Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

“સત્યભામા સેટ” સટેલાઈટ બનાવવામાં સંકળાયેલી વિદ્યાર્થીઓની ટુકડી પ્રધાનમંત્રીને મળી

“સત્યભામા સેટ” સટેલાઈટ બનાવવામાં સંકળાયેલી વિદ્યાર્થીઓની ટુકડી પ્રધાનમંત્રીને મળી


સેટેલાઈટ ‘સત્યભામા સેટ’ બનાવવામાં સંકળાયેલી વિદ્યાર્થીઓની એક ટીમે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આજે (19 જુલાઈ, 2016) મુલાકાત લીધી હતી. તેઓ સાથે સત્યભામા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. બી. શિલા રાની પણ હતા.

પ્રધાનમંત્રીએ ગ્રીન હાઉસ વાયુઓ અંગેની માહિતી એકઠી કરતો સેટેલાઈટ બનાવવા માટેના ટીમના પ્રયાસોને બિરદાવ્યા હતા.

‘સત્યભામા સેટ’ એ ઈસરો દ્વારા પીએસએલવી-સી34 લોન્ચ વ્હીકલનો ઉપયોગ કરીને 22 જૂન, 2016ના રોજ લોન્ચ કરાયેલા 20 સેટેલાઈટોમાંનો એક છે.

AP/JK/GP