પીએમઇન્ડિયા
માનનીય પ્રધાનમંત્રી શ્રી રાનિલ વિક્રમસંઘે, મીડિયાના સભ્યો, પ્રો. મૈથ્રી વિક્રમસિંઘે અને તમારા પ્રતિનિધિ મંડળના સભ્યોનું સ્વાગત કરતાં પ્રસન્નતા થઇ રહી છે.
હું ફરીથી એક વખત ગયા મહિને યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં યુનાઇટેડ નેશનલ ફ્રન્ટના નેતૃત્વવાળા ગઠબંધનને વિજય માટે ધન્યવાદ આપવા માગું છું.
અમે આભારી છીએ કે તમે તમારી પહેલી વિદેશ યાત્રાના સ્વરૂપે ભારતને પસંદ કર્યું. આ સુખદ સંયોગ છે કે શ્રીલંકાના પ્રધાનમંત્રીના રૂપે તમારો અગાઉનો કાર્યકાળ અને પહેલા એનડીએનો કાર્યકાળ પણ સાથોસાથ હતો.
અમે, ભારત-શ્રીલંકાના સંબંધમાં તમારા વિશ્વાસ અને દ્રઢ સમર્થન માટે તમને ધન્યવાદ કરીએ છીએ. તમે અમારા અમૂલ્ય મિત્ર છો અને શ્રીલંકાની પ્રગતિ અને પોતાના લક્ષ્યાંકો પ્રત્યે તેમની પ્રતિબદ્ધતાની ભારતમાં પ્રશંસા કરવામાં આવે છે.
ભારત-શ્રીલંકા સંબંધો માટે આ વર્ષ એટલું જ ઐતિહાસિક છે જેટલું શ્રીલંકા માટે છે. અમને ફેબ્રુઆરીમાં રાષ્ટ્રપતિ સિરિસેનાની યજમાની કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, જે તેમની પહેલી વિદેશ યાત્રા હતી. મને માર્ચમાં શ્રીલંકાની વિશેષ યાત્રા કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. હવે પ્રધાનમંત્રી શ્રી વિક્રમસિંઘે આપણી વચ્ચે ઉપસ્થિત છે.
શ્રીલંકામાં પરિવર્તન, સુધારો, સંપ અને પ્રગતિ માટે આ વર્ષે બે વખત ચૂંટણી થઇ હતી. શ્રીલંકાની લોકશાહીની પરંપરા વિશે એનાથી મજબૂત કોઇ બીજું વક્તવ્ય હોઇ ન શકે. શાંતિપૂર્ણ, સમગ્ર અને સમૃદ્ધ ભવિષ્ય તરફ શ્રીલંકાના આગળ વધવાના આનાથી સ્પષ્ટ સંકેત બીજા કોઇ ન હોઇ શકે.
નજીકના પડોસી અને મિત્રના રૂપે અમે શ્રીલંકાની સફળતા અને પ્રગતિની કામના કરીએ છીએ તથા ભારતના અતૂટ સમર્થનનું આશ્વાસન આપીએ છીએ.
અમને એટલા માટે પ્રસન્નતા છે કે હાલમાં શ્રીલંકા સરકારે ઘણા મહત્વપૂર્ણ પગલા લીધા છે. સૌથી વધારે આશાના સમયે ત્યાંના નેતૃત્વમાં શાનદાર રાજકિય એકતાનું પ્રદર્શન કર્યું છે.
મને વિશ્વાસ છે કે શ્રીલંકામાં નેતૃત્વની સમજદારી અને આશય અને લોકોના સમર્થનથી શ્રીલંકા સાચ્ચો સંપ અને વિકાસ હાંસલ કરશે જેથી શ્રીલંકાના તમિલ સમુદાય સહિત તમામ શ્રીલંકાના લોકો સમાનતા, ન્યાય, શાંતિ અને ઇજ્જત સાથે સંયુક્ત શ્રીલંકામાં રહી શકે.
અમે બંને દેશો, સાઉથ એશિયા અને અમારા સમુદ્રી ક્ષેત્રો માટે તમારી પ્રગતિ મહત્વપૂર્ણ છે. મારા અને પ્રધાનમંત્રી વચ્ચે આજે સારી ચર્ચા થઇ હતી.
અમે, માર્ચથી મુદ્રા વિનિમય વ્યવસ્થા સહિત દ્વિપક્ષીય સંબંધો અંગે અમુક મહત્વપૂર્ણ પ્રગતિનું સ્વાગત કરીએ છીએ. અમે આશા વ્યક્ત કરીએ છીએ કે હવે મહત્વપૂર્ણ દ્વીપક્ષીય પહેલ અને પરિયોજનાઓમાં ઝડપથી પ્રગતિ થશે.
અમે બંને મજબૂત આર્થિક સંબંધ ઇચ્છીએ છીએ. અમે ઇચ્છીએ છીએ કે આપણા વેપાર વધે અને શ્રીલંકા માટે વધારે સમતુલિત બને. અમે એ ચર્ચા કરી હતી કે વેપાર અને રોકાણ માટે દ્વિપક્ષીય પ્રબંધ સહિત એ લક્ષ્યાંકોને આપણે વધારે અને પ્રતિસ્પર્ધી ભારતીય બજારોમાં તેને કેવી રીતે હાંસલ કરી શકીએ.
હું એ ભારતીય રોકાણકારો માટે તેમની મદદ માગુ છું કે જેઓ વિશેષરૂપથી માળખાકિય સુવિધાઓ, ઉર્જા અને પરિવહનના ક્ષેત્રમાં શ્રીલંકામાં આર્થિક વિકાસમાં ભાગ લેવા માટે આતુર છે.
હું માનવીય અને આર્થિક સંબંધોને વધુ ગાઢ કરવા માટે બંને દેશો વચ્ચેના જોડાણને વધારે મજબૂતી આપવા માટે ભારત તરફથી પૂરતી મદદ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે જેનાથી આપણા સમાજના તમામ વર્ગોને એનો લાભ પહોંચશે.
મેં પ્રધાનમંત્રી શ્રી વિક્રમસિંઘેને માળખાકિય સુવિધા રેલવે, ઉર્જા, સમુદાય, વિકાસની યોજનાઓ, કૃષિ, ક્ષમતા વધારવા, વિજ્ઞાન અને ટેક્નોલોજી, અંતરિક્ષ અને નાગરિક પરમાણુ ક્ષેત્રમાં પોતાના વિકાસ ભાગીદારી માટે સતત પ્રતિબદ્ધતાનું આશ્વાસન આપ્યું છે.
આપણી વચ્ચેના સંબંધો વધારે ગાઢ કરતાં રહીશું. હાલમાં જ બંને દેશ વચ્ચે ટેસ્ટ મેચની એક રસપ્રદ શ્રેણી સમાપ્ત થઇ. આપણને બધાને ક્રિકેટના મેદાન પર મહાન ક્રિકેટર કુમાર સંગાકરાની કમી અનુભવાશે.
આપણે મજબૂત ગઠબંધનના સુરક્ષા હિતોના મહત્વને સમજીએ છીએ અને આપણે એકબીજાની ચિંતાઓ પ્રત્યે સંવેદનશીલ બની રહેવાની જરૂર છે. આપણે બંને રક્ષા અને સુરક્ષા સહયોગને વધારે મજબૂત કરવા માટે પોતાની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કરીએ છીએ.
આપણે આતંકવાદનો મુકાબલો કરવા માટે પોતાના સહયોગને વધારે વ્યાપક બનાવીશું અને આપણી આસપાસના સમુદ્રના ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા માટે મળીને કામ કરીશું. રક્ષા શિક્ષણ કાર્યક્રમમાં શ્રીલંકા આપણું સૌથી મોટું ભાગીદાર છે અને અમે આ ક્ષેત્રમાં અમારો સહયોગ હંમેશાં વધારતા રહીશું.
પ્રધાનમંત્રી અને મેં માછીમારોના મુદ્દા પર પણ વિચાર વિમર્શ કર્યો હતો. અમે એ વાત પર સહેમત છીએ કે બંને પક્ષોના માછીમારોનાં સંઘોને એ મુદ્દાનું સમાધાન નીકાળવા માટે પોતાના પ્રયાસ ચાલુ રાખવા જોઇએ.
મેં તેમને અવગત કરાવ્યું છે કે આ મુદ્દાને માનવીય મુદ્દાના રૂપે જોવું જોઇએ જેથી માછીમારોની જીવિકા પ્રભાવિત થાય છે. મેં તેમને ભારતીય માછીમારોને ગાઢ સમુદ્રમાં માછલી પકડવા માટે પ્રોત્સાહિત કરવા અંગે ઉઠાવવામાં આવી રહેલા પગલા અંગે જાણકારી આપી છે.
અંતે મારે એ કહેવું છે કે ભારત અને શ્રીલંકાની એકબીજાની સફળતા, સ્થિરતા અને આપણા ક્ષેત્રના વિકાસમાં મોટી ભાગીદારી છે.
આ એક એવો સંબંધ છે જે સાધારણ ભારતીયો અને શ્રીલંકાના લોકોના હ્દયને સ્પર્શે છે. આ બંને દેશો માટે રણનિતિ સ્વરૂપે ખૂબ મહત્વપૂર્ણ પણ છે. રાષ્ટ્રપતિ સિરિસેના અને પ્રધાનમંત્રી વિક્રમસિંઘે સાથે, અમે મોટી આશા સાથે ભવિષ્ય તરફ જોઇએ છીએ.
આભાર.
UM/J.Khunt/GP
Delighted to welcome you, @RW_UNP and your delegation. Congratulations again on your alliance's win: PM https://t.co/eQrHRT0FOn
— PMO India (@PMOIndia) September 15, 2015
Thank you for your belief and stedfast support towards India-Sri Lanka relations: PM @narendramodi https://t.co/eQrHRT0FOn
— PMO India (@PMOIndia) September 15, 2015
As a close neighbour & friend, we wish Sri Lanka every success, rejoice in your progress: PM @narendramodi at joint press meet with @RW_UNP
— PMO India (@PMOIndia) September 15, 2015
We also expressed hope that progress on key bilateral initiatives and projects will gather speed now: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2015
I assured Prime Minister Wickremesinghe of continuing commitment to our development partnership: PM @narendramodi https://t.co/eQrHRT0FOn
— PMO India (@PMOIndia) September 15, 2015
We just finished an absorbing test series. We shall all miss the great Kumar Sangakara on the cricket field: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2015
This is a relationship that touches the hearts of ordinary Indians and Sri Lankans: PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2015
We have a Parliament in which all are represented. Parliament has to be involved in this historic moment: PM @RW_UNP https://t.co/eQrHRT0FOn
— PMO India (@PMOIndia) September 15, 2015
We had a long discussion on different areas concerning our two countries: PM @RW_UNP on his meeting with PM @narendramodi
— PMO India (@PMOIndia) September 15, 2015
Peace and stability in the region is key to our success. When there is stability we prosper: PM @RW_UNP
— PMO India (@PMOIndia) September 15, 2015
Had excellent discussions with PM @RW_UNP. Emphasised on wider economic cooperation & people-to-people ties. pic.twitter.com/lXTh7SvcJL
— Narendra Modi (@narendramodi) September 15, 2015
This year has been historic for India-SL ties. We assure our unwavering support in the progress & success of SL. http://t.co/iewzMUlMP9
— NarendraModi(@narendramodi) September 15, 2015