Search

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વૈશાલી, બિહારમાં હોડી ડૂબવાની ઘટનામાં થયેલી જાનહાની અંગે પ્રધાનમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈશાલી, બિહારમાં હોડી ડૂબવાની ઘટનામાં થયેલી જાનહાની અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે.

પ્રધાનમંત્રીએ આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરી. તેમણે એ પણ જણાવ્યું કે સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના દરેક આશ્રિત/નજીકના સ્વજનને રૂ. 2 લાખની સહાય રકમ આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર એક પોસ્ટમાં કહ્યું;

“બિહારના વૈશાલીમાં હોડી ડૂબવાની ઘટનામાં થયેલી જાનહાની અત્યંત દુઃખદ છે. મારી સંવેદના આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. હું તમામ ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર પ્રભાવિત લોકોને સહાય પૂરી પાડી રહ્યું છે.

પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકોના દરેક આશ્રિત/નજીકના સ્વજનને રૂ. 2 લાખની સહાય આપવામાં આવશે. ઈજાગ્રસ્તોને રૂ. 50,000 આપવામાં આવશે: PM @narendramodi”

 

a

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  PM India@PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964   PM India /pibahmedabad  PM Indiapibahmedabad1964@gmail.com [ PM India 0KB ]