Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

શ્રી રાજીવ મહર્ષિની ગૃહ સચિવ પદ પર નિયુક્તિ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગમાં સચિવ શ્રી રાજીવ મહર્ષિ, આઈએએસ (આરજેઃ1978)ની ગૃહ મંત્રાલયમાં ગૃહ સચિવના પર પર બે વર્ષની અવધિ માટે નિયુક્તિને મંજૂરી આપી દીધી છે, જે 31 ઓગષ્ટ, 2015થી પ્રભાવી થશે. તેમની નિયુક્તિ શ્રી એલ. સી. ગોયલના સ્થાન પર કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીને શ્રી એલ. સી. ગોયલ, આઈએએસ (કેએલઃ1979)ના વ્યક્તિગત કારણોના લીધે સરકારી સેવાથી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિના અનુરોધને પણ મંજૂરી આપી દીધી છે.

*****

UM/AP/J.Khunt/GP