Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

‘સેતુ ભારતમ’ લોન્ચના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન

‘સેતુ ભારતમ’ લોન્ચના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન


ઉપસ્થિત તમામ રાજ્યોમાંથી આવેલા પ્રતિનિધિ, મંત્રી પરિષદના સભ્યો, સાંસદગણના પ્રતિનિધિ અને તમામ મહાનુભાવ,

સામાન્ય રીતે સરકાર એકાદ પણ બ્રિજ બનાવે છે અથવા એકાદ રોડ બનાવે છે તો આપણા દેશમાં એક મોટી ઘટના માનવામાં આવે છે. મીડિયાનું પણ ધ્યાન રહે છે અને આ ક્ષેત્રના લોકો પણ તે વિષયમાં વધારે ચર્ચા કરે છે કારણ કે વર્ષો સુધી જે ચીજની માગ રહે છે અને ઘણી મુશ્કેલીથી 15 – 15 વર્ષના ઇંતેજાર બાદ કંઇક થાય છે, તો આ આપણે બાબતોથી અનુભવ કરીએ છીએ. અમે એક વ્યાપક, સંકલિત અભિગમ અપનાવ્યો છે. અમને ખબર છે કે ભાઇ આ સમસ્યાઓ છે, તો તે સમસ્યાઓને તાકાત સાથે દેશને સમસ્યામાંથી કેવી રીતે બહાર લાવી શકાય. સામાન્ય રીતે સરકારો વધારાનું કામ કરવાની આદત રાખે છે. પહેલા પાંચ વર્ષ કરતા હતા, હવે સાત કરે છે, સાત કરતા હતા તે દસ કરે છે. અમારો પ્રયત્ન છે કે લાંબી છલાંગ લગાવીએ, અવરોધ ભેદન કરીએ, જૂની સ્પીડ અને નિર્ણય કરવાની પ્રક્રિયાઓમાં એકદમથી બહાર નીકળવું. ઝડપ વધારી દેવી, ઝડપી નિર્ણય લેવો, તેમાંથી જ તમામ યોજનાઓ સાકાર થાય છે.

સેતુ ભારતમ , અત્યારે નિતિનજી જણાવી રહ્યા હતા કે તમને પણ આશ્ચર્ય થશે આટલી મોટી સરકારને સરનામું ખબર નથી કે ક્યો બ્રિજ છે, અટેલે કે કેવા કામ કર્યા હશે અને હું તેમાં પસંદ થયેલી સમિતિને દોષ નથી આપતો કે ફલાણા પ્રધાનમંત્રી હતા, કે પેલા રાજ્યમંત્રી હતા. હું તેમ નથી કહી રહ્યો. વ્યવસ્થાનો દોષ છે, અમે આ ચીજોને પ્રાથમિકતા નથી આપી અને એટલા માટે સૌથી પહેલા કામ કર્યું કે ભાઇ એક વાર જુઓ તો ખરા, આ દેશમાં શું છે, ક્યાં છે, શું પરિસ્થિતિ છે. હવે તેમને ક્રમ આપવાનું કાર્ય થઇ રહ્યું છે કે ઉંમરના હિસાબે બ્રિજ કઇ કેટેગરીમાં આવે છે, લંબાઇ અને પહોળાઇના હિસાબથી કઇ કેટેગરીમાં આવે છે, સાધન સામગ્રીના સંદર્ભમાં, ક્યા પ્રકારની ડિઝાઇન છે. કેટલા જૂના જમાનાની ડિઝાઇન છે, આ તમામ બાબતોનું મૂલ્યાંકન થઇ રહ્યું છે અને બીજું તેનું સરનામું પાક્કું થઇ રહ્યું છે રેખાંશ – અક્ષાંશના માધ્યમથી, સ્પેશ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને કે ક્યાં બ્રિજ છે ? બની શકે છે કે કોઇક સ્થાને ફક્ત કાગળ પર બ્રિજ હોય, ત્યાં ના પણ હોય તે હવે પકડી શકાશે તેવો પ્રયત્ન છે.

બીજું નાની નાની બાબતો છે પરંતુ તમને લોકોને હેરાની થશે કે આપણે અહીં પહેલા હાઇ – વે બનતા હતા જમીન તો અધિગ્રહણ થતી હતી પરંતુ જ્યારે હાઇ-વે બનતો હતો, તો જમીનની બાજુમાં અતિક્રમણ થઇ જતું હતું એટલે જો ક્યારેક ફોર લેન કરવો હોય, છ લેન કરવો હોય, તો તમે તેની પહોળાઇ વધારી શકતા નથી કારણ કે અતિક્રમણ હતું. અતિક્રમણ, હવે થઇ નથી શકતું કારણ કે દરેક બીજા વર્ષે ચૂંટણી યોજાય છે ત્યારે કોઇ – કોઇ ચૂંટણીમાં સામે દેખાય છે તો કોઇ હિંમત કરતા નથી. અને કોર્ટ કચેરીમાંથી પણ તરત જ સ્ટે મળી જાય છે તો ઘણી અન્ય મુશ્કેલીઓથી પણ રોડ બનતા જ નથી.

અમે નાનો નિર્ણય કર્યો છે, અમે કહ્યું કે જ્યારે રોડ બનાવીશું, તો જમીન અધિગ્રહણ કરીશું અને બંને છેડે અપ્સ અને ડાઉનનો રોડ બનાવીશું અને વચ્ચેની જગ્યા ખાલી રાખીશું જ્યારે વિસ્તરણ કરવું હશે તો, અંદરની તરફથી કરીશું, તો અતિક્રમણનો સવાલ જ ઉત્પન્ન નહીં થાય. હવે નાની નાની ચીજવસ્તુઓ હોય છે, પરંતુ આ લાંબા સમય સુધી સહાય કરનારી છે. તે જ રીતે આપણે અહીં જે પ્રકારથી દેશનો વિકાસ થઇ રહ્યો છે, ઘણી ચીજવસ્તુઓ આવશ્યક છે. કેમ આપણે અત્યારથી જ નહીં, તેની સાથે સામાન્ય માનવીની જે સવલતો છે, જે આવશક્યતા છે, 20 કિલોમીટર 30 કિલોમીટરની કેમ વ્યવસ્થા ન કરીએ ? આરામ કરવાના રૂમ પણ તેની સાથે જ ડિઝાઇન કેમ ન કરીએ ? તેની પર ભાર આપી રહ્યા છીએ.

તેવી જ રીતે ગ્રામીણ વ્યક્તિઓને પોતાનો માલ શહેરમાં વેચવો છે, તો કેમ આ મોટા રસ્તાની નજીકમાં એવી કોઇ જગ્યા ન બનાવીએ કે જ્યાંથી તે માલ લાવીને વેચી શકે. એટલે કે એક વ્યાપક વિકાસની દિશામાં અમારો પ્રયાસ ચાલી રહ્યો છે. અને તેની અંતર્ગત જ આ કામ કરીશું. એક સાથે 1500 બ્રિજ છે, લગભગ 51 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ. ક્યારેક તો રેલ અને રોડ તેમની વચ્ચે એટલા કાગળ ચાલતા હતા, ક્યારેક ક્યારેક લાગે છે કે તમામ પત્ર વ્યવહારને ભેગા કરીએ, તો એકાદ અહીં જ સ્મારક પુલ બની શકે છે. અમે કહ્યું એવું નથી ભાઇ, બેસો, બેસીને કહો કે સમસ્યા શું છે, હવે અમે રીત બનાવી દીધી છે કે રેલવે ઉપર બ્રિજ બનાવાશે તો એવો બનાવાશે, રોડ અને રેલવેનું ક્રોસિંગ હોય છે. તો એવો બ્રિજ બનશે, એની એવી ડિઝાઇન હશે. હવે એ ડિઝાઇન આવે છે, તો તરત જ તેને મંજૂર કરી દો. ઝડપથી પ્લાન મંજૂર થઇ રહ્યા છે, આગળ વધી રહ્યા છે. તેનું જ પરિણામ છે કે આજે 1500 બ્રિજ છે, જેમાં સમારકામ પણ છે, નવા નિર્માણનું કામ પણ છે અને સમય સીમામાં કરવાની દિશામાં કામ કરવા અંગે વિચારાયું છે. જમીનની જરૂર હશે તો તેના માટે રાજ્ય સરકારો સાથે વાત કરીને આગળ વધવાનું છે. પ્રયત્ન છે કે અમે ફેરફાર લાવીએ અને એ વાત આપણે માનીને ચાલીએ કે જેમ શરીરમાં નસોનું કામ હોય છે, ધમનીઓનું કામ છે અને તેની જે ગતિવિધિઓનું કામ છે તે શરીરને શક્તિ પણ આપે છે, શરીરને ગતિ પણ આપે છે. જે આ નસો શરીરમાં ભાગ ભજવે છે તેવું જ માળખાગત સુવિધા આ રાષ્ટ્રના શરીરમાં કામ કરે છે. જો રોડની માળખાગત સુવિધા તમારી હશે, રેલવેની માળખાગત સુવિધા સારી હશે તો તમે ગતિ વધારશો.

યુગ બદલાતા જ માળખાગત સુવિધાની પરિભાષા બદલાઇ જાય છે. પહેલા એક મને યાદ છે જ્યારે આપણે નાના હતા, તો આ દુકાળ જ્યારે આવતો હતો, દુકાળમાં માટીનું કામ આવતું હતું. તો ગામના લોકો ચીઠ્ઠીઓ લખતા હતા, કે ભાઇ ગામમાં માટીનું કામ કરવા દો, જેથી અમને આવવા જવામાં સુવિધા રહે. તો દુકાળના કામમાં માટી નાંખતા હતા, માટી નાંખ્યા બાદ તે કહેતા હતા, વાહ, ત્યાં ખૂબ જ સારું કામ કર્યું. આપણે એમપી, એમએલએ ઘણા સક્રિય છે. મોટો સંતોષ થતો હતો. પછી થોડા સમય બાદ બોલતા હતા, સાહેબ થોડો, ડામરનો રોડ બનાવી દો, આજે ગામનો માણસ કહે છે સાહેબ ફાઇબરનો રોડ જોઇએ છે. ફાઇબર રોડ જોઇએ છે તેને, આ જે ફેરફાર આવ્યો છે, અમારે તેને પણ પૂરું કરવાની દિશામાં કામ કરવું પડશે. અને તે દિશામાં અમે પ્રયાસ કરી રહ્યા છીએ. ગ્રામીણ સડકો પણ અમારું બળ છે.

તમે જોયું હશે, આ વખતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં ખૂબ જ મોટી માત્રામાં બજેટ ફાળવવામાં આવ્યું છે. આ માળખાગત સુવિધાઓ છે જેમ મેં કહ્યું, શરીરમાં નસોનું કામ છે તેવી જ રીતે આ પ્રકારથી ગતિ આપવાનું કામ છે. એક જમાનો હતો મેં કહ્યું, જો માટી નાંખી છે તો સંતોષ થતો હતો, આજે હાઇ – વે પણ જોઇએ છે. આઇ – વે પણ જોઇએ. આઇ – વે – ઇન્ફોર્મેશન વે, આઇ – વે અને હાઇ -વે, આ સાથે સાથે કરવાનો સરકારનો પ્રયત્ન છે. ડિઝિટલ ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક ઉભું કરવું છે, તેવી જ રીતે કૃષિ ક્ષેત્રની માળખાગત સુવિધાનું જે મહત્વ છે, જેટલું આપણે સિંચાઇની સુવિધા ઉભી કરીએ છીએ, એટલી સમગ્ર કૃષિક્ષેત્રને તાકાત મળે છે. અમે તેની પર ભાર આપીએ છીએ.

રેલવે, પહેલા શું હતી ? રેલવે એટલે કે પાર્લામેન્ટમાં બેન્ચ પર તાળીઓ વાગે. તો આ એમપીને ખુશ કરવા માટે તેના રસ્તામાંથી નીકળનારી એક ટ્રેનની જાહેરાત થતી હતી, તો એ રસ્તાથી પસાર થનારા તમામ દસ – બાર એમપી ખુશ થઇ જાય. એ જ કરવાનું બીજું કંઇ જ નહીં, જુઓ હજી કેટલી જુની જાહેરાતો પડી છે, જેને હજી સુધી ચાલું કરવામાં આવી નથી. અમે કહ્યું ભાઇ આ તાળીઓ વગાડવાથી દેશ નહીં ચાલે, રેલવેમાં જડમૂળથી પરિવર્તન જોઇશે. રેલવે, રેલવેના પાટા નાંખો, તેના ગેઝ બદલો, તમે તેને ડિઝલમાંથી ઇલેક્ટ્રીક તરફ લઇ જાઓ. પર્યાવરણની દ્રષ્ટિથી કામ કરો, ગતિની દ્રષ્ટિથી કામ કરો, રેલવેનું એક સમગ્ર ધ્યાન, ધ્યાન બદલી દીધું છે. અત્યાર સુધી આપણા દેશમાં એકલા રેલવેમાં જે સુધારા થતા હતા તેના પર કોઇનું ધ્યાન ગયું નથી. તે જેઓ બિગ બેન્કની વાતો કરે છે, રેલવેની વાત કરે છે, ફ્કત રેલવે જ જોઇ લો કે કેવા ફેરફાર કર્યા છે તો તમને અંદાજ આવશે કે રેલવે ક્યાંથી ક્યાં જઇ શકે છે.

તે ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક હોય કે રેલવે નેટવર્ક હોય કે રોડ નેટવર્ક હોય કે બ્રિજનું નિર્માણ હોય. આખા દેશમાં ગુણાત્મક પરિવર્તન જોઇએ. ફક્ત કિલોમીટર નથી વધારવા. આપણે ગુણાત્મક ફેરફાર લાવવાનો છે અને એક લાંબા અરસાની આવશક્યતાઓની પૂર્તિને ધ્યાનમાં રાખીને કરવાની છે. મને વિશ્વાસ છે કે રાષ્ટ્રને સશક્ત બનાવવામાં, રાષ્ટ્રને સમૃદ્ધ કરવામાં, રાષ્ટ્રને ગતિશિલ કરવામાં માળખાગત સુવિધાઓ મહત્વનો ભાગ ભજવે છે. જેમ કે શરીરની મજબૂતીમાં નસો જે ભાગ ભજવે છે, તેવી જ રીતે રાષ્ટ્રની મજબૂતીનો આધાર આ માળખાગત સુવિધા પર છે. રોડ નેટવર્ક પર છે. રેલવે નેટવર્ક પર છે, ઓપ્ટિકલ ફાઇબર પર છે, પાણીના જોડાણ પર છે. વિજળીની વહેંચણી પર છે, વિજળીના સપ્લાય પર છે. આ ચીજો પર આપણે જેટલો ભાર મૂકીશું, એટલું જ આગામી દિવસોમાં પરિવર્તન આવશે અને એટલા માટે આ સરકાર તે દિશામાં કામ કરી રહી છે.

હું નિતિનજીને અભિનંદન આપું છું કે સેતુ ભારતમના માધ્યમથી દેશમાં બ્રિજની તરફ દેખી રહ્યા છે. હું તો ઇચ્છીશ કે આપણી જેટલી યુનિર્વર્સિટિ છે, ખાસ કરીને એન્જિનીયરિંગ અને કૃષિ ક્ષેત્રની, તે દેશમાં સૌથી જૂના બ્રિજ, તેની ટેક્નોલોજી પર, કોઇ વિદ્યાર્થી પીએચડી કરે, આપણે તેને વિજ્ઞાનના રૂપમાં વિકસાવીએ. એવી જ રીતે આપણા એન્જિનીયરિંગ તથા કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીને ઇન્ટર્નશિપ માટે આપણે બ્રિજ અંગેનો વિષય આપીએ. ખૂબ જ મોટી માત્રામાં રોજગારની સંભાવના હશે, અને આપણે અહીં ગુણાત્મક માનવ શક્તિ તૈયાર થશે. તો એક પ્રકારથી માનવસ્ત્રોતનો વિકાસ પણ થાય, એવી જ રીતે માળખાગત સુવિધા પણ વિકસે, આપણી સંસ્થાઓની ક્ષમતા વધે, એ તમામ બાબતોને એક સાથે લઇને આપણે આગળ વધવાનું છે. હું ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ખૂબ – ખૂબ આભાર.

J.Khunt