્થાન અને મધ્ય પ્રદેશના અસરગ્રસ્ત લોકોની સલામતી માટે પ્રાર્થના કરૂં છું. ”

ગૃહ પ્રધાન રાજનાથ સિંહજી પરિસ્થિતિ ઉપર ઘનિષ્ટ દેખ રેખ રાખી રહ્યા છે. તેમણે મુખ્ય પ્રધાનો સાથે વાત કરીને બચાવ અને રાહત કામગીરી અંગે માહિતી મેળવી છે.

કેન્દ્ર સરકાર રાહત અને બચાવ કામગીરીમાં સંપૂર્ણ સહયોગ પૂરો પાડશે. પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું કે “હું માનું છું કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જેમ બને તેમ જલદી સ્થિતિ સામાન્ય થઈ જશે .”