Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

વોશિંગ્ટન – ડીસી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો – છઠ્ઠી જૂન, 2016

વોશિંગ્ટન – ડીસી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો – છઠ્ઠી જૂન, 2016

વોશિંગ્ટન – ડીસી ખાતે પ્રધાનમંત્રીના કાર્યક્રમો – છઠ્ઠી જૂન, 2016


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સોમવારે બપોરે વોશિંગ્ટન ડીસી ખાતે પહોંચ્યા હતા. તેમણે એર્લિન્ગ્ટન સેમેટરી ખાતે અજ્ઞાત સૈનિકની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

તેમણે સ્પેશ શટલ કોલંબિયા મેમોરિયલ ખાતે પણ પુષ્પો અર્પણ કર્યાં હતાં. કોલંબિયા દુર્ઘટનામાં જીવ ગુમાવનારા અવકાશયાત્રી કલ્પના ચાવલાના પતિ શ્રી જિયાં પિયેર હેરિસન ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હાજર અન્ય લોકોમાં અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પણ હતાં.

પ્રતિમાઓ ભારતને પરત આપવા અંગેના એક સમારોહમાં પ્રધાનમંત્રી શ્રીએ હાજરી આપી હતી. યુએસ એટર્ની જનરલ લોરેટ્ટા લિન્ચે જણાવ્યું હતું કે લગભગ 200 કલાકૃતિઓ ભારતને પરત આપવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે અને અત્યાર સુધીમાં 12 કલાકૃતિઓ ભારતને પરત કરી દેવામાં આવી છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી શ્રીએ જણાવ્યું હતું કે વારસો, દેશોને જોડી રાખતી મજબૂત તાકાત બની શકે છે. તેમણે જણાવ્યું હતું કે કેટલાક લોકો માટે આ કળાકૃતિઓનું મૂલ્ય કદાચ નાણાંકીય રીતે મૂલવી શકાતું હશે, પરંતુ અમારે ભારતમાં તો તેનું મૂલ્ય એનાથી ઘણું વધુ છે, કારણ કે એ અમારી સંસ્કૃતિ અને વારસાના હિસ્સા છે.

પ્રધાનમંત્રીએ નિષ્ણાતો સાથે વાતચીત કરી હતી, જેમાં અન્યો સાથે બ્રૂકિંગ્સ ઈન્સ્ટીટ્યુશન, એટલાન્ટિક કાઉન્સિલ અને કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ સામેલ હતા.

J.Khunt