પીએમઇન્ડિયા
રાષ્ટ્રપતિ બરાક ઓબામા,
મહાસચિવ બાન કી મૂન,
મહામહિમ,
સંયુક્ત રાષ્ટ્રની બુનિયાદ બીજા વિશ્વયુદ્ધની લડાઈના મેદાનોમાં જાંબાજ સૈનિકોએ મૂકી હતી. 1945 સુધી, તેમાં ભારતીય સેનાના 2.5 મિલિયન જવાનો હતાં, જે ઈતિહાસનું સૌથી વિશાળ સ્વયં સેવી બળ હતું. તેમાંથી 24000થી વધુ જવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા અને લગભગ અડધા ગુમ થઈ ગયા.
બલિદાનની આ વિરાસત અહીં હાજર ત્રણે દેશોએ વહેંચી છે. તેઓ આજે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં સૌથી વધારે યોગદાન આપનારા દેશોમાંના છે.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાં 1,80,000થી વધુ ભારતીય સૈનિકોએ ભાગ લીધો છે. જે કોઈપણ અન્ય દેશથી વધારે છે. ભારતે અત્યાર સુધીમાં 69 સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોમાંથી 48માં ભાગ લીધો છે. સંયુક્ત રાષ્ટ્રના મિશનમાં ભાગ લઈને 161 ભારતીય શાંતિ સૈનિકોએ સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.
ભારત પહેલો દેશ છે જેણે લાઈબ્રેરીયામાં સંયુક્ત રાષ્ટ્ર મિશન દરમિયાન પોતાની મહિલા ફોમઁડ પોલિસ યુનિટને મોકલી હતી.
ભારત મોટી સંખ્યામાં દેશોના શાંતિ રક્ષક અધિકારીઓને પ્રશિક્ષણ ઉપલબ્ધ કરાવતું આવ્યું છે. અત્યાર સુધીમાં 82 દેશોના લગભગ 800 અધિકારીઓને અમે પ્રશિક્ષણ આપી ચૂક્યા છીએ.
હું શાંતિ સ્થાપના અભિયાનો પર શિખર સંમેલન બોલાવવા માટે રાષ્ટ્રપતિ ઓબામાનો આભાર વ્યક્ત કરું છું. આ સંગઠનની 70મી વર્ષગાંઠ હોવાના કારણે જ આ સામયિક નથી પરંતુ આ એટલે પણ સામયિક છે કે સુરક્ષાનું વાતાવરણ બદલી રહ્યું છે, શાંતિ સ્થાપનાની માંગ વધી રહી છે, જ્યારે સંસાધન શોધવા મુશ્કેલ છે.
આજે શાંતિ રક્ષકોને માત્ર શાંતિ અને સુરક્ષા બહાલ રાખવા માટે જ નથી બોલાવાતા પરંતુ, ઘણી જટીલ મુશ્કેલીઓનો સામનો કરવા માટે પણ બોલાવવામાં આવે છે.
આ દેશ મહાત્વાકાંક્ષી હોય છે, પરંતુ સંસાધન લગભગ અપર્યાપ્ત હોય છે. આ દેશ મોટા ભાગે શાંતિ રક્ષકોને સંઘર્ષનો પક્ષ બનાવી દે છે, જેનાથી તેમના જીવન અને તેમના મિશનની સફળતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે.
આ સમસ્યાઓનું કારણ મોટાભાગે એ છે કે સૈનિકોનું યોગદાન આપનારા દેશોની નિર્ણય લેવાની પ્રક્રિયામાં કોઈ ભૂમિકા હોતી નથી. વરિષ્ઠ પ્રબંધન અને બળના કમાન્ડરના રૂપમાં તેમનું પર્યાપ્ત પ્રતિનિધિત્વ નથી હોતું.
શાંતિ રક્ષા અભિયાન વિવેકપૂર્ણ રીતે, પોતાની સીમાઓની પૂર્ણ રીતે સમજીને અને રાજનીતિક સમાધાનોની સહાયતાથી સંચાલિત થવા જોઈએ.
અમને આનંદ છે કે શાંતિ અભિયાન ઉપર ઉચ્ચ સ્તરિય સ્વતંત્ર પેનલે આ વિષયોની ઓળખ કરી છે. પેનલની ભલામણો પર તત્કાળ રીપોર્ટ પ્રસ્તુત કરવા માટે અમે સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમે તેમના ઝડપથી વિચાર કરવાની પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો માટે ભારતની પ્રતિબદ્ધતા મજબુતિથી બની રહેશે અને તેમાં વૃદ્ધિ થશે.
અમે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનો માટે અમારા નવા અપેક્ષિત યોગદાનોની ઘોષણા કરી ચૂક્યા છીએ.
તેમાં હાલના અથવા નવા અભિયાનો માટે 850 સૈનિકો સુધીની વધારાની બટાલિયન, મહિલા શાંતિ રક્ષકોનું અધિક પ્રતિનિધિત્વની સાથે વધારાના ત્રણ પોલિસ યુનિટ, મહત્વપૂર્ણ સાધન ઉપલબ્ધ કરાવવાની પ્રતિબદ્ધતા, સંયુક્ત રાષ્ટ્ર મિશનોમાં તકનીકી કર્મીઓની તહેનાતી અને ભારતમાં અમારી સુવિધાઓ પર અને મેદાનમાં શાંતિ રક્ષકોને વધારાનું પ્રશિક્ષણ આપવું સામેલ છે.
અંતમાં હું એ વાત પર ભાર મૂકવા માંગીશ કે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ અભિયાનોની સફળતા સૈનિકો દ્વારા ઉઠાવાતા હથિયારો પર નહીં પરંતુ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા લેવાનારા નિર્ણયોના નૈતિક બળ પર નિર્ભર કરે છે.
આપણે નિશ્ચિત સમય સીમામાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધાર લાવવાના ઘણાં સમયથી લંબિત કાર્યને દરેક હાલમાં પૂર્ણ કરવું જોઈએ. જેથી સંયુક્ત રાષ્ટ્રની પ્રાસંગિકતા અને પ્રભાવશીલતા સંરક્ષિત રહે.
હું સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ આદર્શોની રક્ષા ખાતર પ્રાણ ન્યોછાવર કરનારા શાંતિ રક્ષકોને શ્રદ્ધાંજલિ આપું છું. જો શાંતિ રક્ષકોની યાદમાં પ્રસ્તાવિત સ્મારક દિવારનું નિર્માણ ઝડપથી થઈ જાય તો તે ખૂબ ઉપયુક્ત રહેશે. ભારત આ ઉદ્દેશ્ય માટે નાણાકીય સહિત અન્ય પ્રકારનું યોગદાન કરવા તત્પર છે.
AP/J.Khunt/GP
I thank President Obama for hosting this summit on peacekeeping: PM makes his remarks at the USA hosted summit https://t.co/nCzLbKMrYu
— PMO India (@PMOIndia) September 28, 2015
India's commitment to peacekeeping remains strong and will grow: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2015
I pay homage to peacekeepers who laid down their lives defending the ideals of the UN: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 28, 2015
At the Summit of Peace Operations, talked about India's rich contribution towards @UN peacekeeping missions. http://t.co/zduOiPxO8U
— Narendra Modi (@narendramodi) September 28, 2015
I pay homage to all those brave peacekeepers who laid down their lives for ideals of the @UN & to make our world a better place.
— NarendraModi(@narendramodi) September 28, 2015