Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે વિદ્યાર્થીઓ સાથેનાં વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે વિદ્યાર્થીઓ સાથેનાં વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે વિદ્યાર્થીઓ સાથેનાં વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ

સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનમાં વીડિયો કોન્ફરન્સ મારફતે વિદ્યાર્થીઓ સાથેનાં વાર્તાલાપ દરમિયાન પ્રધાનમંત્રીના પ્રારંભિક સંબોધનનો મૂળપાઠ


ન્યુ ઇન્ડિયા, સ્માર્ટ ઇન્ડિયાના સંકલ્પને સિદ્ધ કરવા માટે કાર્યરત તમે સૌ યુવાન સાથીઓને ખૂબ-ખૂબ અભિનંદન!
આ ત્રીજો અવસર છે કે જ્યારે હું નિરંતર ટેકનોલોજીના માધ્યમથી આપ સૌની સાથે વાતચીત કરી રહ્યો છું. 2017માં જ્યારે આ અભિયાન આપણે શરૂ કર્યું હતું, ત્યારથી તેનું સતત વિસ્તરણ થઈ રહ્યું છે.

મિત્રો, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન રાષ્ટ્રીય સ્તરે આયોજિત થનારું સૌથી મોટું જાહેર ઇનોવેશન મોડેલ બનીને સામે આવ્યું છે, જ્યાં એક જ મંચ પર વિશાળ સંખ્યામાં ઉદ્યોગો, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી એજન્સીઓ, વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ એક બીજા સાથે મળીને કામ કરે છે. 30 હજાર વિદ્યાર્થીઓ સાથે શરૂ થયેલા આ હેકાથોનમાં આજે બે લાખ પ્રતિભાગીઓ સુધી પહોંચી ગયું છે. આજે હું કહી શકું છું કે આપણા પ્રયાસો યોગ્ય છે અને આપણે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યાં છીએ,

મિત્રો, અત્યાર સુધી જે બે હેકાથોનનું આયોજન થયું છે તેમાંથી અનેક નવા વિચારો નિકળ્યા છે. આની પહેલા ફક્ત સરકાર સાથે સંકળાયેલી, સરકારી સંસ્થાનો સાથે સંકળાયેલી સમસ્યાઓને હેકાથોનમાં સમાવિષ્ટ કરવામાં આવતી હતી, પરંતુ આ વખતે ઉદ્યોગોએ પણ પોતાની સમસ્યાઓને આપ સૌની સામે રજૂ કરી છે.

તેનાથી નિશ્ચિતપણે તમારા પ્રયાસોનું પણ વિસ્તરણ થશે અને એક ઇનોવેટરના રૂપમાં પણ માર્કેટમાં તમારી ઓળખ વધી શકશે. મિત્રો, આપણી અર્થવ્યવસ્થા એક નવા ટ્રેક પર દોડી રહી છે. જે નવા ભારતના નિર્માણ માટે આપણે કાર્યરત છીએ તે ઈનોવેશન અને સ્ટાર્ટ-અપની દુનિયામાં પોતાનો ઝંડો લહેરાવે છે.

વૈશ્વિક નવિનીકરણ ક્રમાંકમાં આજે આપણે 57માં ક્રમે છીએ, જ્યારે 2014માં આપણું સ્થાન 81 ક્રમાંકે હતું. એટલે કે 4 વર્ષમાં 25 ક્રમનો ઉછાળો આપણે લગાવ્યો છે. આપણે અહીં જ અટકવાના નથી, ખૂબ ઝડપથી આપણે ટોચનાં 25માં સ્થાન લેવાનું છે. ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટ અપ રાષ્ટ્ર છે. વિતેલા 3-4 વર્ષમાં 15 હજારથી વધારે સ્ટાર્ટ-અપને માન્યતા મળી ચૂકી છે. તે ફક્ત મોટા શહેરો સુધી મર્યાદિત નથી પરંતુ દેશના લગભગ દરેક જિલ્લામાં ફેલાયેલા છે. ખાસ બાબત એ પણ છે કે જે નવા સ્ટાર્ટ અપ શરૂ થયા છે તેમાંથી અડધાથી વધુ દેશના નાના શહેરોમાં છે.

આ જ પ્રકારે દેશના લગભગ દોઢસો ટેકનોલોજી બિઝનેસ ઇન્ક્યૂબેટર્સમાં સ્ટાર્ટ અપની સંખ્યા જે ત્રણ વર્ષ પહેલા 1600 હતી તે આ વર્ષે ત્રણ હજાર સુધી પહોંચી છે. એટલે કે બે ગણો વધારો. મિત્રો ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માટે જો આ સકારાત્મક વાતાવરણ સર્જાઇ રહ્યું છે તો તેની પાછળ કોઇ નક્કર પ્રયાસ પણ છે.

અટલ ઈન્ક્યૂબેશન મિશન અંગે તો આપ સૌ સારી રીતે જાણતા જ હશો. દેશભરની પાંચ હજારથી વધારે શાળાઓમાં અટલ ટિંકરિંગ લેબ આજે કાર્યરત થઈ ચૂકી છે, જ્યાં છઠ્ઠા ધોરણના વિદ્યાર્થી પણ ભવિષ્યની ટેકનોલોજીથી પરિચિત થઈ રહ્યાં છે.

મિત્રો, પ્રશાસન અને ઉદ્યોગોનાં જે પડકારો તમારી સામે હમણા રજૂ થયા છે, તેની સાથે-સાથે હું પણ એક બે વિચારો તમારી વચ્ચે મુકવા ઈચ્છું છું.

બાળકો સાથે સંકળાયેલા અપરાધ, મહિલાઓ સાથે સંકળાયેલા ગુનાઓ એક ખૂબ મોટો પડકાર છે. એક શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે આ બધા સાથે ઝઝૂમવું જરૂરી છે. શું તમે બધા કોઇ એક એવા ટેકનિકલી સમાધાન અંગે વિચારી શકો છો કે જ્યાં ઘરથી લઇને શાળા અને શાળાથી લઇને ઘર સુધી બાળક પર નજર રાખી શકાય તેવી કોઇ સંકલિત વ્યવસ્થા હોય. જેમાં ઘર અને શાળાની સાથે-સાથે સ્થાનિક પોલીસ સ્ટેશન અને પેટ્રોલિંગ વાન પણ વાસ્તવિક સમયમાં સક્રિય થઇ શકે. આ પ્રકારની સંકલિત અને સમજદાર વ્યવસ્થા કે જેનો ઉપયોગ સામાન્યથી સામાન્ય પરિવાર પણ કરી શકે, દેશ અને સમાજની ખૂબ મદદ કરી શકે છે.

આ જ પ્રકારે શું રસ્તાઓ અને શેરીઓમાં ફળ-શાકભાજી વેચનારાઓ માટે કોઇ એવો ટેકનિકલ સમાધાન, ઈ-માર્કેટપ્લેસ જેવો કોઇ ઉપાય વિકસિત કરી શકાય છે, જેનાથી ખૂબ જ સ્થાનિક સ્તરે હોમ ડિલિવરીની એક સરળ વ્યવસ્થા અમલમાં આવી શકે.

મિત્રો, સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનને ફક્ત એક વાર્ષિક પ્રવૃત્તિ તરીકે જોવાને બદલે એક નિરંતર પ્રક્રિયા રૂપે જોવી જોઇએ. તેનું આયોજન સમગ્ર વર્ષ દરમિયાન થતું રહે, જેથી કોઇ પણ ઉદ્યોગ કે વિભાગ પોતાની સમસ્યા મોકલી શકે, તેને લઇને કોઇ પુરસ્કાર જાહેર કરવામાં આવે. મને વિશ્વાસ છે કે આપ જેવા અનેક યુવા મિત્રો તેની સાથે જોડાશો અને સમસ્યાઓનું સમાધાન પણ મળીને રહેશે.

મને આપ સૌ પર, દેશના મારા એક – એક યુવા સાથી પર પૂરો ભરોસો છે. તમે બધા નવા ભારતના નવા આત્મવિશ્વાસનો આધાર છો.

NP/J.Khunt/GP/RP