Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સ્વચ્છતા સંબંધી પ્રવૃત્તિઓમાં ભાગ લેનારાઓને પ્રધાનમંત્રીએ અભિનંદન આપ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા સંબંધી પ્રવૃત્તિઓમાં ભાગ લેનારાઓને અભિનંદન આપ્યા હતા.

સ્વચ્છતા વધારવા માટે કરવામાં આવેલી પહેલની વિડિયો અને તસવીરો મોકલી આપવા માટે પ્રધાનમંત્રીએ જાહેર જનતાને આમંત્રણ પણ આપ્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે બીજી ઓક્ટોબર આવી રહી છે તે પહેલા સ્વચ્છતાને લગતી પ્રવત્તિમાં લોકોમાં ખાસ્સો ઉત્સાહ હોવાનું મને જોવા મળી રહ્યું છે. આ સ્વચ્છતા ઝુંબેશમાં ભાગ લેનારા તમામ લોકોને હું અભિનંદન આપી રહ્યો છું

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સ્વચ્છતાની બાબતમાં તમે કરેલી પહેલને લગતી તસવીરો અને વિડિયો ઓનલાઈન એપ્લિકેશન્સ પર મોકલી આપજો. તેમાંથી કેટલીક તસવીરો અને વિડિયો અમે સોશિયલ મીડિયા પર અપલોડ કરીશું.

TR